શુભ મુહૂર્ત / આ વર્ષે 22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર સાથે 4 મોટાં શુભયોગમાં ખરીદી કરી શકાશે

Pushya Nakshtra On October 22 this year, 4 Shubh Muhurat Purchasing On Pushya Nakshtra 2019

  • 27 નક્ષત્રમાંથી 8માં સ્થાને પુષ્ય નક્ષત્ર હોય છે
  • બૃહસ્પતિ અને શનિના કારણે પુષ્ય નક્ષત્ર સ્થાયી અને સમૃદ્ધિ કારક હોય છે

Divyabhaskar.com

Oct 18, 2019, 09:54 AM IST

ધર્મ ડેસ્કઃ દિવાળી પહેલાં ખરીદી માટે મંગળવારે પુષ્ય નક્ષત્ર ઉદય થઇ રહ્યો છે. આ સંયોગમાં જે પણ ખરીદી કરવામાં આવશે તે શુભ રહેશે. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે આ વર્ષે 22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર સાથે 3 ગ્રહ વિશેષ સ્થિતિમાં છે. જેના કારણે 4 મોટાં યોગ બની રહ્યા છે. તેમાં કરેલી ખરીદી ખૂબ જ શુભ રહેશે.

ખરીદીના આ મુહૂર્તમાં સંપત્તિ, સોના-ચાંદી, હીરા-મોતી અથવા ઘરની ઉપયોગી સામગ્રી ખરીદી શકાય છે. 21 ઓક્ટોબર સાંજે લગભગ 5.40 વાગે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થઇને પુષ્ય નક્ષત્ર શરૂ થઇ રહ્યો છે પરંતુ 22 ઓક્ટોબર પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય હોવાથી આ દિવસે ખરીદી અને અન્ય શુભ કામને કરવાનું મહત્ત્વ વધારે રહેશે. 22 ઓક્ટોબરે સૂર્યોદયથી સાંજે લગભગ 5 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રના સંયોગમાં ખરીદી કરી શકાશે. ત્યાર બાદ સર્વાર્થસિદ્ધિ યોગ બનવાથી રાતે પણ ખરીદીનું મુહૂર્ત બનશે.

તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિઃ-
જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે 22 ઓક્ટોબર, મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ઘમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. તેની સાથે જ સૂર્ય-ચંદ્ર સાધ્ય યોગ પણ બનાવી રહ્યો છે. ત્યાં જ, આ દિવસે સાંજે સર્વાર્થસિદ્ધિ યોગ બનશે જે બીજા દિવસે સૂર્યોદય સુધી રહેશે. આ સિવાય ચંદ્ર ઉપર બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી ગજકેસરી નામનો રાજયોગ પણ બની રહ્યો છે. આ પ્રકારે તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે દિવસભમાં 4 શુભ યોગ બનશે.

મંગળવારે પુષ્ય નક્ષત્રનો સંયોગઃ-
પં. ભટ્ટ પ્રમાણે મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરેલી ખરીદી, લેણ-દેણ અને રોકાણથી ધનની વૃદ્ધિ થાય છે. આ સૌભાગ્ય અને સમૃદ્ધિ વધારતો શુભ યોગ છે. મંગળવાર હોવાથી આ શુભયોગમાં પ્રોપર્ટી, વાહન, અગ્નિ, શક્તિ-ઊર્જા વધારતી વસ્તુઓ અને સોના તથા તાંબાથી બનેલી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ મનાય છે. આ સિવાય આ દિવસે પરિવારના પોષણમાં મદદગાર થતી વસ્તુઓની ખરીદી પણ કરી શકાય છે.

જમીન-મકાનમાં રોકાણ કરવું-ઃ-
મંગળ-પુષ્ય નક્ષત્રમાં સોના, ચાંદી, તાંબા જેવી ધાતુઓની ખરીદી કરવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવમાં વૃદ્ધિ થશે. સાથે જ, જમીન, મકાનમાં રોકાણ કરવું ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સિવાય વાહન, ફર્નીચર, જ્વેલરી અને અન્ય ઘરેલૂ સામાનની ખરીદી કરવી પણ અતિ શુભ ફળદાયી રહેશે. 22 ઓક્ટોબરે ગુરૂ પ્રધાન ધન લગ્ન સવારે 11.10 થી બપોરે 12.40 સુધી રહેશે. મીન લગ્ન સાંજે 04:10 થી 5 વાગ્યા સુધી રહેશે. આ સમયે ખરીદીનું મહત્ત્વ વધારે રહેશે.

બધી જ રાશિઓ માટે ખરીદી શુભ રહેશેઃ-
મંગળ પુષ્ય નક્ષત્ર બધી રાશિ માટે સુખ-સમૃદ્ધિ લઇને આવશે. કોઇપણ રાશિના વ્યક્તિ તેમની સુવિધાનુસાર બધા જ પ્રકારની ધાતુઓ ખરીદી શકે છે. જો કોઇને આર્થિક પરેશાની હોય તો તેઓ અંશ માત્રાનું સોનું કે ચાંદીની ખરીદી જરૂર કરે. આવનાર સમય તેમની માટે શુભકારી સાબિત થઇ શકે છે.

પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતાં માંગલિક કાર્યઃ-

આ મંગળકર્તા નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે સમૃદ્ધિ ચિરસ્થાયી રહે છે.
જ્ઞાન અને વિદ્યાભ્યાસ માટે દિવસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ દિવસે આધ્યાત્મિક કાર્ય કરી શકાય છે.
મંત્ર, યંત્ર, પૂજા, જાપ અને અનુષ્ઠાન માટે પણ આ દિવસ શુભ છે.
આ દિવસે માતા લક્ષ્મીની ઉપાસના અને શ્રીયંત્રની ખરીદી કરીને જીવનમાં સમૃદ્ધિ લાવી શકાય છે.
આ શુભ નક્ષત્ર દરમિયાન લગ્નને સિવાય દરેક પ્રકારના ધાર્મિક અને આર્થિક કાર્યોથી જાતકોની ઉન્નતિ થાય છે.

X
Pushya Nakshtra On October 22 this year, 4 Shubh Muhurat Purchasing On Pushya Nakshtra 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી