તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rainfall Is Likely To Occur In Navratri Due To Panchagrahi Yoga, Which Can Affect All Zodiac Signs

પંચગ્રહી યોગના કારણે નવરાત્રિમાં વરસાદ થવાની સંભાવના છે, બારેય રાશિ ઉપર અસર થઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ શનિવારે પિતૃમોક્ષ અમાસના દિવસે તર્પણ કરી ક્ષમાયાચના સાથે પિતૃઓને વિદાય અપાશે. અમાસ શનિવારે હોવાથી જ્યોતિષો પ્રમાણે આ દિવસને શુભ અને દુર્લભ યોગ માનવામાં આવે છે, જે 20 વર્ષ પછી બન્યો છે. આ સિવાય પંચગ્રહી યોગ પણ બન્યો છે, જે આ દિવસની શુભતામાં વૃદ્ધિકારક સાબિત થશે. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે સૂર્ય, બુધ, મંગળ, ચંદ્ર, શુક્રના કન્યા રાશિમાં રહેવાથી પિતૃમોક્ષ અમાસના દિવસે પંચગ્રહી યોગ બની રહ્યો છે. જે વરસાદનો યોગ બનાવી રહ્યો છે. આ ગ્રહોના કારણે નવરાત્રિના થોડાં દિવસો વરસાદ રહેશે તેવા સંકેત મળી રહ્યા છે.

ગ્રહોની સ્થિતિ જળ વૃષ્ટિનો યોગ બનાવી રહી છેઃ-
નવરાત્રિ પહેલાં શનિ અમાસના દિવસે બની રહેલાં પાંચ ગ્રહોના યોગની અસર 12 રાશિઓ ઉપર રહેશે. જેનું વિવિધ ફળ મળશે. પં. ભટ્ટ પ્રમાણે ગ્રહોની સ્થિતિના કારણે અમાસ અને નવરાત્રિના થોડાં દિવસ વરસાદ રહે તેવું અનુમાન લગાવાયું છે. આ સ્થિતિ શુભ પણ માનવામાં આવશે. આ વર્ષે નવરાત્રિમાં માતાનું વાહન હાથી હોવાથી જળવૃષ્ટિ થઇ શકે છે. પં. ભટ્ટ પ્રમાણે પિતૃમોક્ષ અને નવરાત્રિમાં જળ વૃષ્ટિ થવી દેશ અને લોકોની ઉન્નતિનો સંકેત છે.

વરસાદ પિતૃઓની તૃપ્તિનો સંકેત છે
જળને સમૃદ્ધિ, સંરચના અને વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. જળથી જ વિકાસ થાય છે. વરસાદ થવો પિતૃ તૃપ્તિનો સંકેત છે. પિતૃઓના તૃપ્ત થવાથી સમૃદ્ધિ મળે છે અને ઉન્નતિ થાય છે. નવરાત્રિમાં વરસાદ થવો દેવીની પ્રસન્નતાનો સંકેત છે. જેના દ્વારા દેશ અને લોકોની ઉન્નતિ તથા વિકાસ થશે.

છોડ વાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છેઃ-
પૃથ્વી તત્વની રાશિ કન્યામાં જળના કારક ગ્રહ ચંદ્રનું અન્ય 4 ગ્રહ સાથે હોવું વરસાદનો સંકેત આપી રહ્યું છે. એક જ રાશિ કન્યામાં પાંચ ગ્રહોનું હોવું અતિ શુભ માનવામાં આવે છે. પં. ભટ્ટ પ્રમાણે પિતૃઓને યાદ કરીને છોડ વાવવા તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું સૌથી શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ હંમેશાં પ્રસન્ન રહે છે અને વંશ વૃદ્ધિ સાથે વંશની સુરક્ષા પણ થાય છે. 

પંચગ્રહી યોગનો 12 રાશિઓ ઉપર પ્રભાવઃ-
નવરાત્રિ પહેલાં શનિ અમાસના દિવસે બની રહેલાં પંચગ્રહી યોગનો બધી રાશિઓ પર પ્રભાવ પડશે. આ 12માંથી 7 રાશિઓ ઉપર પાંચ ગ્રહોની શુભ અસર થશે અને અન્ય 5 રાશિઓ માટે સમય ઠીક રહેશે નહીં.


મેષ- સુખ પ્રાપ્તિ
વૃષભ- તણાવ
મિથુન- ધન પ્રાપ્તિ
કર્ક- કાર્ય વૃદ્ધિ
સિંહ- પ્રમોશન
કન્યા- ખર્ચ
તુલા- યશ પ્રાપ્તિ
વૃશ્ચિક- તણાવ
ધન- સન્માન લાભ
મકર- ક્લેશ
કુંભ- યાત્રા
મીન- લાભ

અન્ય સમાચારો પણ છે...