ગ્રહ પરિવર્તન / જૂનમાં ગુરુ, શનિ, રાહુ-કેતુ વક્રી રહેશે, રાશિ બદલશે નહીં

Planetary Position in June 2019
X
Planetary Position in June 2019

divyabhaskar.com

Jun 01, 2019, 10:41 AM IST

 

ધર્મ ડેસ્ક : જૂન મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં ગુરુ, શિન અને રાહુ-કેતુ સિવાય બાકીના પાંચ ગ્રહ રાશિ બદલશે. આ મહિનામાં ગ્રહોની સ્થિતિ શું રહેશે તે જોઈએ.

જૂનમાં ગ્રહોની સ્થિતિ

1. સૂર્ય

જૂનની શરૂઆતમાં સૂર્ય ગ્રહ વૃષભ રાશિમાં છે. 15 જૂનના રોજ તે મિથુન રાશિમાં પ્રેવશ કરશે.
 

2. ચંદ્ર

1 જૂનના રોજ ચંદ્ર મેષ રાશિમાં છે. 2 તારીખે તે વૃષભ રાશિમાં પ્રેવેશ કરશે. ત્યાર પછી દર અઢી દિવસે ચંદ્ર રાશિ બદલશે.
 

3. મંગળ

આ ગ્રહ હાલ મિથુન રાશિમાં છે. 22 જૂનનાં રોજ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
 

4. બુધ

એક જૂનની રાતથી બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 20 જૂનના રોજ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
 

5. ગુરુ

આ ગ્રહ હાલ વક્રિ છે અને આખો મહિનો વૃશ્ચિક રાશિમાં રહેશે.
 

6. શુક્ર

મહિનાની શરૂઆતમાં શુક્ર મેષ રાશિમાં છે.4 જૂનના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 28 જૂનના રોજ શુક્ર રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
 

7. શનિ

આ ગ્રહ હાલ વક્રી છે અને આખો મહિનો ધન રાશિમાં રહેશે.
 

8. રાહુ-કેતુ

આ બન્ને ગ્રહ હંમેશા વક્રી રહે છે.જૂનમાં રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં રહેશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી