દુર્લભ ખગોળીય ઘટના / મંગળ ગ્રહ ચંદ્રની એકદમ નજીક આવી ગયો, આવનાર 7 દિવસમાં અન્ય 3 ગ્રહો ઝીરો ડિગ્રીએ રહેશે

Planets Position Will be Special in Upcoming 7 days Jupiter Saturn and Venus will be Very Close to Moon

 • 28 જાન્યુઆરી સુધી ચંદ્ર પાસે ઝીરો ડિગ્રીએ બૃહસ્પતિ(ગુરૂ), શનિ અને શુક્ર પહોંચશે
 • આ ગ્રહો 6 થી 7 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે, આ દ્રશ્ય ટેલિસ્કોપથી જોઇ શકાશે

વિનય ભટ્ટ

વિનય ભટ્ટ

Jan 22, 2020, 09:36 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ મંગળ ગ્રહ મંગળવારે પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરીને ચંદ્રની નજીક ઝીરો ડિગ્રીએ પહોંચી ગયો છે. મંગળ ગ્રહ ચંદ્રની નજીક આવતાં પૃથ્વીના વાતાવરણમાં બફારો અને ગરમી વધી શકે છે. સાથે જ, 28 જાન્યુઆરી સુધી ત્રણ અન્ય ભૌગોલિક ઘટનાઓ ઘટશે. 23 જાન્યુઆરીએ બૃહસ્પતિ, 24એ શનિ અને 28 જાન્યુઆરીએ શુક્ર ચંદ્રની નજીક ઝીરો ડિગ્રીએ આવી જશે. દરેક ગ્રહ 6 થી 7 કલાક સુધી આ સ્થિતિમાં રહેશે. ત્રણેય ગ્રહ ટેલિસ્કોપની મદદથી જોઇ શકાશે.

જીવાજી વેદ્યશાળા ઉજ્જૈનના ઓબ્ઝર્વર ભરત તિવારી જણાવે છે કે, ખગોળીય ભાષામાં તેને કંજેક્શન અથવા યુતિ કહી શકાય છે. ચંદ્રની નજીક ઝીરો ડિગ્રીએ ગ્રહોનું આવવું સામાન્ય છે, પરંતુ એક જ અઠવાડિયામાં એક-એક કરીને ચાર ગ્રહની આવી સ્થિતિ બનવી દુર્લભ સંયોગ કહી શકાય છે. ગ્રહોની આ સ્થિતિના પ્રભાવથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે.

ક્યારે કયો ગ્રહ ચંદ્રની નજીક રહેશેઃ-

 • 20 જાન્યુઆરીએ રાતે 12.44 એ ચંદ્ર પાસે મંગળ 0 ડિગ્રીએ આવી ગયો હતો. દક્ષિણ દિશામાં આ સ્થિતિને જોવામાં આવી છે.
 • 23 જાન્યુઆરીએ બપોરે 2.45 એ બૃહસ્પતિ ચંદ્રની નજીક આવી જશે. તેને પશ્ચિમ દિશામાં જોઇ શકાશે.
 • 24 જાન્યુઆરીએ ચંદ્ર પાસે શનિ ગ્રહના આવી જવાથી પૃથ્વી, ચંદ્ર અને શનિ ત્રણેય એક જ લાઇનમાં રહેશે. આ સ્થિતિ બપોરે 2.08 વાગ્યે બનશે. શનિને પશ્ચિમ દિશામાં ચંદ્ર પાસે જોઇ શકાશે.
 • 28 જાન્યુઆરીએ સાંજે 7.28 વાગ્યે શુક્ર, ચંદ્ર પાસે આવી જશે. તેને ઉત્તર દિશામાં ચંદ્ર પાસે જોઇ શકાશે.

પૃથ્વીથી ઝીરો ડિગ્રીએ એટલે એકદમ નજીકઃ-
ઝીરો ડિગ્રી વિશે તિવારી જણાવે છે કે, જ્યારે ચંદ્રની નજીકથી બૃહસ્પતિ પસાર થશે તો તે બપોરે 2.45 વાગ્યે પશ્ચિમ દિશામાં ઝીરો ડિગ્રીએ જોવા મળશે. અહીં ઝીરો ડિગ્રીનો અર્થ છે બિલકુલ નજીક. આવી જ સ્થિતિ શુક્રવારે પશ્ચિમ દિશામાં બપોરે 2.08 વાગ્યે શનિ અને 28 જાન્યુઆરીએ ઉત્તર દિશામાં સાંજે 7.28 વાગ્યે શુક્ર સાથે બનશે.

વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળશેઃ-
ભરત તિવારી પ્રમાણે આ ભૌગોલિક ઘટનાઓના કારણે વાતાવરણમાં અચાનક બદલાવ આવી જશે. દિવસમાં ગરમી વધશે. રાતે ઠંડી વધારે રહેશે. દેશના થોડાં ભાગમાં અચાનક વરસાદ થવાની સંભાવના છે. ધૂમસ પણ વધી શકે છે. થોડાં દેશમાં કોઇ પ્રાકૃતિક આફત પણ આવી શકે છે. દેશની સીમાઓ ઉપર પણ ભૌગોલિક અને પ્રાકૃતિક બદલાવ આવે તેવી સંભાવના છે.

આ વખતે સુદ પક્ષ 15 નહીં 16 દિવસનો રહેશેઃ-
કાશી વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે અમાસ બાદ શરૂ થતો માહ મહિનાનો સુદ પક્ષ આ વખતે 15 નહીં 16 દિવસનો રહેશે. આ પક્ષમાં તીજ તિથિ વધી જવાથી આવી સ્થિતિ બનશે. જ્યોતિષ ગ્રંથમાં સુદ પક્ષના દિવસોનું વધવું શુભ માનવામાં આવે છે. આ સ્થિતિ દેશમાં સુખ, ધન અને સંપત્તિ વધવાનો સંકેત આપે છે.

મોટા રાજનૈતિક બદલાવ જોવા મળી શકે છેઃ-

 • કાશીના જ્યતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે ચંદ્ર અઢી દિવસમાં એક રાશિ બદલીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસોમાં ચંદ્ર વૃશ્ચિકથી કુંભ સુધી જશે. તેનાથી આ રાશિમાં સ્થિત ગ્રહો સાથે ચંદ્રની યુતિ બનશે. તેનાથી અચાનક વાતાવરણમાં બદલાવ આવે તેવી સંભાવના છે.
 • ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે આ દિવસોમાં ચંદ્ર મંગળ સાથે મહાલક્ષ્મી યોગ, બૃહસ્પતિ સાથે ગજકેસરી યોગ અને શનિ સાથે વિષયોગ બનાવશે. આ 2 શુભ અને 1 અશુભ ગ્રહના પ્રભાવથી દેશમાં આવનાર દિવસોમાં મોટાં રાજનૈતિક બદલાવ જોવા મળશે. દેશની સીમાઓ સાથે જોડાયેલાં મોટાં નિર્ણયો પણ લેવાઇ શકે છે.
 • રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ પ્રમાણે આ દિવસોમાં શનિના રાશિ પરિવર્તનથી સૂર્ય અને શનિ એક રાશિમાં આવી જશે. ત્યાં જ, ચંદ્ર ધન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનાવશે. તેનાથી દેશમાં બદલાવની સ્થિતિઓ બની શકે છે. ત્યાં જ, રાહુ-કેતુ અને શનિના કારણે સીમાઓ ઉપર તણાવ વધી શકે છે.
X
Planets Position Will be Special in Upcoming 7 days Jupiter Saturn and Venus will be Very Close to Moon

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી