રાશિ પરિવર્તન / બુધનો મકર રાશિમાં પ્રવેશ, 30 જાન્યુઆરી સુધી 6 રાશિ માટે સમય અતિ શુભ રહેશે

મકર રાશિમાં બુધના પ્રવેશથી મિથુન, સિંહ અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

Mercury entered in Capricorn on 13th january 2020
X
Mercury entered in Capricorn on 13th january 2020

Divyabhaskar.com

Jan 17, 2020, 09:22 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 13 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં આવી ગયો છે. ત્યાર બાદ 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પણ આ જ રાશિમાં આવી ગયો છે. જેથી બુધાદિત્ય યોગ બન્યો હતો. જે 3 જાન્યુઆરીએ બુધના ફરી રાશિ બદલવાથી પૂર્ણ થઇ જશે. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે બુધના મકર રાશિમાં પ્રવેશથી 6 રાશિઓ માટે શુભ સમય રહેશે. ત્યાં જ 3 રાશિઓને મિશ્રિત ફળ પ્રાપ્ત થશે. જ્યારે મિથુન, સિંહ અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

પં. ભટ્ટ પ્રમાણે બુધના શુભ પ્રભાવથી સારી બુદ્ધિ, સંચારના સાધન અને આ ક્ષેત્ર સાથે જોડાયેલ ફાયદા મળે છે. વિશ્લેષણ ક્ષમતા વધે છે. ત્વચા સુંદર બને છે. ચમક આવે છે. ગણિત અને સાંખ્યિકી વિષયો સાથે જોડાયેલ ફાયદા મળે છે. બિઝનેસમાં પણ ઉન્નતિ અને ફાયદા મળે છે. ત્યાં જ આ ગ્રહના પ્રભાવથી શિક્ષા સંબંધી સ્થિતિઓમાં સુધાર થાય છે. જો બુધની સ્થિતિ ઠીક ન હોય તો આ મામલાઓ સાથે જોડાયેલાં અશુભ પ્રભાવ પણ જોવા મળે છે.
 

જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે 12 રાશિઓ ઉપર બુધની અસર

1. મેષ

બુધના રાશિ પરિવર્તનથી તમને ફાયદો થશે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોના કામ પૂર્ણ થશે તથા સફળતા પણ મળશે. બુધના પ્રભાવથી ઉન્નતિ મળી શકે છે. પરિવારમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેવું પડશે.
 

2. વૃષભ

કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. ભાઇઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. બુધના પ્રભાવથી ઉન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. આ દિવસો તમારા કામકાજના વખાણ થઇ શકે છે. તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ બદલાવ થવાની પણ સંભાવના છે.
 

3. મિથુન

બુધના રાશિ પરિવર્તનથી તમારે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. આર્થિક મામલે સમય શુભ રહેશે. આ સમયગાળામાં તમને ધનલાભ થઇ શકે છે. તમારા માટે તણાવભર્યો સમય રહેશે. સમજી-વિચારીને બોલવું. જોબ અને બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ધ્યાન લગાવીને કામ કરવું પડશે. વિવાદ અને ઝગડાથી બચવાની કોશિશ કરો.
 

4. કર્ક

નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો માટે બુધનું રાશિ પરિવર્તન શુભ છે. સંચાન સાધનોથી ફાયદો થશે. દાંપત્ય જીવન માટે સમય સારો રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે. મિત્રો અને ભાઈઓ પાસેથી મદદ મળી શકે છે.
 

5. સિંહ

બુધના રાશિ બદલવાથી તમારા ખર્ચ વધી શકે છે. વિવાદોથી દૂર રહેવાની કોશિશ કરો. અન્ય લોકોના ઝગડામાં પડવું નહીં. લેણ-દેણ અને રોકાણમાં સાવધાની રાખવી. તણાવ અને દોડભાગ વધી શકે છે. માનસિક રૂપથી પરેશાન થઇ શકો છો. કામકાજમાં મોડું થઇ શકે છે.
 

6. કન્યા

આ દરમિયાન જોબ કરતાં લોકોને નોકરી બદલવાની સ્થિતિ બની શકે છે. અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. બિઝનેસમાં ફાયદો અને ઉન્નતિ મળી શકે છે. યાત્રાઓનો યોગ બની રહ્યો છે. જીવનસાથી અથવા પ્રેમી સાથે સંબંધોમાં સુધાર થશે. તમારી બુદ્ધિ વધશે. નવા કાર્યોની યોજના પણ બની શકે છે. સંતાન સુખ મળશે.
 

7. તુલા

આ રાશિ પરિવર્તન તમારા માટે આર્થિક અને પારિવારિક મામલાઓ અંગે સારું રહેશે. પ્રોપર્ટી સંબંધી ફાયદો થવાના યોગ બની રહ્યા છે. તમારા કામના વખાણ થઇ શકે છે. સુખ-સુવિધાઓ મળશે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે.
 

8. વૃશ્ચિક

તમારા માટે બુધનું રાશિ પરિવર્તન મિશ્રિત ફળદાયી રહેશે. દોડભાગ અને મહેતન રહેશે પરંતુ ફાયદો પણ મળશે. બુધના પ્રભાવથી યાત્રાઓનો યોગ બની રહ્યો છે. નવા લોકો સાથે મુલાકાત થશે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે અને વાતચીત થવાના યોગ બની રહ્યા છે. લવ લાઇફ અને દાંપત્ય જીવન માટે સમય ઠીક રહેશે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું.
 

9. ધન

બુધનું રાશિ પરિવર્તન તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉન્નતિના અવસર મળી શકે છે. ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. તમારું આકર્ષણ વધશે. સુખ-સુવિધાઓ મળશે. સમાજ અને પરિવારમાં પદ અને સન્માન મળી શકે છે. બિઝનેસમાં પણ ફાયદો મળી શકે છે. દાંપત્ય જીવન અને લવ લાઇફ માટે સમય સારો રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે.
 

10. મકર

જોબ અને બિઝનેસ માટે સમય શુભ છે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. કામકાજમાં કિસ્મતનો સાથ મળશે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. સમજી-વિચારીને બોલવું. કોર્ટ-કચેરીના મામલે સાવધાન રહેવું પડશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે નહીં. દાંપત્ય જીવનમાં સ્થિતિ સુધરશે. પિતાનો સહયોગ મળશે.
 

11. કુંભ

બુધના રાશિ બદલવાથી અચાનક યાત્રાઓનો યોગ બની રહ્યો છે. ધનહાનિ થઇ શકે છે. ફાલતૂ ખર્ચ પણ વધશે. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેવું. ત્વચા અને નસ સંબંધિત પરેશાની રહેશે. જોબ અને બિઝનેસમાં દોડ-ભાગ અને તણાવની સ્થિતિ બની શકે છે. અન્યના મામલે દખલ કરવું નહીં.
 

12. મીન

બુધના રાશિ પરિવર્તનથી ધનલાભ થઇ શકે છે. બિઝનેસ વધશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. સાથે કામ કરતાં અને આસપાસના લોકો પાસેથી મદદ મળી શકે છે. એકસ્ટ્રા આવક થવાના યોગ બની રહ્યા છે. પરિવાર પાસેથી સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થઇ શકે છે. યાત્રાઓનો યોગ બનશે. નવા અને મોટાં લોકો પાસેથી મદદ મળી શકે છે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી