ગ્રહસ્થિતિ / ઓગસ્ટમાં ગુરૂની ચાલ બદલાશે, 8મીએ મંગળ અને 17મીએ સૂર્ય રાશિ બદલશે

Planets in kundli, kundli reading, surya rashi parivartan

 • 2019ના ઓગસ્ટ મહિનામાં ક્યારે કયો ગ્રહ રાશિ બદલશે તે અહીં દર્શાવ્યું છે

Divyabhaskar.com

Aug 02, 2019, 11:37 AM IST

ધર્મ ડેસ્ક. 2019નો ઓગસ્ટ મહિનો પ્રારંભ થતાની સાથે જ પવિત્ર શ્રાવણ માસની પણ શરૂઆત થઈ ચૂકી છે. આ મહિનામાં ગુરૂ ગ્રહ વક્રી માર્ગી થશે, પરંતુ રાશિ નહીં બદલે. હિન્દુ કેલેન્ડર મુજબ ઓગસ્ટ મહિનામાં ક્યારે કયો ગ્રહ રાશિ બદલશે તે અહીં દર્શાવ્યું છે...

ઓગસ્ટ મહિનામાં ગ્રહોની સ્થિતિ

 • સૂર્ય - મહિનાની શરૂઆતમાં જ સૂર્ય કર્ક રાશિમાં છે. 16 ઓગસ્ટની રાત્રે આ ગ્રસ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
 • ચંદ્ર - 1 ઓગસ્ટથી ચંન્દ્ર કર્ક રાશિમાં છે. 2 તારીખ બપોર પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ દર અઢી દિવસે ચંદ્ર રાશિ બદલશે.
 • મંગળ - મહિનાની શરૂઆતમાં મંગળ કર્ક રાશિમાં છે. 8 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
 • બુધ - મિથુન રાશિમાં વક્રી છે. 1 ઓગસ્ટ સાંજથી તે માર્ગી થયો છે. 3 તારીખ શુક્રવારના રોજ તે કર્કમાં જશે. 26 તારીખે સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
 • ગુરૂ - ગુરૂ હાલમાં વૃશ્ચિક રાશિમાં વક્રી છે. 11 ઓગસ્ટે માર્ગી થશે.
 • શુક્ર - મહિનાની શરૂઆતમાં શુક્ર કર્ક રાશિમાં છે. 16 ઓગસ્ટનાં રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
 • શનિ - આ ગ્રહ હાલ વક્રી છે અને આખો મહિનો ધન રાશિમાં જ રહેશે.
 • રાહુ - કેતુ : આ બંને ગ્રહ હંમેશાં વક્રી રહે છે. રાહુ મિથનુ રાશિમાં અને કેતુ ધન રાશિમાં શનિ સાથે રહેશે
X
Planets in kundli, kundli reading, surya rashi parivartan

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી