તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • On 8 February Mars Transits In Sagittarius, Good Time Start For 7 Zodiac Signs

8 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે, 12માંથી 7 રાશિ માટે શુભ સમય શરૂ થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળના રાશિ પરિવર્નતથી પ્રોપર્ટી અને ધનલાભ થવાની સાથે જ ઋતુઓમાં પણ બદલાવ થશે

ધર્મ દર્શન ડેસ્કઃ 8 ફેબ્રુઆરીએ મંગળ વૃશ્ચિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ 22 માર્ચ સુધી આ જ રાશિમાં રહેશે. આ 43 દિવસોમાં 7 રાશિઓ માટે સારો સમય શરૂ થશે. મંગળના પ્રભાવથી જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. ધનલાભ થશે. પ્રોપર્ટીના મામલાઓમાં ફાયદો થઇ શકે છે અને અનેક લોકોને દેવા સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. આ સિવાય મંગળના રાશિ બદલવાથી અન્ય 5 રાશિઓ માટે સમય ઠીક રહેશે નહીં.

મંગળના કારણે ઋતુમાં બદલાવ થશેઃ-
ધન રાશિમાં મંગળના આવી જવાથી ગોચર કુંડળીમાં કાલસર્પ યોગ શરૂ થઇ જશે. બધા ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે આવી જશે. નક્ષત્રોની આવી સ્થિતિથી અનેક લોકોનો માનસિક તણાવ વધી શકે છે. ધનહાનિ અને ભાગદોડ પણ વધી શકે છે. જૂના કાનૂની મામલાઓ સંબંધિત સ્થિતિઓ પણ બની શકે છે.


બૃહસ્પતિની રાશિ ધનમાં મંગળનો પ્રવેશ થવાથી ઋતુમાં બદલાવ અનુભવવા લાગશે. મંગળ અગ્નિનો કારક ગ્રહ અને તે અગ્નિ તત્વની રાશિ ધનમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સ્થિતિમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. સૂર્ય શનિની રાશિમાં છે માટે ઠંડી તો રહેશે જ પરંતુ ગરમી વધે તેવી સંભાવના પણ છે. આ કારણે દેશના અમુક ભાગમાં બરફવર્ષા અથવા વરસાદ પણ થઇ શકે છે.

1) 12 રાશિઓ ઉપર કેવી અસર થશે

મંગળના રાશિ બદલવાથી ભાગ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારામાંથી થોડાં લોકોના કામ પૂર્ણ થઇ જશે, પરંતુ થોડાં કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. થોડાં કાર્યોમાં વધારે મહેનત કરવી પડી શકે છે. દૂર સ્થાનની યાત્રા થઇ શકે છે. લાંબી યાત્રાના પણ યોગ છે. તમારો ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.  

ધન રાશિમાં મંગળના આવી જવાથી તમારે સંભાળીને રહેવું પડશે. દુર્ઘટના થવાની પણ સંભાવના છે. મંગળના કારણે ખર્ચ વધી શકે છે. આકસ્મિક ધનલાભ પણ થઇ શકે છે. ગુપ્ત ધન પ્રાપ્ત થઇ શકે છે. મંગળના પ્રભાવથી આ દિવસોમાં તમારે યાત્રાઓ પણ કરવી પડી શકે છે. જોબ અને બિઝનેસમાં સમજી-વિચારીને બોલવું. વિવાદ થઇ શકે છે.  

મંગળના રાશિ પરિવર્તનથી તમારા માટે સમય સારો રહેશે. આ દિવસોમાં તમારી આવક વધી શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. આ દિવસોમાં તમારે ઉધાર લેવું નહીં. કામકાજમાં ઉતાવળ કરવાથી બચવું જોઇએ. મંગળના પ્રભાવથી દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાની રાખવી જોઇએ.  

મંગળના ધન રાશિમાં આવી જવાથી જૂનું દેવું પૂર્ણ થઇ જશે. નોકરિયાત લોકોનો પ્રભાવ વધશે. તમે વિરોધીઓ ઉપર ભારે પડશો. કોર્ટ-કચેરીના મામલાઓમાં તમને સફળતા મળશે. બિઝનેસમાં સફળતા મળશે. આ દિવસોમાં તમે જે કામ કરશો તેનાથી આવનાર દિવસોમાં તમને ફાયદો થશે. લવ લાઇફ માટે સમય સારો છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય સારો રહેશે.

મંગળના ધન રાશિમાં આવી જવાથી તમારા કામકાજમાં બદલાવ આવી શકે છે. નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. સફળતા મળશે. બિઝનેસ કરતાં લોકોને ધનલાભ થઇ શકે છે. બિઝનેસમાં ફાયદો થઇ શકે છે. મંગળના કારણે નોકરિયાત લોકોને નવી ઓફર મળી શકે છે. આ દિવસોમાં સંતાનને લઇને સમસ્યા થઇ શકે છે. ઉતાવળમાં કાર્ય કરવાથી બચવું જોઇએ. લવ લાઇફમાં સમય મિશ્રિત રહેશે.

મંગળના રાશિ પરિવર્તનથી તમે પ્રામાણિકતાથી કાર્ય કરશો અને જલ્દી કામ પૂર્ણ કરી લેશો. આ દિવસોમાં તમારી કાર્યકુશળતા જોવા મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ તમારા સંબંધ સારા થશે. કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મળી શકે છે. મંગળના રાશિ પરિવર્તનથી અચાનક વારસાગત સંપંત્તિ પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચિંતા થશે.

મંગળના રાશિ પરિવર્તનથી તમને કામકાજમાં સફળતા મળી શકે છે. તમારું સાહસ અને પરાક્રમ વધશે. યાત્રાઓથી ફાયદો થઇ શકે છે. જોબ અને બિઝનેસમાં તમારે મહેનત વધી શકે છે. કામકાજથી ફાયદો મળી શકે છે. બિઝનેસમાં તમારો ટાર્ગેટ પૂર્ણ થશે. મંગળના કારણે તમારા સ્વભાવમાં આક્રમકતા વધશે. આ કારણે સાથે કામ કરતાં લોકો અથવા આસપાસના લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે. આ દિવસોમાં તમારે સમજી-વિચારીને બોલવું. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેવું.

મંગળના પ્રભાવથી ધન સંબંધિત મામલાઓમાં તમને ફાયદો થઇ શકે છે. વિવાદોમાં તમને સફળતા મળશે. નવી યોજનાઓ બનશે અને તેના ઉપર કામ પણ થશે. મંગળના પ્રભાવથી તમારા વ્યવહારમાં અને વાણીમાં આક્રમકતા વધશે. મંગળના કારણે સ્વાસ્થ્ય મામલે સાવધાન રહેવું પડશે. વાહન પણ સાવધાનીથી ચલાવવા. લવ લાઇફમાં સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

મંગળના પ્રભાવથી આત્મવિશ્વાસ વધશે. તમારા કામકાજમાં ગતિ આવશે. રોજમર્રાના કામ સમયે પૂર્ણ થશે. તમારું વ્યક્તિત્વ પણ મજબૂત થશે. તમને સફળતા મળી શકે છે. પ્રોપર્ટીના મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. તમારા વ્યવહારમાં કડવાશ વધી શકે છે. એન્જીનિયરિંગ અને પ્રોપર્ટીના ક્ષેત્રમાં કામ કરી રહેલાં લોકો માટે સમય સારો રહેશે. મંગળના પ્રભાવથી પારિવારિક મામલાઓમાં તણાવ વધી શકે છે. સમજી-વિચારીને બોલવું.

મંગળના કારણે તમારા ખર્ચ વધશે. પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. દુશ્મન તમને પરેશાન કરી શકે છે. ભાઈ-બહેન સાથે વિવાદ થવાની સંભાવના છે. દાંપત્ય જીવન ઠીક રહેશે નહીં. તમારા કામ પૂર્ણ થઇ શકશે નહીં. જેથી તમે પરેશાન થશો. મહેનત પણ વધારે કરવી પડશે. યાત્રાઓ માટે સમય ઠીક નથી. શારીરિક કષ્ટ થઇ શકે છે. ખર્ચ વધવાથી તમે પરેશાન રહેશો. માતાના સ્વાસ્થ્યને લઇને પરેશાન રહેશો. પ્રોપર્ટી સંબંધી મામલે મુંજવણ વધી શકે છે.

મંગળના રાશિ બદલવાથી નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. કામકાજ વધી શકે છે. કામમાં મહેનત વધારે કરવી પડશે. મંગળના કારણે તમારી લવ લાઇફમાં થોડાં બદલાવ આવી શકે છે. ટ્રાન્સફર મળી શકે છે. ધનલાભના યોગ બની રહ્યા છે. ભાઈ-બહેન પાસેથી મદદ મળી શકે છે. પ્રોપર્ટી સંબંધી કાર્યોમાં ફાયદો થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગથી છુટકારો મળશે.

મંગળના પ્રભાવથી નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. આવક વધવાની સંભાવના પણ છે. સ્થાળાંતરણના યોગ બની રહ્યા છે. તમારું અધિકાર ક્ષેત્ર વધી શકે છે. આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્યના મામલે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. લોકો સામે સારી ઇમેજ બનશે. કાર્યોમાં સફળતા મળશે. આ સિવાય પારિવારિક મામલે સંભાળીને રહેવું પડશે. વિવાદ થઇ શકે છે. લવ લાઇફમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો