ગ્રહ સ્થિતિ / સપ્ટેમ્બર મહિનામાં શનિની ચાલ બદલાશે, 17મીએ સૂર્ય અને 24મીએ મંગળ રાશિ બદલશે

planets in kundli, surya rashi parivartan, mangal in kanya rashi

  • 2019ના સપ્ટેમ્બર મહિનામાં ક્યારે કયો ગ્રહ રાશિ બદલશે તેની વિગતો

Divyabhaskar.com

Sep 03, 2019, 12:12 PM IST

ધર્મ ડેસ્ક. વર્ષ 2019નો નવમો મહિનો એટલે સપ્ટેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિને શનિગ્રહ વક્રીથી માર્ગી થશે પરંતુ રાશિ નહીં બદલે. ગુરૂ, શનિ અને રાહુ કેતુ સિવાય તમામ ગ્રહો રાશિ બદલશે. પંચાગ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કયો ગ્રહ રાશિ બદલશે તે અંગેની વિગતો અહીં પ્રસ્તુત છે.

સપ્ટેમ્બરમાં ગ્રહોની સ્થિતિ

સૂર્ય - મહિનાની શરૂઆતમાં સિંહ રાશિમાં છે. 17 સપ્ટેમ્બરથી આ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
ચંદ્ર - મહિનાના પ્રારંભે ચંન્દ્ર કન્યા રાશિમાં છે. 2 સપ્ટેમ્બરે તુલામાં પ્રવેશ કર્યો છે, 4 તારીખે વૃશ્ચિકમાં જશે અને ત્યારબાદ દર અઢી દિવસે ચંદ્ર રાશિમાં બદલશે.
મંગળ - આ ગ્રહ મહિનાની શરૂઆતમાં સિંહ રાશિમાં છે. 24 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
બુધ - મહિનાની શરૂઆતમાં બુધ સિંહ રાશિમાં છે. 10 તારીખે કન્યામાં પ્રવેશ કરશે, ત્યારબાદ 29 સપ્ટેમ્બરે તુલા રાશિમાં જશે.
ગુરૂ - આ ગ્રહ વૃશ્ચિક રાશિમાં માર્ગી થશે.
શુક્ર - મહિનાના પ્રારંભે શુક્ર સિંહ રાશિમાં છે. 9 તારીખે કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
શનિ - આ ગ્રહ ધન રાશિમાં વક્રી છે. 18 સપ્ટેમ્બરે શનિ ચાલ બદલશે અને વક્રીથી માર્ગી થઈ જશે.
રાહુ અને કેતુ - આ બંને ગ્રહ હંમેશા વક્રી રહે છે. રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં શનિ સાથે રહેશે.

X
planets in kundli, surya rashi parivartan, mangal in kanya rashi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી