પરિવર્તન / 18 સપ્ટેમ્બરે ધન રાશિમાં શનિની ચાલ બદલાશે, બધી 12 રાશિઓ ઉપર તેની અસર થશે

shani in dhanu rashi shani rashi parivartan shani margi in dhanu Rashifal rashifal 2019

Divyabhaskar.com

Sep 13, 2019, 06:20 PM IST

ધર્મ ડેસ્ક- બુધવાર, 18 સપ્ટેમ્બરે ગ્રહોના ન્યાયધીશ શનિ પોતાની ચાલ બદલશે. આ ગ્રહ અત્યારે ધન રાશિમાં વક્રી છે. 18 તારીખ પછી શનિ માર્ગી થઈ જશે અર્થાત્ સીધી ગતિમાં ચાલવા લાગશે. શનિ 30 એપ્રિલ 2019 થી વક્રી અર્થાત્ ઊલટો ચાલી રહ્યો હતો. ધન રાશિનો સ્વામી ગુરુ છે. ધન રાશિમાં હાલ કેતુ પણ સ્થિત છે.

રાહુ-કેતુ સિવાય બધા ગ્રહો માર્ગી રહેશે-

જ્યારે શનિ માર્ગી થઈ જશે, ત્યારે માત્ર રાહુ-કેતુ જ વક્રી રહેશે, કારણ કે આ બંને ગ્રહો હંમેશાં વક્રી જ ચાલ ચાલતા હોય છે. શનિના માર્ગી થવાને લીધે બજારમાં છવાયેલી મંદી સમાપ્ત થવાના યોગ બનશે. વરસાદથી રાહત મળશે અને પ્રાકૃતિક આપત્તિઓ પણ ઓછી આવવાના યોગ છે. બજારમાં ઘરાકી વધવાના યોગ છે. ખેડૂતોનો પાક સારો ઊતરશે. કીમતી ધાતુઓની કીંમતમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને મેષ અને સિંહ રાશિ માટે આ સ્થિતિ ખૂબ જ સારી રહેશે.

આ રાશિઓ માટે સમય ફાયદાકારક રહેશે-

ધન રાશિમાં શનિ માર્ગ થવાથી મેષ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોને લાભ મળશે. જૂના સમયમાં કરવામાં આવેલાં કામોમાં સફળતા અને માન-સન્માન પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.


આ રાશિઓને સાવધાન રહેવું પડશે-

શનિની ચાલ બદલવાથી વૃષભ, મિથુન, કન્યા, ધન અને મકર રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. આ રાશિઓ માટે પરેશાનીઓ વધી શકે છે. કઠોર મહેનત કરવી પડશે, પરંતુ આશાજનક પરિણામ નહીં મળી શકે. ઘર-પરિવારમાં અશાંતિ વધી શકે છે. આ લોકોને શનિની અશુભ અસરથી બચવા માટે દર શનિવારા તેલનું દાન કરવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જેનાથી સમસ્યાઓમાં રાહત મળી શકે.

X
shani in dhanu rashi shani rashi parivartan shani margi in dhanu Rashifal rashifal 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી