ભવિષ્ય / 23 જાન્યુઆરીએ શનિ રાશિ બદલશે, વૃશ્ચિક રાશિની સાડાસાતી દૂર થશે અને કુંભની શરૂઆત થશે

Saturn will change Zodiac sign on 23rd January 2020, know the effects of shani

  • શનિ પોતાની જ રાશિ મકરમાં પ્રવેશ કરશે, મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા શરૂ થઇ જશે

Divyabhaskar.com

Jan 06, 2020, 09:25 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ જ્યોતિષમાં ઉલ્લેખવામાં આવેલાં 9 ગ્રહોમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ જ આપણાં કર્મોના શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિ ગ્રહ ગુરૂવાર, 23 જાન્યુઆરીએ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ એક જ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. અનેકવાર શનિ વક્રી થઇને પણ રાશિ બદલે છે, પરંતુ આ વર્ષે એવું થશે નહીં. 2020માં શનિ વક્રી થશે, પરંતુ રાશિ બદલશે નહીં. આ આખું વર્ષ આ ગ્રહ મકર રાશિમાં જ રહેશે. શનિ 11 મેના રોજ વક્રી થશે. મંગળવાર, 29 સપ્ટેમ્બરે શનિ ફરી માર્ગી થઇ જશે. કઇ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થશે?

શનિના રાશિ બદલવાથી 23 જાન્યુઆરી બાદ વૃશ્ચિક રાશિની સાડાસાતી દૂર થશે. વૃષભ અને કન્યા રાશિની ઢૈય્યા ઉતરી જશે. મકર રાશિમાં શનિનો પ્રવેશ થવાથી કુંભ રાશિ ઉપર સાડાસાતી શરૂ થઇ જશે. આ રાશિ ઉપર સાડાસાતીની પહેલી ઢૈય્યા રહેશે. મકર રાશિ ઉપર બીજી અને ધન રાશિ ઉપર અંતિમ ઢૈય્યા રહેશે. મિથુન અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા શરૂ થઇ જશે.

આ 3 રાશિઓ ઉપર સાડાસાતીની અસર કેવી થશેઃ-
ધન રાશિઃ-
આ રાશિ ઉપર સાડાસાતીની અંતિમ ઢૈય્યા રહેશે. ઉતરતી સાડાસાતી ધન રાશિ માટે લાભદાયક રહેશે. આ લોકોએ મહેનત વધારે કરવી પડશે. મહેનતનું ફળ પણ મળશે. ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે.
મકર રાશિઃ- આ રાશિ ઉપર શનિની સાડાસાતીની બીજી ઢૈય્યા રહેશે. આ લોકોએ આકરી મહેનત કરવી પડશે, ત્યારે જ સફળતા મળશે. ખર્ચામાં વધારો થઇ શકે છે. પરિવારમાં વાદ-વિવાદ શરૂ થઇ શકે, ધૈર્ય જાળવી રાખો. ઉતાવળમાં કોઇ કામ કરવું નહીં.
કુંભ રાશિઃ- આ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઇ રહી છે. આ કારણે વિશેષ સાવધાની જાળવવાની જરૂર છે. આ લોકો માટે શનિ લાભદાયક રહેશે. પરિશ્રમ કરશો તો સફળતા પણ મળી જશે. લાંબી દૂરની યાત્રાના પણ યોગ બની રહ્યા છે.

આ 2 રાશિઓ ઉપર ઢૈય્યાની અસર કેવી થશેઃ-
મિથુન રાશિઃ-
23 જાન્યુઆરી બાદ આ રાશિ ઉપર શનિની ઢૈય્યા શરૂ થઇ રહી છે. આ લોકો માટે શનિ કઠોર પરિશ્રમ કરનાર રહેશે. ખર્ચ વધારે, વાદ-વિવાદ, નોકરીમાં બાધાનો સામનો કરવો પડી શકે છે. હાલ ધૈર્ય જાળવી રાખવાનો સમય છે.
તુલા રાશિઃ- આ રાશિ ઉપર પણ શનિની ઢૈય્યા શરૂ થશે. આ લોકો માટે શનિની આ સ્થિતિ લાભદાયક રહેશે. નોકરીમાં સફળતા મળી શકે છે. વેપારીઓ માટે લાભના અવસર બની શકે છે. કુંવારા લોકોના લગ્ન થઇ શકે છે. જમીન-મકાન સાથે સંબંધિત કાર્યોમાં લાભ મળવાના યોગ છે.

અન્ય 7 રાશિઓ ઉપર શનિની અસર કેવી થશેઃ-
અહીં ઉલ્લેખવામાં આવેલી 5 રાશિઓ સિવાય અન્ય 7 રાશિઓ માટે શનિની અસર વિવિધ થશે. મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક માટે શનિની સ્થિતિ શુભ રહેશે. આ લોકોને શનિના કારણે લાભ મળી શકે છે. સિંહ અને મીન રાશિના લોકોએ સાવધાન થઇને કામ કરવું. નહીંતર હાનિ થશે.

શનિ માટે કેવા-કેવા શુભ કાર્યો કરી શકાય છેઃ-
શનિની અશુભ અસરથી બચવા માટે શનિવારે તેલનું દાન કરવાની પરંપરા છે. હનુમાનજીની પૂજા કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ દર શનિવારે ઓછામાં ઓછો 108વાર કરો.

X
Saturn will change Zodiac sign on 23rd January 2020, know the effects of shani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી