તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Saturn Is On The Auspicious Time For The 7 Zodiac Signs, It May Increase The Troubles Of The Seven And A Half

શનિદેવના ઉદયથી 7 રાશિ માટે શુભ સમય શરૂ થયો, ધન, મકર અને કુંભ જાતકોની મુશ્કેલીઓ વધશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે શનિ અસ્ત થશે નહીં, 12માંથી 5 રાશિઓ ઉપર શનિનો અશુભ પ્રભાવ રહેશે
  • ધન, મકર અને કુંભ રાશિના જાતકો સાડાસાતીના પ્રભાવમાં રહેશે
  • મિથુન અને તુલા રાશિના લોકો ઢૈય્યાના પ્રભાવમાં રહેશે

1) તમારી રાશિ ઉપર શનિની અસર વિશે જાણો

શનિ ઉદય થવાથી સારા પરિણામ માટે તમારે મહેનત વધારે કરવી પડી શકે છે. થોડાં જરૂરી કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. પ્રોપર્ટી સંબંધી મામલાઓમાં સાવધાની રાખવી. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આ મામલે દોડભાગ પણ વધી શકે છે.  

શનિના પ્રભાવથી કિસ્મતનો સાથ મળશે. લાંબી યાત્રાઓ થઇ શકે છે. જૂની પરેશાનીઓ દૂર થઇ શકે છે. નોકરિયાત લોકોના કામકાજમાં બદલાવ આવી શકે છે. આવક સોર્સ પણ વધશે. નવો બિઝનેસ શરૂ થઇ શકે છે. લાઇફ પાર્ટનર સાથે સમય વિતશે.  

કોઇપણ કામ સમજી-વિચારીને કરો. પોતાને વિવાદોથી દૂર રાખવાની કોશિશ કરો. દૂર સ્થાનની યાત્રા થઇ શકે છે. શનિના કારણે દુર્ઘટનાની સંભાવના પણ વધશે. જમીન-જાયદાદ સાથે જોડાયેલાં મામલાઓ ઉકેલાશે. સ્વાસ્થ્યને લઇને પણ સાવધાન રહેવું પડશે.  

આળસના કારણે તમારા જરૂરી કામ અધૂરા રહી શકે છે. નોકરી અને બિઝનેસમાં તમારે સમજી-વિચારીને નિર્ણય લેવા જોઇએ. કામકાજમાં મોડું થઇ શકે છે. હાડકા સાથે સંબંધિત રોગ પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યના મામલે રૂપિયા ખર્ચ થવાના યોગ બની રહે છે.  

ધન સંબંધી મામલે તમારે સમજી-વિચારીને નિર્ણય લેવા પડશે. જોબ અને બિઝનેસમાં મહેનત વધારે રહેશે, પરંતુ મહેનતનું ફળ પણ મળશે અને તમારી ઉન્નતિ પણ થશે. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેવું પડે. ગુપ્ત દુશ્મનોના કારણે માનસિક તણાવ વધી શકે છે.  

વ્યવસાય અને યશમાં વૃદ્ધિ થશે. નોકરીમાં અનેક ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક મામલાઓને લઇને પરેશાન રહી શકો છો. બિઝનેસની શરૂઆત કરી રહ્યા છો તો સમજી-વિચારીને જ કરો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને તણાવ વધશે.  

શનિના પ્રભાવથી તમને બિઝનેસમાં સારા અવસર મળી શકે છે. લાંબી યાત્રાઓના યોગ બની રહ્યા છે. બિઝનેસના મામલે નવી યોજનાઓ બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. માતા કે ભાઈ-બહેન સાથે મતભેદ થવાની સંભાવના છે. પેટ અને ચામડી સાથે જોડાયેલાં રોગ થઇ શકે છે.  

શનિના પ્રભાવથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આ દિવસોમાં તમને કિસ્મતનો સાથ મળી શકે છે. માંગલિક કાર્યોમાં ધન ખર્ચ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. નવા અને મોટાં લોકો તમારા કામકાજના વખાણ કરી શકે છે. તમને પદ-પ્રતિષ્ઠા મળી શકે છે.  

શનિના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કોઇપણ કામ શરૂ કરતાં પહેલાં વિચાર કરી લેવો જોઇએ. આર્થિક મામલે તમને પિતા પાસેથી મદદ મળી શકે છે. જમીન, જાયદાદના મામલે તમને કિસ્મતનો સાથ મળશે. યાત્રાઓમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. નોકરી અને બિઝનેસના કામકાજમાં મોડું થઇ શકે છે.  

શનિના પ્રભાવથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. લીવર અને હાડકા સાથે જોડાયેલી પરેશાની થઇ શકે છે. દૂર સ્થાનની યાત્રાઓ થઇ શકે છે. નવા સ્થાન પર રહેવાના યોગ બનશે. બિઝનેસ માટે સમય સારો છે. ત્યાં જ, રોજમર્રાના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણય લેવો.  

સ્વાસ્થ્યના મામલે સમય ઠીક નથી. હાડકા સંબંધિત પરેશાની થઇ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે. સમજી-વિચારીને બોલવું. ફાલતૂ ખર્ચ થવાની સંભાવના છે. કોઇપણ મોટો નિર્ણય સમજી-વિચારીને લેવો. તમારા મનની વાત અથવા કોઇ ખાસ પ્લાનિંગ કોઇ સાથે શેર કરશો નહીં. અનુભવી લોકોની સલાહ લઇને જ કોઇ કામ કરો.  

તમારા કામકાજમાં બદલાવ થઇ શકે છે. નોકરી બદલવા માંગો છો તો તેની સાથે જોડાયેલાં જરૂરી કામ પૂર્ણ કરી લો. કિસ્મતનો સાથ મળી શકે છે. કાર્યસ્થળ પર સહયોગ મળશે. બિઝનેસ સાથે જોડાયેલ નવા અવસર તમને મળી શકે છે. તમારી નિર્ણય ક્ષમતા વધી શકે છે. લગ્નજીવન માટે સમય સારો છે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો