રાશિ પરિવર્તન / બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, દિવાળી ઉપર ધનલાભ મળી શકે છે

Budh Rashifal, Marqury transit in Scorpio, Budhu Rashi parivartan know effect on your life

Divyabhaskar.com

Oct 24, 2019, 10:23 AM IST

ધર્મ ડેસ્ક- દિવાળીના ચાર દિવસ પહેલાં જ 23 ઓક્ટોબરે(બુધવાર) ગ્રહોના રાજકુમાર બુધનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ રાત્રે 11-23 મિનીટે તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 7 નવેમ્બર સુધી બુધ આજ રાશિમાં રહેશે. દિવાળી પહેલાં જ બુધના રાશિ પરિવર્તનથી બધી 12 રાશિઓ પર સારી-ખરાબ અસર જોવા મળી શકે છે.

----------

મેષ રાશિ-

બુધના આ રાશિ પરિવર્તનથી મેષ રાશિવાળાને આર્થિક લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ અટવાયેલું ધન પણ પાછું આવી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને પ્રગતિની નવી તકો મળી શકે છે.

----------

વૃષભ રાશિ-

ઘરમાં સુખ-શાંતિ ટકી રહેશે અને જીવનસાથીનો મુશ્કેલીના સમયે સાથ મળશે. ઓફિસ કે વેપાર કરનારા લોકોને લાભ થઈ શકે છે. તે સિવાય મિત્રો અને સહકર્મીઓની સાથે સંબંધોમાં સુધારો થઈ શકે છે.

----------

મિથુન રાશિ-

આ રાશિના લોકોને થોડા સંભાળીને રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય અને કરિયરને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નકારાત્મક વિચારોથી દૂર રહો અને ક્રોધ પર કંટ્રોલ રાખવામાં જ ભલાઈ છે, નહીંતર કંઈપણ અશુભ થઈ શકે છે.

----------

કર્ક રાશિ-

કર્ક રાશિવાળા માટે વિદેશયાત્રા કરવાના યોગ બની રહ્યા છે, મિત્રો અને ઘરવાળાથી પૂરો સહયોગ મળશે, જો કે કોઈપણ નિર્ણય લેતા પહંલાં પોતાના શુભચિંતકોની સલાહ જરૂર લેજો, દિવાળી પહેલાં આર્થિક તંગી પણ સહન કરવી પડી શકે છે.

----------

સિંહ રાશિ-

સિંહ રાશિવાળા માટે ધનના યોગ બની રહ્યા છે, આ દિવાળી માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર વરસી શકે છે, પ્રોપર્ટી કે વેપારના ઉદ્દેશ્યથી રોકાણ કરનારા લોકોને લાભ મળી શકે છે. નોકરીયાત લોકોને પણ લાભ મળી શકે છે.

----------

કન્યા રાશિ-

વેપાર અને નોકરી કરનાર લોકોને લાભ મળી શકે છે, આત્મવિશ્વાસનું સ્તર પહેલાં કરતાં સારું રહી શકે છે, લોકો સાથે મિલનસાર હોવાનો ફાયદો મળશે, આ દરમિયાન દુશ્મનો પેદા થાય તે પહેલાં ચેતવું.

----------

તુલા રાશિ-

તુલા રાશિવાળાને પણ આર્થિક લાભ મળી શકે છે, દેવાથી મુક્તિ મળવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે, આર્થિક પક્ષ મજબૂત રહેશે, માન-સન્માનમાં વધારો થઈ શકે છે અને મિત્રોની સાથેની ખટાશ દૂર થશે.

----------

વૃશ્ચિક રાશિ-

પોતાની અંદર નકારાત્મક વિચારોને પેદા ન થવા દો, કોઈપણ કામને કરતાં પહેલાં રણનીતિ જરૂર બનાવો, આર્થિક પક્ષ મજબૂત થશે અને ધનલાભના યોગ બનશે. ધાર્મિક સ્થળે જવું સારો વિકલ્પ રહેશે.

----------

ધન રાશિ-

વડીલોના સ્વાસ્ત્યનું ખાસ ધ્યાન રાખો, નોકરી બદલવાની ઈચ્છા રાખનારા લોકો માટે આ એકદમ યોગ્ય સમય છે, કોઈપણ વ્યક્તિને દેવું લેવાથી બચવું. લોકોને આપેલ પૈસા પાછા મળવાના પણ યોગ બની રહ્યા છે.

----------
મકર રાશિ-

તમારી રાશિના 11મા ભાવમાં બુધ ગોચર કરશે. આ દરમિયાન તમારા દ્વારા કરવામાં આવતા પ્રયાસો સફળ થશે, સાથે જ તમને અનેક ક્ષેત્રોમાંથી લાભ મળશે, અંગત જીવનમાં મિત્રોની સંખ્યામાં વધારો થશે, આર્થિક રીતે આ ગોચર તમારી માટે ફાયદાકારક રહેશે, પ્રોપર્ટીમાં રોકાણ અને શેયર બજારમાં પૈસા લગાવવા ફાયદાકારક રહેશે.

----------

કુંભ રાશિ-

કરિયરમાં ઊતાર-ચઢાવ જોવા મળી શકે છે, નોકરી અને ધનના યોગ બની રહ્યા છે, જીવનસાથીની સાથે થોડો સારો સમય વિતાવવાથી પરસ્પર પ્રેમ વધશે, આ દરમિયાન તમને દાનપુણ્ય કરવું લાભદાયી રહેશે.

----------

મીન રાશિ-

આ પરિવર્તનથી વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. જીવનસાથીની સફળતાથી સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરશો. તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશો.

X
Budh Rashifal, Marqury transit in Scorpio, Budhu Rashi parivartan know effect on your life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી