ગ્રહ પરિવર્તન / 25 ડિસેમ્બર સુધી બુધ વૃશ્ચિક રાશિમાં રહેશે, આ સમયગાળો અનેક લોકો માટે શુભફળ આપનાર રહેશે

Mercury Transit in Scorpio til December 25, 2019
X
Mercury Transit in Scorpio til December 25, 2019

  • બુધના કારણે 12માંથી 6 રાશિઓના લોકોને જોબ અને બિઝનેસમાં સારા બદલાવ આવી શકે છે

Divyabhaskar.com

Dec 04, 2019, 11:36 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 5 ડિસેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 25 ડિસેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. આ પહેલાં 23 ઓક્ટોબરે બુધ ગ્રહે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ વક્રી થઇને તે 7 નવેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ્યો હતો. હવે બુધ ફરીથી 25 ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં રહેશે. મંગળની રાશિમાં બુધ હોવાથી અનેક લોકો માટે સમય સારો રહેશે.

જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી પ્રમાણે બુધ ગણિતજ્ઞ, એકાઉન્ટન્ટ, લેખક, જ્યોતિષ, વેપારી, કમ્યુનિકેશન અને કમ્યુનિકેશનના સાધનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કમ્પ્યૂટર્સ, ઇન્ટરનેટ, ટેક્નોલોજી, કોમર્સ, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી, વિત્ત અને બેંક સાથે જોડાયેલાં લોકોને પ્રભાવિત કરે છે. બુધના રાશિ પરિવર્તનથી આ ક્ષેત્રો સાથે જોડાયેલાં લોકોનાં જીવનમાં વધારે બદલાવ જોવા મળશે.
 

12 રાશિઓ માટે બુધ રાશિનું પરિવર્તન કંઇક આવું રહેશે

1. મેષઃ

આ સમયગાળા દરમિયાન ગોચર કુંડળીમાં બુધ તમારી રાશિના આઠમાં ભાવમાં રહેશે. જોબ અને બિઝનેસમાં સમય ઉતાર-ચડાવનો રહેશે. પારિવારિક જીવનમાં કોઇ પ્રકારે મુશ્કેલીઓ આવી શકે છે. બુધના પ્રભાવથી તમને ધનલાભ તો થશે, ત્યાં જ તમારે કાર્યક્ષેત્રમાં બાધાઓનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય ઠીક નથી, એટલે બેદરકારી કરશો નહીં. આ દિવસો દરમિયાન અચાનક યાત્રાના યોગ પણ બની શકે છે. વાહન સાવધાનીથી ચલાવો.
 

2. વૃષભ

તમને ભાગેદારીના વેપારમાં લાભ મળી શકે છે. પારિવારિક મામલાઓમાં પણ તમારી માટે સમય શુભ રહેશે. લવ લાઇફ સારી રહેશે. લાઇફ પાર્ટનર પાસેથી પણ મદદ મળી શકે છે. બુધના રાશિ બદલવાથી તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવી શકે છે પરંતુ જોબ અને બિઝનેસમાં તમને ફાયદો મળવાની સંભાવના છે. બુધના રાશિ બદલવાથી નવી યોજનાઓ બનશે. કામકાજ વધશે અને તેમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.
 

3. મિથુન

બુધનું રાશિ પરિવર્તન તમારી માટે શુભ નથી. તેના પ્રભાવથી જોબ અને બિઝનેસમાં મહેનત વધારે રહેશે. તમારા ખર્ચ પણ વધી શકે છે. કરિયરમાં ચુનોતીઓ મળી શકે છે. બુધના કારણે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. બેદરકારી કરશો નહીં. કાનૂની વિવાદોની સંભાવના પણ બની શકે છે. દુશ્મનો તમને પરેશાન કરી શકે છે. સમજી-વિચારીને જ કોઇ નિર્ણય લેવો.
 

4. કર્ક

ગોચર કુંડળીમાં બુધની સ્થિતિ તમારી માટે ઠીક-ઠાક રહેશે. વૃશ્ચિક રાશિમાં બુધના પ્રવેશથી તમારી લવ લાઇફ તો સારી રહેશે, પરંતુ સંતાન સંબંધી સમસ્યાઓ પણ આવી શકે છે. બુધના કારણે જોબ અને બિઝનેસમાં તમે કંઇક ક્રિએટિવ અને નવું કરી શકશો નહીં. જેથી તમે તમારા કામથી સંતુષ્ટ રહેશો નહીં. બુધના કારણે આ દિવસોમાં તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. તમને આગળ વધવાના અવસર તો મળશે, પરંતુ તમે તેનો ફાયદો ઉઠાવી શકશો નહીં.

5. સિંહ

બુધનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ રહેશે. બુધના પ્રભાવથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જે લોકો શારીરિક રૂપથી પરેશાન છે તેમના માટે સમય સારો કહી શકાય છે. સ્વાસ્થ્યમાં સુધાર થવાના યોગ બની રહ્યા છે. બુધના પ્રભાવથી તમે જોબ અને બિઝનેસમાં સારું પ્રદર્શન કરશો. તમારા કાર્યોથી તમે સંતુષ્ટ પણ રહેશો. આ દિવસોમાં તમે વાહન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. તમને સન્માન પણ મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે છે.

6. કન્યા

બુધના રાશિ પરિવર્તનથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી જોબ અને બિઝનેસમાં બદલાવ થવાના પણ યોગ બની રહ્યા છે. કોઇ ખાસ ઉદેશ્યને લઇને તમારે નાની યાત્રા પણ કરવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને ઉન્નતિ મળી શકે છે. તમે સંપૂર્ણ જોશ સાથે કામકાજ પૂર્ણ કરી શકશો. નવા અને મોટાં લોકો સાથે મુલાકાત થવાના યોગ બનશે. લવ લાઇફ અને દાંપત્ય જીવન માટે પણ સમય શુભ રહેશે.

7. તુલા

તમારી જોબ અને બિઝનેસ માટે બુધનું રાશિ પરિવર્તન શુભ થઇ શકે છે. બુધના પ્રભાવથી તમારી આવકના સોર્સ વધી શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. પારિવારિક મામલાઓ માટે પણ તમારો સમય શુભ રહેશે. લવ લાઇફમાં પણ નક્ષત્રોનો સાથ મળી શકે છે. બુધના પ્રભાવથી તમારું સેવિંગ વધશે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું. કોઇ જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે.

8. વૃશ્ચિક

તમારી જ રાશિમાં બુધ ગ્રહનું હોવું શુભ નથી. આ સમયગાળા દરમિયાન તમારી માનસિક પરેશાનીઓ વધી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. બેદરકારી કરશો નહીં. પરિવાર અને આસપાસના લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે. સાથે કામ કરતાં લોકો સાથે પણ તમારે સંભાળીને રહેવું પડશે. મહેનત વધારે રહેશે. પરંતુ તેનાથી ફાયદો તમને ભવિષ્યમાં મળશે.

9. ધન

ગોચર કુંડળીના બારમાં ભાવમાં બુધ હોવાથી તમારો ખર્ચ વધી શકે છે. લેણ-દેણ અને રોકાણ બાબતે તમારે સાવધાન રહેવું. રૂપિયા સાથે જોડાયેલ નિર્ણયો સમજી-વિચારને જ લેવાં. બુધના કારણે યાત્રાઓનો યોગ બની રહ્યો છે. જોબ અને બિઝનેસમાં આગળ વધવા માટે તમારે વધારે મહેતન કરવી પડી શકે છે. તમારી કોઇ યોજના અથવા વાતથી વિવાદની સ્થિતિ પણ બની શકે છે. કોઇને સલાહ આપશો નહીં.

10. મકર

બુધનું રાશિ પરિવર્તન થવાથી નોકરિયાત લોકોની આવક વધવાની સંભાવના છે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. નવું કામ શરૂ થવાની સંભાવના છે. આવકના નવા સોર્સ પણ આ દિવસોમાં તમને મળી શકે છે. ઉધાર આપેલાં રૂપિયા આ દિવસોમાં તમને મળી શકે છે. સાથે કામ કરતાં લોકો અને આસપાસના લોકો સાથે પણ તમને મદદ મળી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. કુલ મળીને મકર રાશિના લોકો માટે સમય સારો છે.

11. કુંભ

ગોચર કુંડળીના દસમા ભાવમાં વૃશ્ચિક રાશિ સાથે બુધનું હોવું તમારી માટે ઠીક નથી. જોબ અને બિઝનેસમાં તમારી મહેનત વધી શકે છે અને મહેનતનું ફળ પણ તમને મળશે. તમે તમારા કામકાજને લઇને નિરાશ રહી શકો છો. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઇને પણ સમય ઠીક રહેશે નહીં. આ દિવસોમાં તમારે તંત્રિકા તંત્ર સંબંધી પરેશાની થવાની સંભાવના છે. સંતાન સંબંધી ચિંતા પણ તમને પરેશાન કરી શકે છે.

12. મીન

બુધના પ્રભાવથી તમને ધનલાભ થઇ શકે છે. જોબ અને બિઝનેસ માટે સમય શુભ છે. પરિવાર સાથે તીર્થ યાત્રા કરવા જઇ શકો છો. જેથી તમારી મહેનત પણ વધશે. ત્યાં જ, તમારો ખર્ચ પણ વધી શકે છે. એક સમયે એકથી વધારે યોજનાઓ તમારા દિમાગમાં ચાલતી રહેશે. આ દિવસોમાં એવી સ્થિતિ પણ બની શકે છે જ્યારે તમારે તમારા સિદ્ધાંતો સાથે સમજોતો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઇને તમારે સંભાળીને રહેવું પડશે. કિસ્મતના ભરોશે રહેશો નહીં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી