રાશિફળ / આજે શનિ મકર રાશિમાં પ્રવેશ કરશેઃ મેષ રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધારશે, મિથુન રાશિના જાતકોએ સાવધાની રાખવી પડશે

Saturn Transit in Capricorn 2020, know the saturn Impact on zodiacs Mesh, Vrishabha, Mithun, Kark, Singh, Kanya

  • દર શનિવારે શનિ દેવને વાદળી ફૂલ ચઢાવવાં, મેષ રાશિને પ્રતિષ્ઠા મળશે, મિથુન રાશિને હાનિ થઇ શકે છે

Divyabhaskar.com

Jan 24, 2020, 09:36 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શુક્રવાર, 24 જાન્યુઆરીએ શનિ રાશિ બદલીને મકરમાં પ્રવેશ કરશે. આ પહેલાં 26 જાન્યુઆરી 2017માં શનિ ધન રાશિમાં હતો. હવે શનિ 29 એપ્રિલ 2022એ કુંભ રાશિમાં જશે. પરંતુ તે જ વર્ષે 12 જુલાઈએ ફરીથી તે મકર રાશિમાં આવી જશે. ત્યાર બાદ 17 જાન્યુઆરી 2023એ કુંભ રાશિમાં પ્રવેશ કરેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 30 વર્ષ પછી શનિએ પોતાની જ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિના કારણે થોડી રાશિઓએ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે શનિ અઢી વર્ષ સુધી મકર રાશિમાં રહેશે. આ રાશિમાં શનિ વક્રી પણ થશે, પરંતુ રાશિ બદલશે નહીં. 11 મેથી 28 સપ્ટેમ્બર સુધી શનિ વક્રી રહેશે. આ લેખમાં જાણો 12 રાશિઓ ઉપર શનિ કેવી અસર કરશે. સાથે જ, આ ગ્રહની અશુભ અસરથી બચવા માટે ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે તેના વિશે પણ જાણો...

મેષઃ- શનિના કારણે પ્રતિષ્ઠા વધશે. જૂની બાધાઓમાં ઉકેલ આવશે અને કાર્યોમાં ગતિ આવશે. નોકરી કરતાં લોકોને વિશેષ લાભ મળી શકે છે.

વૃષભઃ- આ રાશિ માટે શનિની સ્થિતિ શુભ રહેશે. વૃષભ ઉપર હવે ઢૈય્યા રહેશે નહીં. ધન સંબંધી કાર્યોમાં વિશેષ લાભ મળી શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને જીવનસાથીનો સહયોગ મળશે.

મિથુનઃ- આ લોકો માટે શનિની ઢૈય્યા શરૂ થઇ રહી છે. જેથી હાનિનો યોગ બની રહ્યો છે. સાવધાન રહેવાનો સમય છે. ખરાબ સંગતથી બચો અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન લઇને આગળ વધો.

કર્કઃ- તમારી રાશિ માટે શનિની સ્થિતિ શુભ રહેશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવવાથી સફળતા મળશે અને રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.

સિંહઃ- સિંહ રાશિના લોકોએ ખાન-પાનમાં બેદરકારીથી બચવું જોઇએ. શનિના કારણે રોગમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે.

કન્યાઃ- આ રાશિના લોકોને શનિના કારણે શુભફળ પ્રાપ્ત થશે. આ રાશિથી શનિની ઢૈય્યા ઉતરી જશે. નોકરીમાં અધિકારીઓની મદદથી પ્રમોશન પ્રાપ્ત કરી શકો છો. પરિવારમાં સુખ જળવાયેલું રહેશે.

તુલાઃ- આ રાશિમાં શનિની ઢૈય્યા શરૂ થશે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ખોટી વાતના કારણે ચિંતા વધશે. ધન સંબંધી કાર્યોમાં વિઘ્ન વધી શકે છે.

વૃશ્ચિકઃ- શનિના કારણે દૈનિક જીવનમાં સુખ વધશે. આ રાશિથી સાડાસાતી ઉતરી જશે. આ લોકોને આકરી મહેનત બાદ મોટી સફળતા મળી શકે છે. જૂના અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે.

ધનઃ- આ રાશિ ઉપર શનિની સાડાસાતીની અંતિમ ઢૈય્યા રહેશે, જે શુભ રહેશે. સફળતા સાથે જ માન-સન્માન મળશે. માંગલિક આયોજન થઇ શકે છે.

મકરઃ- તમારા માટે સમય શુભ રહેશે. સાડાસાતીનું બીજું ચરણ રહેશે. કાર્યોમાં આશા પ્રમાણે સફળતા મળી શકે છે. જૂની યોજનાઓ સફળ થઇ શકે છે.

કુંભઃ- આ લોકોના ખર્ચાઓમાં વધારો થઇ શકે છે. શનિની સાડાસાતી શરૂ થઇ ગઇ છે. શનિદેવનો સાથ મળશે અને નોકરીમાં આગળ વધવામાં મદદ મળશે.

મીનઃ- આ રાશિ માટે શનિનું રાશિ પરિવર્તન લાભદાયક રહેશે. ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. લાંબી યાત્રા થઇ શકે છે. ધનલાભ મળવાના અવસર મળશે.

શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છેઃ-
પં. શર્મા પ્રમાણે શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. પોતાની જ રાશિમાં શનિ વધારે બળવાન અને પ્રભાવશાળી થઇ જાય છે. જે પ્રકારે આપણે આપણાં ઘરમાં આરામથી રહીએ છીએ, આપણાં મનને શાંતિ મળે છે, ઠીક તેવી જ રીતે શનિ પોતાની જ રાશિ મકર એટલે પોતાના જ ઘરમાં રહેશે. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. આ ગ્રહ જ આપણાં સારા-ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. શનિની ખરાબ અસરથી બચવા માટે આપણે ખોટાં કાર્યોથી બચવું જોઇએ.

શનિદેવ માટે શું કરવું અને શું ન કરવુંઃ-
શનિદેવની અશુભ અસરને ઘટાડવા માટે દર શનિવારે ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઇએ. હનુમાનજી, શિવજી અને શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવી જોઇએ. ઘરના વડીલ લોકોનો અને અન્ય વરિષ્ઠ લોકોનું સન્માન કરવું. કોઇ મહિલા કે વૃદ્ધ વ્યક્તિનો અનાદર કરવો નહીં. તેલ, તલ, કાળા વસ્ત્રોનું દાન કરવું જોઇએ. દર શનિવારે શનિ માટે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઇએ. આળસથી બચવું. તમારું કામ પ્રામાણિકતાથી કરવું.

X
Saturn Transit in Capricorn 2020, know the saturn Impact on zodiacs Mesh, Vrishabha, Mithun, Kark, Singh, Kanya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી