જ્યોતિષ / 21 નવેમ્બરે ધન રાશિમાં શુક્રના પ્રવેશથી ચતુર્ગ્રહી યોગ બનશે, 4 રાશિઓ માટે સમય ઠીક રહેશે નહીં

Planets Transit Horoscope: Venus enters Sagittarius on 21st November, 4 zodiac signs will suffer

  • નક્ષત્રોની ઉથલ-પુથલથી 12માંથી 4 રાશિઓ માટે શુભ અને અન્ય 8 રાશિઓ માટે મિશ્રિત સમય રહેશે.

Divyabhaskar.com

Nov 20, 2019, 08:33 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ હાલ ધન રાશિમાં શનિ, કેતુ અને બૃહસ્પતિ છે. 21 નવેમ્બર એટલે ગુરૂવારથી શુક્ર પણ આ રાશિમાં આવી જશે. જેનાથી ચતુર્ગ્રહી યોગ બનશે. ત્યાર બાદ ડિસેમ્બરમાં સૂર્ય અને બુધ આ ગ્રહો સાથે આવી જશે. ગ્રહોની આ સ્થિતિ 14 જાન્યુઆરી સુધી રહેશે. જેનાથી અનેક લોકોની જોબ અને બિઝનેસમાં મોટાં બદલાવ આવવાની સંભાવના છે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોના સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. નક્ષત્રોની આવી સ્થિતિની અસર બધી જ રાશિઓ પર રહેશે.

કયો ગ્રહ ક્યારે રાશિ બદલશેઃ-
ધન રાશિમાં સ્થિત શનિ, શુક્ર અને કેતુ એકબીજાના મિત્ર છે, પરંતુ તે બૃહસ્પતિના દુશ્મન ગ્રહ છે. 16 ડિસેમ્બર બાદ સૂર્ય પણ આ ગ્રહો સાથે રહેશે. ત્યાર બાદ 25 ડિસેમ્બરે શુક્ર ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરશે. પરંતુ બુધના આ પરિવર્તનથી ધન રાશિમાં ફરી 5 ગ્રહ આવી જશે. આ પ્રકારે ગ્રહોની ઉથલ-પુથલ હોવાથી અનેક લોકોના જીવનમાં મોટાં બદલાવ આવી શકે છે. ગ્રહોની આ સ્થિતિ 14 જાન્યુઆરી સુધી રહેશે.

ગ્રહોની અસર કેવી થશેઃ-
ધન રાશિમાં 4 ગ્રહો એટલે બૃહસ્પતિ, શુક્ર, શનિ અને કેતુ એકસાથે હોવાથી મોટાભાગના લોકો માટે સમય ઠીક રહેશે. સમય થોડો ઉથલ-પુથલવાળો રહી શકે છે. પરંતુ જે પણ નવા બદલાવ થશે તેની પોઝિટિવ અસર વધારે જોવા મળશે. ગ્રહોની આ સ્થિતિના પ્રભાવથી અનેક અનેક લોકોની નવી જવાબદારીઓ મળી શકે છે. અટકાયેલાં કામ શરૂ થઇ શકે છે. ત્યાં જ, ડિસેમ્બર મહિનામાં દુશ્મન ગ્રહોની યુતિ બનવાથી અનેક લોકો માટે વિવાદ અને તણાવવાળો સમય રહેશે અને સમસ્યાઓ પણ વધી શકે છે.

12 રાશિઓ ઉપર ગ્રહોની સ્થિતિની અસરઃ-

શુભ: મેષ, કર્ક, વૃશ્ચિક અને કુંભ
અશુભ: વૃષભ, મિથુન, ધન અને મકર
સામાન્ય: સિંહ, કન્યા, તુલા અને મીન

X
Planets Transit Horoscope: Venus enters Sagittarius on 21st November, 4 zodiac signs will suffer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી