તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mangal Rashifal, Mangal Rashi Parivartan, Rashifal, Mars Transitt In Libra, Mangal In Tula Rashi

મંગળે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો, બધી 12 રાશિઓ પર સીધી અસર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેષ રાશિના લોકોને મંગળને લીધે જૂના રોગોથી છુટકારો મળશે, વૃષભ રાશિના લોકોને સાવધાન રહેવું પડે

ધર્મ ડેસ્ક- રવિવાર, 10 નવેમ્બરે મંગળે કન્યાથી રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. તુલા શુક્રની સ્વામિત્વવાળી રાશિ છે. મંગળ 25 ડિસેમ્બરે આ ગ્રહ ફરી રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો બધી 12 રાશિઓ માટે મંગળના રાશિ પરિવર્તનથી કેવી અસર થશે.....

મંગળની દેશ ઉપર અસર-

મંગળ તુલા રાશિમાં આવી જવાથી અનેક પ્રદેશોમાં થઈ રહેલો વરસાદ ઓછો થઈ જશે. સ્થિતિ સમાન્ય થઈ જશે. પૂર્વી પ્રદેશોમાં ભૂકંપ અને અન્ય પ્રાકૃતિક આપત્તિઓની શક્યતાઓ રહેલી છે. રાજનીતિક ઊઠાપઠક ચાલતી રહેશે. આંદોલન અને અરાજકતા ચાલતી રહેશે. દુર્ઘટનાઓ ચાલતી રહેશે. ખેતીના પાકોને નુકસાન થઈ શકે. અનાજનું સ્ટોરેજ કરનારાઓને ફાયદો થશે. જમીનને લગતા કામ કરનારાઓને નુકસાન થઈ શકે છે. વરસાદ ઓછો થઈ જશે અને ક્યાંક-ક્યાંક તોફાનની સ્થિતિ રહેશે.

મેષ રાશિ-

સાતમો મંગળ કેટલીક રાહત લઈને આવ્યો છે. જૂના રોગોથી છુટકારો મળશે અને જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જમીનને લગતા કામમાં સફળતા મળશે. લાલ વસ્ત્રમાં મસૂરની દાળ મૂકીને દાન કરો.વૃષભ રાશિ-
છઠ્ઠો મંગળ તમને વિદેશથી શુભ સંકેત અપાવી શકે છે. ત્યાંથી ફાયદો અથવા જવાની તક મળી શકે છે. વેપારને વધારવામાં સફળ થશો. કોઈ અજાણ્યા વ્યક્તિથી દગો થવાનો ભય છે. સાવધાનરહેવું. હળદરની ગાંઠ પાણીમાં નાખીને સ્નાન કરો.

મિથુન રાશિ-પાંચમો મંગળ તમારી માટે ખુશીઓ લઈને આવશે. કોઈ મોટા લાભની તકો પેદા થશે. ઈચ્છાઓ પૂરી થશે. ધાર્મિક પુસ્તકનું દાન કરો.કર્કરાશિ-ચોથો મંગળ કેટલીક પરેશાનીઓ ઊભી કરી શકે છે, પરંતુ જો તમે આશીર્વાદ આપતી હનુમાનજીની મૂર્તિ પર લાલ ફૂલોની માળા અર્પિત કરશો તો બધા સંકટોને ટાળવામાં સફળ થશો.

સિંહ રાશિ-ત્રીજો મંગળ મંગળકારી રહેશે. કોઈ ખાસ કામ પૂરું થઈ જવાથી આનંદ થશે. વાહન સુખ મળશે. નવા લાભદાયી પ્રસ્તાવો મળશે. ગણેશજીને ઘી અર્પણ કરો.

કન્યા રાશિ-બીજો મંગળ અનિષ્ટોને સમાપ્ત કરનારો રહેશે. કાર્યોમાં આવતી અડચણો સમાપ્ત થશે તથા સંપર્કોમાં વધારો થશે. પોતાના કામને બીજા પર થોપવાથી કામમાં મોડું થઈ શકે. મધનું દાન કરવું લાભદાયી રહેશે.

તુલા રાશિ-

પ્રથમ મંગળ સ્વાસ્થ્ય અને દેવામાં વૃદ્ધિકારક સાબિત થઈ શકે છે અને દેવાની પૂર્તિમાં પણ સમસ્યા આવી શકે છે. રોકાણ ન કરવું સલાહપૂર્ણ રહેશે. હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવો.

વૃશ્ચિક રાશિ-

બારમો મંગળ કેટલીક પરેશાનીઓ પછી આરામ આપશે અને તીર્થયાત્રાનો યોગ બનાવશે. કોર્ટ-કચેરી તથા દેવાને લગતા મામલાઓમાં વિજયી થશો. વાહન મળી શકે છે. હનુમાનજીને સુગંધિત લાલ ફૂલ અર્પણ કરો.

ધન રાશિ-

અગિયારમો મંગળ તમને તમારા લોકોથી દૂર કરી શકે છે. તમારે સૌથી વધુ એ લોકો ઉપર વિશ્વાસ કરવો જોઈએ, જેમને દુઃખમાં તમારો સાથ આપ્યો હોય, નહીંતર તમે નુકસાનમાં રહેશો. મંગળના મંત્રનો જાપ કરો. ऊँ क्रां क्रीं क्रौं स: भौमाय नम:।

મકર રાશિ-

દશમો મંગળ ઉચ્ચ સ્તરીય સફળતાઓ અપાવશે. સક્ષમ અધિકારીઓ સાથે સંબંધ મધુર બનશે. નવા કામો મળતા જશે. પરિવારના લોકોને તમારી સખત જરૂરિયાત મહેસૂસ થશે. બાંધકામમાં નુકસાન થશે. લાલ વસ્ત્રનું શિવ મંદિરમાં દાન કરો.

કુંભ રાશિ-

નવમો મંગળ બધા પ્રકારે શુભકારી રહેશે. ઉત્સવો તથા કાર્યક્રમોમાં જવાની તક મળશે. વેપારીઓને યાત્રામાં સફળતા મળી શકે છે. નવા કારોબારની સ્થાપના કરવામાં સફળ થશો. જીવનસાથીને માટીથી બનેલી વસ્તુ ઈનામમાં આપો.

મીન રાશિ-

આઠમો મંગળ કામની પ્રત્યે ઉદાસીનતા પ્રદાન કરી શકે. અચાનક આવકમાં બાધાઓ પેદા થઈ શકે છે.કામની યોજનાઓ બદલવી પડી શકે છે અને કાર્યશૈલીમાં પરિવર્તન પરેશાન કરશે. મસૂરની દાળનું સેવન કરો.

અન્ય સમાચારો પણ છે...