ફળ પ્રાપ્તિ / કપરા સમયમાં દરેક જાતકે પોતાના ઈષ્ટની નિયમિત ઉપાસના કરવી જોઈએ

Pastoral planetary rotation, Worship of Ishta Deva

Divyabhaskar.com

Jul 24, 2019, 05:41 PM IST

ધર્મ ડેસ્ક. કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ ગ્રહોમાં કરવામાં આવે તો એનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આવું એટલે જ કહેવાય છે કે, જે કાર્ય આપણે કરીએ એનું સકારાત્મક પરિણામ નિશ્ચિત રીતે આવે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ગોચર ગ્રહ પરિભ્રમણમાં નવ ગ્રહો પૈકી ત્રણ ગ્રહો જેમાં બુધ, ગુરુ અને શનિ હાલમાં વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે. આ ભ્રમણ લાંબા સમય સુધી રહેશે.

આવતીકાલથી સંપત્તિ કારક શુક્ર ગ્રહનો અસ્ત થાય છે. જેને કારણે મુખ્યત્વે વેપાર- ધંધા રોજગારી તેમજ બેન્કિંગ વ્યવહારોમાં મંદિનું પ્રમાણ વધે. લેબરની અછત વધે. મજુરના પ્રશ્ર્નો, મજુર યુનિયનના તકરારી તેમજ કામદારના રાજી- નારાજગીના પ્રશ્નો પેચીદા બને. વરસાદ અમુક જગ્યાએ પડે, અમુક જગ્યાએ ન પડે તેમજ તેનાથી પાણીની સમસ્યા સર્જાય. રોગો ફેલાય તેમજ કુદરતી અશુભ એંધાણ નિશ્ચિત મનાઇ રહ્યા છે. શેરબજારમાં મોટા ચઢાવ-ઉતાર થઈ શકે તેમજ બેન્કિંગ પોલીસી મા અદભુત પરિવર્તન આવી શકે! સત્તાના ક્ષેત્રે બિરાજમાન મહાનુભાવો નીતિવિષયક નિર્ણય કદાચ ખોટો લઈ શકે? આવા કપરા સમયમાં દરેક જાતકે હંમેશા પોતાના ઈષ્ટની નિયમિત ઉપાસના કરવી જોઈએ.

X
Pastoral planetary rotation, Worship of Ishta Deva

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી