રાશિ પરિવર્તન / બુધ ગ્રહનો શનિની રાશિ કુંભમાં પ્રવેશ, 7 એપ્રિલ સુધી બારેય રાશિ માટે બુધની અસર કેવી રહેશે

Mercury transits in Aquarius on 30th January 2020, know the effects on all zodiacs sign

  • મેષ રાશિના લોકોને બુધના કારણે ધનલાભ થઇ શકે છે, કર્ક રાશિના લોકોની ચિંતા વધશે

Divyabhaskar.com

Jan 31, 2020, 08:46 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 30 જાન્યુઆરીએ રાતે બુધે શનિની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનના કારણે થોડી રાશિઓ માટે પરેશાનીઓ વધવા લાગી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બુધ 7 એપ્રિલ સુધી કુંભ રાશિમાં રહેશે. ત્યાર બાદ મીન રાશિમાં પ્રવેશ કરશે.

જાણીતા જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર બુધ તા.17/02/2020એ બુધ વક્રી થશે. ત્યાર બાદ તા.10/03/2020 સુધી મધ્યવક્રી અવસ્થામાં રહેશે. આ 22 દિવસ દરમિયાન જે જાતકની કુંડળીમાં બુધ વક્રી હશે તેમના માટે આ સમયગાળો ગોલ્ડન સાબિત થશે. બુધ વક્રી થતા બે નંબરી ધંધા જબરદસ્ત ચાલે. વિદ્યાર્થીગણ માટે આ સમય શુભ ગણી શકાય તેમજ સરકારી નીતિ-રીતિ પોલિસીમાં વ્યાપક મોટો પ્રભાવ આવી શકે છે.

કુંભ તેના મિત્ર ગ્રહ શનિની રાશિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી છે. જે કન્યા રાશિમાં ઉચ્ચ તથા મીન રાશિમાં નીચનો છે. બુધનું ગોચર તમામ જાતકોને તેમની ચંદ્ર રાશિ પ્રમાણે કેવુ શુભાશુભ ફળ આપશે તે અંગે જાણો જ્યોતિષી આશિષ રાવલ પાસેથી.

મેષઃ- તમારી કાર્યક્ષમતા મુજબ સારું વળતર મળે. બગડેલા સંબંધો પ્રયાસોથી સુધરી શકે છે. તમારી બચતો વધવાની શક્યતા રહેલી છે.

વૃષભઃ- ભાગ્યઉન્નિત સાબિત થશે. જ્ઞાન, બુદ્ધિ, અનુભવના બળ પર તમને કાર્યમાં સારી સફળતા મળે. કાર્ય-વેપારમાં ખાસ્સો વધારો થશે.

મિથુનઃ- તમારું ભાગ્ય દિન-પ્રતિદિન ચમકશે. અટકેલા પ્રોપર્ટીના મામલે તમને અત્યંત લાભ થશે. નવું ઘર બદલવામાં સફળતા મળશે અને માન-સન્માનમાં વધારો થશે.

કર્કઃ- સમય માનસિક રીતે મુશ્કેલ જણાય. તમારે વાદ-વિવાદ અને સંઘર્ષ કરવો પડશે. પરંતુ મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં. ખર્ચમાં વધારો થશે. અકારણ યાત્રા-મુસાફરી કરવી પડશે.

સિંહઃ- જીવનસાથી સાથે સંબંધો ઘનિષ્ઠ થાય. ભાગીદાર સાથે નિકટતા વધશે. એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરી શકશો.

કન્યા:- તબિયતની દ્રષ્ટિએ તમારી સહેજ અમથી બેદરકારી તમને મુશ્કેલીમાં નાખી શકે છે. તમારી મહેનતનું વળતર મળી શકે છે.

તુલાઃ- વિદેશ વિઝા મળે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં સંબંધો સુધરે. લોટરી દ્વારા આકસ્મિક ધન મળી શકે.

વૃશ્ચિકઃ- સુખ, શાંતિ, સંપત્તિમાં વધારો થશે. તમારા સંશોધનો યાદગાર બની શકે. સોશ્યિલ સર્કલ મજબૂત બનશે અને પારિવારિક જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક ફેરફાર જોવા મળશે.

ધનઃ- વિપુલ પ્રમાણમાં ધનલાભ થશે. યાત્રા, પ્રવાસ તમારા માટે સુખ-સુવિધા, આનંદ તથા ધન વધારનારી સાબિત થશે. ભાઈ-બહેનો સાથે સંબંધો સારા બનશે. તમારા મિત્રોને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

મકરઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં. ભાગ્ય પૂરતો સાથ આપશે નહીં. અટકાયેલા કામ ધીમે-ધીમે પૂરા થશે. નાની યાત્રાઓથી ધન પ્રાપ્તિ થશે.

કુંભઃ- વિચારોમાં નકારાત્મકતા વધી શકે છે. અકારણ કોઇને પણ અભિપ્રાય આપશો નહીં. નવા લખાણો, કરારો થઈ શકે.

મીનઃ- ખર્ચ વધશે, જૂની બચત વપરાઈ જાય. વિદેશ હરવા-ફરવા જવામાં સફળતા મળશે. પ્રોપર્ટી ખરીદવાની દિશામાં સફળતા મળી શકે છે.

X
Mercury transits in Aquarius on 30th January 2020, know the effects on all zodiacs sign

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી