ગ્રહ સ્થિતિ / જુલાઈમાં ગુરુ, શનિ અને રાહુ-કેતુ રાશિ બદલશે નહીં, આ ચાર ગ્રહ વક્રી રહેશે

Planetary Transits in July 2019,

Divyabhaskar.com

Jul 01, 2019, 05:00 PM IST

ધર્મ ડેસ્ક : જુલાઈ મહિનામાં ગુરુ, શનિ અને રાહુ-કેતુને બાદ કરતા પાંચ ગ્રહ રાશિ બદલશે. જુલાઈ મહિનામાં ગ્રહોની સ્થિતિ શું રહેશે તે જોઈએ.


સૂર્ય : જુલાઈની શરૂઆતમાં સૂર્ય મિથુન રાશિમાં રહેશે. 17 જૂનના રોજ આ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.


ચંદ્ર : 1 જુલાઈએ ચંદ્ર વૃષભ રાશઇમાં રહેશે. 1 તારીખની રાતે તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી દર અઢી દિવસે ચંદ્ર રાશિ બદલશે.


મંગળ ગ્રહ : આ ગ્રહ આખો મહિનો કર્ક રાશિમાં રહેશે.


બુધ ગ્રહ : આ ગ્રહ કર્ક રાશિમાં છે. 8 જુલાઈની રાતે તે વક્રી થશે. 29 જુલાઈની રાતે તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે.


ગુરુ ગ્રહ : આ ગ્રહ હાલ વક્રી છે અને આખો મહિનો વૃશ્ચિક રાશિમાં રહેશે.


શુક્ર ગ્રહ : મહિનાની શરૂઆતમાં શુક્ર ગ્રહ મિથુન રાશિમાંછે. 23 જુલાઈના રોજ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે.


શનિ ગ્રહ : આ ગ્રહ હાલ વક્રી છે. આખો મહિનો તે ધન રાશિમાં રહેશે.


રાહુ- કેતુ : આ બન્ને ગ્રહ હંમેશા વક્રી રહે છે. રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં શનિ સાથે રહેશે.

X
Planetary Transits in July 2019,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી