તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Navratri Will Have Auspicious Status Of The Constellations, Every Day Is Auspicious Time For Purchase.

નવરાત્રિમાં ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિ રહેશે, ખરીદી માટે દરરોજ શુભ મુહૂર્ત બની રહ્યા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્કઃ 29 સપ્ટેમ્બર રવિવારે નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ દિવસે ઘટ સ્થાપના સાથે નવ દેવીઓની પૂજા શરૂ થઇ જશે. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે આ નવરાત્રિમાં ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિના કારણે લગભગ દરરોજ શુભ યોગ બની રહ્યા છે. જેના દ્વારા ખરીદીના શુભ મુહૂર્ત બની રહ્યા છે. ત્યાં જ તિથિ ક્ષય હોવાથી પંચાંગ ભેદના કારણે દુર્ગાષ્ટમી અને મહાનવમી પૂજામાં મતભેદ રહેશે. થોડાં લોકો દુર્ગાષ્ટમી 5 ઓક્ટોબરે અને થોડાં 6 ઓક્ટોબરે મનાવશે. આ રીતે નવમી પૂજન 6 અને 7 ઓક્ટોબરે કરવામાં આવશે.

કયા દિવસે કયો યોગ બનશેઃ-
જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે નવરાત્રિમાં તિથિ, વાર અને નક્ષત્રોના સંયોગથી લગભગ દરરોજ શુભ યોગ બની રહ્યા છે. આ દિવસોમાં સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, દ્વિપુષ્કર, ઇન્દ્ર અને રવિયોગ બની રહ્યા છે. આ શુભયોગમાં નવા કામની શરૂઆત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની સાથે જ દરરોજ ખરીદી માટે શુભ મુહુર્ત બની રહ્યા છે.


29 સપ્ટેમ્બરે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને દ્વિપુષ્કર યોગ રહેશે.
30 સપ્ટેમ્બરે ઇન્દ્ર યોગ રહેશે.
1 ઓક્ટોબરે રવિયોગ રહેશે.
2 ઓક્ટોબરે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ યોગ અને રવિયોગ રહેશે.
3 ઓક્ટોબરે સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ રહેશે.
4 ઓક્ટોબરે રવિયોગ રહેશે.
6 ઓક્ટોબરે સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ રહેશે.
7 ઓક્ટોબરે સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ રહેશે.
8 ઓક્ટોબરે રવિયોગ રહેશે.

કયા દિવસે કઇ તિથિ રહેશેઃ-
29 સપ્ટેમબર રવિવારે એમક તિથિએ ઘટસ્થાપના થશે. 3 ઓક્ટોબરે લલિતા પંચમીનું વ્રત અને પૂજા કરવામાં આવશે. 4 ઓક્ટોબરે છઠ્ઠ સાથે જ બંગાળમાં દુર્ગા પૂજા શરૂ થઇ જશે. થોડાં પંચાંગમાં તિથિ ક્ષય હોવાના કારણે 5 અને 6 ઓક્ટોબરે આઠમની પૂજા કરવામાં આવશે. 6 અને 7 ઓક્ટોબરે નોમનું વ્રત અને પૂજા કરવામાં આવશે. આ દિવસોમાં પુરાણો પ્રમાણે 2 થી 10 વર્ષની કન્યાઓનું પૂજન નવદુર્ગા સ્વરૂપમાં કરવામાં આવશે. આઠમ અને નોમના દિવસે કુળદેવી તથા વિશેષ પૂજાનું વિધાન છે.


29 સપ્ટેમ્બર, રવિવારે એકમ તિથિ રહેશે.
30 સપ્ટેમ્બર, સોમવારે બીજ તિથિ રહેશે.
1 ઓક્ટોબર, મંગળવારે તીજ રહેશે.
2 ઓક્ટોબર, બુધવારે ચોથ રહેશે.
3 ઓક્ટોબર, ગુરૂવારે પાંચમ રહેશે.
4 ઓક્ટોબર, શુક્રવારે છઠ્ઠ રહેશે.
5 ઓક્ટોબર, શનિવારે સાતમ સવારે 10 વાગ્યા સુધી અને ત્યાર બાદ આઠમ રહેશે.
6 ઓક્ટોબર, રવિવારે આઠમ 11 વાગ્યા સુધી અને પછી નોમ રહેશે.
7 ઓક્ટોબર, સોમવારે નોમ બપોરે 12 વાગ્યા સુધી અને ત્યાર બાદ દશેરા રહેશે.
8 ઓક્ટોબર, મંગળવારે દશમ તિથિ બપોરે 3 વાગ્યા સુધી રહેશે.

કઇ વસ્તુની ખરીદારી કરી શકો છોઃ-
નવરાત્રિમાં બનતા શુભ યોગમાં વાહન, સંપત્તિ, ઘરેણાં, કપડાં, વાસણ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદારી કરી શકાય છે. નવરાત્રિ સંસારની રચના કરનાર શક્તિનો પર્વ છે. માટે સાંસારિક ઉપભોગના સાધન અને ભૌતિક સુખ-સુવિધાઓની ખરીદારી કરી શકાય છે. શક્તિ પર્વ હોવાથી આ દિવસોમાં શસ્ત્ર, ઓજાર અને ઊર્જા આપનારી વસ્તુઓની ખરીદારી કરવી પણ શુભ મનાય છે.
 

અન્ય સમાચારો પણ છે...