પર્વ / મહાશિવરાત્રિએ શનિ ગ્રહના લીધે રાજયોગ બનશે, 1961માં 5 ગ્રહો આ જ સ્થિતિમાં હતાં

On this Shivaratri, Raja Yoga will be made from Saturn, in 1961, 5 planets had similar situation

  • ગ્રંથોમાં મહાશિવરાત્રિને સિદ્ધ રાત્રિ કહેવામાં આવે છે, આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે

Divyabhaskar.com

Feb 07, 2020, 09:51 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ મહાશિવરાત્રિ પર્વ 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ વર્ષે લગભગ 59 વર્ષ બાદ ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે. કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ વર્ષે શનિ પોતાની જ રાશિ મકરમાં થઇને પંચમહાપરૂષ યોગમાંથી શશયોગ બનાવી રહ્યો છે. જે રાજયોગ છે. સાથે જ, મકર રાશિમાં શનિ અને ચંદ્ર રહેશે, કુંભમાં સૂર્ય-બુધની યુતિ રહેશે. શુક્ર પોતાની જ ઉચ્ચ રાશિ મીનમાં રહેશે. આ પહેલાં ગ્રહોની આવી સ્થિતિ 1961માં બની હતી.

શિવરાત્રિ એટલે સિદ્ધ રાત્રિઃ-
ગ્રંથોમાં 3 પ્રકારની વિશેષ રાત્રિ જણાવવામાં આવી છે. જેમાં શરદ પૂનમને મોહરાત્રિ, દિવાળીને કાલરાત્રિ તથા મહાશિવરાત્રિને સિદ્ધ રાત્રિ કહેવામાં આવી છે. આ વર્ષે મહાશિવરાત્રિ ઉપર ચંદ્ર અને શનિની મકરમાં યુતિ સાથે શશ યોગ બની રહ્યો છે. મોટાભાગે શ્રવણ નક્ષત્રમાં આવતી શિવરાત્રિ અને મકર રાશિના ચંદ્રનો યોગ બને છે. જ્યારે આ વર્ષે 59 વર્ષ બાદ શનિના મકર રાશિમાં હોવાથી તથા ચંદ્રનો સંચાર અનુક્રમમાં શનિના વર્ગોત્તમ અવસ્થામાં શશયોગનો સંયોગ બની રહ્યો છે. ચંદ્ર મન તથા શનિ ઊર્જાનો કારક ગ્રહ છે. આ યોગ સાધના અને પૂજાપાઠની સિદ્ધિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ચંદ્રને મન તથા શનિને વૈરાગ્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેના સંયોગમાં કરવામાં આવતી શિવપૂજાથી શુભફળ વધી જાય છે.

સર્વાર્થસિદ્ધિનો સંયોગ રહેશેઃ-
જ્યોતિષાચાર્ય પં. મિશ્રાએ જણાવ્યું કે, મહાશિવરાત્રિએ સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં શિવ-પાર્વતીનું પૂજન શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. શાસ્ત્રીય વિધિ-વિધાન પ્રમાણે શિવરાત્રિનું પૂજન નિશીથકાળમાં કરવું સર્વશ્રેષ્ઠ રહેશે. જોકે, રાત્રિના ચારેય પ્રહરમાં પોતાની સુવિધાનુસાર આ પૂજા કરી શકો છો.

આ રીતે પૂજા કરો, રાત્રિ જાગરણનું વિધાન પણ છેઃ-
માટીના લોટામાં પાણી અથવા દૂધ ભરીને, ઉપરથી બીલીપાન, આક-ધતૂરાના ફૂલ, ચોખા વગેરે રાખીને શિવલિંગ ઉપર ચઢાવો. શિવપુરાણનો પાઠ અને મહામૃત્યુંજય મંત્રનો અથવા શિવના પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ આ દિવસે કરવો જોઇએ. સાથે જ, મહાશિવરાત્રિના દિવસે રાત્રિ જાગરણનું પણ વિધાન છે.

X
On this Shivaratri, Raja Yoga will be made from Saturn, in 1961, 5 planets had similar situation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી