શુક્રનું રાશિ પરિવર્તન / વૃષભ રાશિને લાભ કરાવશે, 12 રાશિ ઉપર તેની કેવી અસર પડશે?

shukra grah rashi parivartan 28 June 2019
X
shukra grah rashi parivartan 28 June 2019

Divyabhaskar.com

Jun 28, 2019, 05:55 PM IST

ધર્મ ડેસ્ક: શુક્ર ગ્રહ તુલા રાશિનો સ્વામી છે. આ ગ્રહ આજે (28 જૂન) રાત્રે એક વાગ્યે રાશિ બદલશે. શુક્ર વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલાથી જ સૂર્ય બિરાજમાન છે. 17 જૂલાઈ સુધી બન્ને ગ્રહ મિથુન રાશિમાં યોગ બનાવશે. ત્યાર પછી સૂર્ય કર્ક રાશઇમાં પ્રવેશ કરશે. શુક્ર 23 જૂલાઈ સુધી મિથુન રાશિમાં રહેશે.આ ગ્રહ સુંદરતાનો કારક છે. શુક્ર શુભ હોવાથી જાતક સુંદરતા તરફ આકર્ષિત થાય છે. સાથે તેને દરેક પ્રકારનું સુખ મળે છે. શુક્રની અશુભ સ્થિતિ જીવનમાં અંધકાર લાવે છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અહીં જણાવી રહ્યા છે કે 12 રાશિ પર આ પરિવર્તનની કેવી અસર પડશે.

શુક્ર ગ્રહના પરિવર્તનની 12 રાશિ ઉપર અસર

મેષ રાશિ : આ રાશિમાં શુક્ર તૃતિય ભાવમાં પરિવર્તન કરશે. આ ગ્રહ જૂના મિત્રો સાથે મિલન કરાવશે. પરિવારની સ્થિતિમાં સુધારો કરશે. મહેનત વધારે કરવી પડશે.
 

વૃષભ રાશિ : 28 જૂનના રોજ શુક્ર આ રાશિને છોડી દેશે. શુક્રનું પરિવર્તન આ રાશિમાં બીજા ભાવમાં થઈ રહ્યુ છે, જે લાભ કરાવશે. સંતાન સુખ આપશે. જાતક પોતાના માટે સમય કાઢી શકશે.
 

મિથુન રાશિ  : આ રાશિમાં પ્રથમ ભાવમાં પરિવર્તન થઈ રહ્યું છે. કામમાં વધારે મહેનત કરવી પડશે. રોકાણથી બચવું તમારા માટે લાભકારક છે.
 

કર્ક રાશિ  :  આ રાશિમાં દ્વાદશ ભાવમાં પરિવર્તન થઈ રહ્યુ છે. શુક્ર આ રાશિના જાતકોના લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી કરશે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પ્રેમ પ્રસંગમાં નિરાશા મળશે. કામનું ભારણ રહેશે.

સિંહ રાશિ  : આ રાશિ માટે શુક્રનું પરિવર્તન એકાદશ ભાવમાં થઈ રહ્યું છે જે કોર્ટના કાર્યો માં સફળતા અપાવશે. નવી યોજનાઓ પૂરી કરવા માટે જવાબદારી મળશે. સમય તમારા માટે અનુકૂળ રહેશે.

કન્યા રાશિ  : આ રાશિ માટે શુક્રનું પરિવર્તન દશમ ભાવમાં થઈ રહ્યું છે. અટવાયેલા કામમાં ગતિ મળશે. કામ સમયસર પૂરા થશે. અટવાયેલા પૈસા પણ પરત મળશે.
 

તુલા રાશિ  : આ પરિવર્તન તુલા રાશિ માટે નવમાં ભાવમાં થઈ રહ્યું છે. જે જાતકના પ્રભાવમાં વધારો કરશે. વધારે પડતો આત્મવિશ્વાસ ન રાખવો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ધીરજ રાખવી. લગ્નજીવનમાં ખુશી લાવશે. 
 

વૃશ્ચિક રાશિ  : આ પરિવર્તન અષ્ટમ ભાવમાં થઈ રહ્યું છે. શુક્ર આ રાશિના જાતકોને ધનલાભ કરાવશે. વડીલનો સહકાર મળશે. મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનશો.
 

ધન રાશિ  : સાતમાં ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યું છે. જે જાતકના ઉત્સાહમાં વધારો કરશે. વિચારો હકારાત્મક રહશે. ધનલાભનો હોય બને છે. જૂની યોજનામાં સફળતા મળશે.
 

મકર રાશિ  : આ પરિવર્તન ષષ્ઠમ ભાવમાં થઈ રહ્યું છે. જે કામનું ભારણ વધારશે. મહેનત વધારે કરવી પડશે. લાભ ઓછો મળશે. ક્રોધમાં વધારો થઈ શકે છે.
 

કુંભ રાશિ  : પંચમ ભાવમાં પરિવર્તન થઈ રહ્યું છે. તમારા માટે સારી સ્થિતિનું નિર્માણ કરશે. ધાર્ય કરતા વધારે ધનલાભ કરાવશે. ધારેલા કામ સમયસર પૂરા થઈ જશે. 
 

મીન રાશિ  : ચતુર્થ ભાવમાં પરિવર્તન થઈ રહ્યુ છે, જે અવરોધ ઉત્પન કરશે. બિઝનેસમાં લાપરવાહીથી બચવું. લગ્નજીવનમાં તણાવ રહી શકે છે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી