યોગ / 3 ગ્રહોના યોગને લીધે વૃષભ રાશિના લોકોએ ધન સંબંધી કામોમાં સાવધાન રહેવું પડશે, સિંહ રાશિના લોકો માટે લાભની સ્થિતિ બનશે

rashifal, guru rashi parivartan, guru in dhanu rashi, shani in dhanu rashi, rashifal 2020

Divyabhaskar.com

Nov 07, 2019, 03:02 PM IST

ધર્મ ડેસ્ક- સોમવાર, 4 નવેમ્બરે ગુરુએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં પહેલાથી જ શનિ અને કેતુ સ્થિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના કહેવા પ્રમાણે આ ત્રણ ગ્રહોની યુતિ ધન રાશિમાં 1209 વર્ષ પછી બની છે. આ એક દુર્લભ યોગ છે. 16 ઓક્ટોબર 810ના રોજ ગુરુ, શનિ અને કેતુનો યોગ ધન રાશિમાં બન્યો હતો, આ દિવસે દેવઊઠી એકાદશી ઉજવવામાં આવી હતી. ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ જ છે. કેતુ હંમેશાં વક્રી રહે છે. આવી સ્થિતિમાં શનિ અને ગુરુ માર્ગી રહેશે અને કેતુ વક્રી સ્થિતમાં ધન રાશિમાં રહેશે. જાણો આ ત્રણ ગ્રહોના યોગનો બધી 12 રાશિઓ પર કેવી અસર થશે?

મેષ રાશિ-

પાછલા સમયમાં થયેલાં બધા નુકસાન ફરી ભરપાઈ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. દુશ્મનોનો નાશ થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે અને સરકારથી સહયોગ મળશે.

વૃષભ રાશિ-

ધનને લગતા કામોમાં સાવધાની રાખવી પડશે. બચત પર ધ્યાન આપવું પડશે. વધુ દેખાડો કરવાથી બચવું પડશે. ધનનો સદઉપયોગ કરો અને જરૂરી કામોમાં જ વ્યય કરો.

મિથુન રાશિ-

તમારી માટે સ્થિતિ સામાન્ય રહેશે. જરૂરી કામો થતાં રહેશે અને ધનની આવક સામાન્ય રહેશે. પરિવારની સ્થિતિ સંતોષજનક રહેશે. વિવાહ વગેરે કાર્યોની બાધાઓ દૂર થશે.

મિથુન રાશિ-

આ રાશિ માટે સમય સારો રહેશે અને બેરોજગારોને રોજગાર મળી શકે છે. નવા વસ્ત્રો અને ઘરેણાંઓ મળશે અને અન્ય ભૌતિક સુખોમાં પણ વધારો થશે.

સિંહ રાશિ-

આ ત્રણ ગ્રહોને લીધે લાભ થશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરી કરનારા લોકોને પ્રમોશનની સાથે ધનનો લાભ થઈ શકે છે. સમય દરેક પ્રકારે ફાયદાકારક રહેશે.

કન્યા રાશિ-

પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને વધારે મહેનત કરવી પડશે. જમા પૂંજી ખર્ચ કરવો પડી શકે છે.

તુલા રાશિ-

આ સમય સારો રહેશે. સ્થિતિમાં સુધારો થશે અને પ્રમોશનની તકો મળશે અને અનેક અટકેલા કામમાં ગતિ આવશે. સમય પર લક્ષ્ય પૂરું કરવામાં સફળ થશો.

વૃશ્ચિક રાશિ-

કામ કરવાની સ્થિતિ અનુકૂળ રહેશે અને વેપાર-નોકરીમાં પ્રગતિની તકો મળશે. જાન્યુઆરી 2020ના અંતે સમય વધુ સારો બની જશે.

ધન રાશિ-

લાભ મળવાના યોગ છે. ધનની આવકમાં વધારો થશે અને દેવાની સ્થિતિમાંથી સુધારો થતો જશે. ધર્મના કાર્યોમાં રસ વધશે.

મકર રાશિ-

તમારી આવક પ્રભાવિત થઈ શકે છે. સંભાળીને રહેવું પડશે અને વિવાદોથી બચવું પડશે. દરેક કામને સમજી-વિચારીને કરો.

કુંભ રાશિ-

આર્થિક લાભની સ્થિતિ બની રહી છે. સફળતાઓ મળશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો. જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે. પારિવારિક મામલાઓમાં સુધારો થશે.

મીન રાશિ-

આવકમાં ખોટ પડવાના યોગ નથી. સમયમાં સુધારો થશે. પાછલા વર્ષોમાં ચાલતી આવતી પરેશાનીઓનો અંત થશે. સ્વાસ્થ્યમાં સુધારો શક્ય છે.

X
rashifal, guru rashi parivartan, guru in dhanu rashi, shani in dhanu rashi, rashifal 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી