જ્યોતિષ / 2020માં શનિ પોતાની જ રાશિમાં રહેશે, 19 વર્ષમાં એકવાર આવો સંયોગ બને છે

Saturn will remain in its own zodiac in 2020, it becomes such a yoga once in 19 years

  • વર્ષના પહેલાં જ દિવસે અસ્ત થવાથી શનિના અશુભ પ્રભાવમાં ઘટાડો આવશે
  • આવતાં અઢી વર્ષ સુધી 6 રાશિના જાતકો શનિથી પ્રભાવિત રહેશે
  • આ વર્ષે લગભગ સાડા 4 મહિના સુધી શનિ વક્રી રહેશે

Divyabhaskar.com

Dec 31, 2019, 02:25 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ જ્યોતિષીય દ્રષ્ટિએ વર્ષ 2020 દરેક રાશિ સાથે દેશ-દુનિયા માટે પણ ખૂબ જ ખાસ રહેશે. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે આ વર્ષે ગ્રહોનું રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે. વર્ષના પહેલાં જ મહિનામાં શનિનું રાશિ પરિવર્તન સૌથી મહત્ત્વપૂર્ણ છે. 24 જાન્યુઆરીએ શનિ તેના જ ઘર એટલે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સંયોગ 19 વર્ષમાં માત્ર એકવાર જ બને છે. અન્ય ગ્રહ ખૂબ જ ઓછા સમયમાં રાશિ બદલે છે, જ્યારે શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ બધી જ બારેય રાશિઓ ઉપર અઢી વર્ષ સુધી શનિનો જબરદસ્ત પ્રભાવ જોવા મળશે.

શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બધી જ રાશિઓ ઉપર તેની અસર શરૂ થઇ જશે. 2020ના મધ્યમાં શનિ વક્રી પણ થશે. આ સ્થિતિ 11 મેના રોજ બનશે. 2020માં બૃહસ્પતિ પણ તેની રાશિ બદલશે. 2020માં આ બંને ગ્રહોના રાશિ પરિવર્તનની સમાજ અને વ્યક્તિ વિશેષ ઉપર પ્રભાવ પડશે. આ સિવાય રાહુ પણ 23 સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તેનો પણ વ્યાપક પ્રભાવ બધી જ રાશિ ઉપર જોવા મળશે.

વર્ષ 2020માં શનિની સ્થિતિઃ-
જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે વર્ષની શરૂઆતમાં જ એટલે 1 જાન્યુઆરીએ શનિ અસ્ત થઇ જશે. જે લગભગ 32 દિવસ એટલે 1 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. ત્યાર બાદ શનિનું શુભ ફળ મળવાનું શરૂ થશે. ત્યાં જ 11 મેથી 29 સુધી શનિ મકર રાશિમાં વક્રી થઇ જશે. આ 142 દિવસો સુધી અનેક રાશિ ઉપર શનિનો અશુભ પ્રભાવ રહેશે. આ પ્રકારે આખું વર્ષ શનિની શુભ-અશુભ અસર બારેય રાશિ ઉપર રહેશે.

દેશ-દુનિયા માટે શનિનું રાશિ પરિવર્તન કેવું રહેશેઃ-
પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે ભારત માટે શનિનું રાશિ બદલવું મહત્ત્વપૂર્ણ છે. કેમ કે, સાડાસાતી અને શનિની મહાદશામાં દેશને આઝાદી મળી હતી. ત્યારે શનિ તેના જ નક્ષત્રમાં હતો. એટલાં માટે વર્ષ 2020 ભારત માટે મહત્ત્વપૂર્ણ બદલાવ લાવનાર સમય સાબિત થશે. આ વર્ષે પણ દેશના મહત્ત્વપૂર્ણ મામલાઓમાં મોટાં નિર્ણયો લેવાશે. આ વર્ષે દેશની રાજનીતિ અને ભૌગોલિક સ્થિતિમાં મોટાં બદલાવ આવી શકે છે. દેશની સીમાઓ અને પાડોસી દેશ સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ આ વર્ષે લેવાઇ શકે છે.

જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે શનિની બારેય રાશિઓ ઉપર અસર અને તેના ઉપાયઃ-

મેષઃ- નવું કામ કરવા માંગો છો તો હાલ રોકાઇ જાવ. એપ્રિલ સુધી રાહ જુઓ. ખર્ચાઓ ઉપર નિયંત્રણ કરો.

ઉપાયઃ- શનિવારે હનુમાનજીને 21 લવિંગની માળા ચઢાવો.

વૃષભઃ- પિતા સાથે મતભેદ થઇ શકે છે. ધૈર્યથી કામ લેવું. કામ ટાળવાની આદતથી બચવું.

ઉપાયઃ- લક્ષ્મીજીને શુક્રવારે ગોળની ચીકી ચઢાવો.

મિથુનઃ- આ વર્ષ વિદેશ યાત્રા માટે ઠીક રહેશે. જમીન-જાયદાદના વિવાદ ઉકેલાશે.

ઉપાયઃ- ગણેશજીને બુધવારે કાળા તલના લાડવાનો ભોગ ધરાવો.

કર્કઃ- કોઇ જૂની બિમારી પરેશાન કરી શકે છે. બેદરકારી કરવી નહીં.

ઉપાયઃ- શનિવારે દૂધમાં તલ મિક્સ કરીને શિવજીને ચઢાવો.

સિંહઃ- શનિ તમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરશે. સંઘર્ષ વધશે.

ઉપાયઃ- શનિવારે કાળી માતાના મંદિરમાં દાડમ ચઢાવો.

કન્યાઃ- આ વર્ષે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. અધૂરા કાર્યો પૂર્ણ થશે.

ઉપાયઃ- શનિવારે શિવાલયમાં 8 બીલીપાન ચઢાવો.

તુલાઃ- જમીન ઉપર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો વર્ષના મધ્યમાં કરો. નાના યાત્રાના યોગ પણ છે.

ઉપાયઃ- અમાસના દિવસે કાળા રંગની છત્રી દાન કરો.

વૃશ્ચિકઃ- તમારી ઉપર ચાલી રહેલી સાડાસાતી હવે પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ ઠીક રહેશે.

ઉપાયઃ- શનિવારે દૂર્ગા કવચનો પાઠ કરો.

ધનઃ- કામ ઉપર ધ્યાન આપશો તો શનિ સફળતા અપાવશે. માતાના આશીર્વાદ મળશે.

ઉપાયઃ- ગુરૂવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

મકરઃ- નિર્ણય શક્તિમાં ઊંડાણ આવશે અને તમને નવી તક મળશે.

ઉપાયઃ- આંજળની ડબ્બીનું પૂજન કરીને પોતાની પાસે રાખો.

કુંભઃ- સંઘર્ષ વધી શકે છે. એવા લોકો નજીક આવશે, જેના વિશે વિચાર્યું નહીં હોય.

ઉપાયઃ- શનિદેવના મંદિરમાં તલનું તેલ ચઢાવો.

મીનઃ- આળસને હાવી થવા દેશો નહીં. મહત્ત્વપૂર્ણ અવસરોથી વંચિત રહેશો.

ઉપાયઃ- પીપળાના વૃક્ષ ઉપર કાળા તલ ચઢાવો.

X
Saturn will remain in its own zodiac in 2020, it becomes such a yoga once in 19 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી