નવેમ્બરની ગ્રહસ્થિતિ / 4 નવેમ્બરે ગુરુ રાશિ બદલી રહ્યો છે, સૂર્ય 17 તારીખે તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે

planets in kundli, planets position in November 2019, astrology, surya ka rashi parivartan

  • શનિ, રાહુ-કેતુને છોડીને બાકીના બધા 6 ગ્રહો નવેમ્બરમાં રાશિ બદલી દેશે

Divyabhaskar.com

Nov 01, 2019, 05:23 PM IST

ધર્મ ડેસ્ક- નવો મહિનો નવેમ્બર શરૂ થઈ ગયો છે. જ્યોતિષમાં કુલ નવ ગ્રહો જણાવ્યા છે, આ નવ ગ્રહોમાંથી છ ગ્રહો નવેમ્બરમાં રાશિ બદલી રહ્યા છે. શનિ, રાહુ-કેતુ રાશિ નહીં બદલે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગ્રહોના રાશિ પરિવર્તનની અસર બધી 12 રાશિઓ ઉપર થાય છે. જાણો હિન્દુ પંચાંગ પ્રમાણે નવેમ્બરમાં કયા-કયા ગ્રહ રાશિ બદલી રહ્યા છે-

સૂર્ય- મહિનાની શરૂઆતમાં આ ગ્રહ તુલા રાશિમાં છે અને 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

ચંદ્ર- 1 નવેમ્બરે ચંદ્ર ધન રાશિમાં છે અને 3 તારીખે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યરબાદ દર અઢી દિવસે ચંદ્ર રાશિ બદલશે.

મંગળ- આ ગ્રહ 10 તારીખ સુધી કન્યા રાશિમાં રહેશે, ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરેશે.

બુધ- બુધ હાલ વૃશ્ચિક રાશિમાં વક્રી છે. 7 નવેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 21 નવેમ્બરે આ ગ્રહ ફરીથી માર્ગી થઈ જશે.

ગુરુ- આ મહિને ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ ગ્રહ લગભગ 13 મહિના પછી રાશિ બદલે છે. ગુરુ 4 નવેમ્બરે રાશિ બદલીને વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં પ્રવેશ કરશે.

શુક્ર- આ ગ્રહ હાલ વૃશ્ચિક રાશિમાં છે અને 21 તારીખે ધન રાશિમાં પ્રવેશ કરશે. 28 તારીખે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.


શનિ- આ ગ્રહ રાશિ નહીં બદલે અને આખો મહિનો ધન રાશિમાં રહેશે.

રાહુ-કેતુ- આ બંને ગ્રહો હંમેશા વક્રી રહે છે. આ મહિને રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં રહેશે.

X
planets in kundli, planets position in November 2019, astrology, surya ka rashi parivartan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી