રાશિફળ / આ મહિને વૃશ્ચિક રાશિમાં મંગળ રહેશે, 7 ફેબ્રુઆરી સુધી 5 રાશિના જાતકો મુશ્કેલી અને પરેશાનીમાં રહેશે

Mars in Scorpio zodiac in January 2020 to 7 February 2020
X
Mars in Scorpio zodiac in January 2020 to 7 February 2020

  • મંગળના પ્રભાવથી 5 રાશિના લોકોને ધનલાભ થશે અને ઉન્નતિના અવસર પણ મળશે

Divyabhaskar.com

Jan 04, 2020, 11:28 AM IST
ધર્મ દર્શન ડેસ્કઃ મંગળ હાલ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ મંગળની જ રાશિ છે. આ રાશિમાં મંગળ 7 ફેબ્રુઆરી સુધી રહેશે. આ પહેલાં 25 ડિસેમ્બરે મંગળ રાશિ બદલીને વૃશ્ચિકમાં આવ્યો હતો. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે મંગળની વર્તમાન સ્થિતિની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. જેનાથી 5 રાશિના લોકો માટે સમય ઠીક રહેશે નહીં. ત્યાં જ, અન્ય 5 રાશિઓને ધનલાભ અને ઉન્નતિ મળી શકે છે. આ સિવાય 2 રાશિઓ માટે મિશ્રિત સમય રહેશે.
 

પં. ભટ્ટ પ્રમાણે 7 ફેબ્રુઆરી સુધી 12 રાશિઓ ઉપર મંગળની અસર કંઇક આવી થશે

1. મેષ

જોબ અને બિઝનેસમાં નક્ષત્રોનો સાથ મળી શકશે નહીં. લેવડ-દેવડ અને રોકાણને લઇને સાવધાન રહેવું. થોડાં લોકો તમારા વિરૂદ્ધ ષડયંત્ર બનાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ વધી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. આ દિવસોમાં કોઇ નવું કામ શરૂ કરવાથી બચવું. ઉતાવળમાં અને ગુસ્સામાં કોઇ નિર્ણય લેવો નહીં.
 

2. વૃષભ

વૃશ્ચિક રાશિમાં મંગળના પ્રવેશથી તમારો ગુસ્સો વધી શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. પેટ સંબંધી રોગ થવાની સંભાવના છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. માનસિક તણાવ વધશે. ઊંઘમાં ઘટાડો થશે, જેથી પરેશાની વધશે. બિઝનેસમાં તમને સારો ફાયદો મળી શકે છે. નોકરિયાત લોકોને અધિકારીઓ પાસેથી મદદ અને વખાણ પ્રાપ્ત થઇ શકે છે.
 

3. મિથુન

મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે અનેક મામલે શુભ રહેશે. મંગળના કારણે સાહસ અને પરાક્રમ વધી શકે છે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો સારી યોજના અને મહેનતથી તેમના બધા જ કાર્યો પૂર્ણ કરી લેશે અને તેમને ફાયદો પણ મળી શકે છે. આ સમયગાળામાં તમે નવી યોજનાઓ પણ બનાવશો. જેના ઉપર કામ શરૂ થઇ શકે છે. મહેનત કરશો તો કિસ્મતનો સાથ પણ મળી શકે છે. મિત્રો અને આસપાસના લોકો પાસેથી મદદ મળી શકે છે. આ દિવસોમાં આગળ વધવાના અવસર મળી શકે છે.
 

4. કર્ક

મંગળના રાશિ પરિવર્તનથી તમારી પોઝિટિવ ઊર્જા વધશે. પારિવારિક મામલાઓમાં પણ સમય સારો રહેશે. નોકરિયાત લોકોને તેમના કરેલાં સારા કાર્યોનું ફળ મળશે. દાંપત્ય જીવન માટે સમય સારો છે, સંતાન સંબંધી પરેશાનીઓ અને ચિંતા વધી શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધી શકે છે. તમે એક્ટિવ રહેશો. તમારા કામ અને વાત કરવાની રીતથી થોડાં લોકો પ્રભાવિત થઇ શકે છે.
 

5. સિંહ

મંગળનું રાશિ પરિવર્તન થવાના કારણે તમારે સંભાળીને રહેવું પડશે. આ ગ્રહના કારણે પારિવારિક પરેશાનીઓ આવી શકે છે. સ્વાસ્થ્યના મામલે પણ સમય ઠીક રહેશે નહીં. જોબ અને બિઝનેસમાં તમારે વધારે મહેનત કરવી પડશે. સાવધાન રહેવું. અનેક મામલે સ્થિતિઓ તમારી ફેવરમાં રહેશે નહીં. ગોચર કુંડળીના ચોથા ભાવમાં મંગળ હોવાથી ફાલતૂ ખર્ચ અને તણાવભર્યો સમય રહેશે. સમજી-વિચારીને બોલવું. તમારે પોતાની ઉપર કંટ્રોલ રાખવો પડશે.
 

6. કન્યા

તમારા માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ રહેશે. મંગળના પ્રભાવથી તમારી આવક વધી શકે છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થવાના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. રૂપિયાની ચિંતા દૂર થશે. બિઝનેસમાં ઉન્નતિના અવસર મળી શકે છે. ફાયદો થશે. લગ્નજીવન શુભ રહેશે. ગેરસમજ દૂર થશે. લવ લાઇફ પણ સારી રહેશે. પ્રેમ જળવાયેલો રહેશે. મંગળના પ્રભાવથી તમારું પરાક્રમ વધી શકે છે. તમે મહેનત વધારે કરશો. નવા અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થઇ શકે છે.
 

7. તુલા

મંગળના રાશિ બદલવાથી તમને ફાયદો થઇ શકે છે. અટવાયેલાં રૂપિયા મળવાના યોગ બની રહ્યા છે. મંગળના પ્રભાવથી આર્થિક સ્થિતિમાં સુધાર થઇ શકે છે. લગ્નજીવનમાં પણ સુખ મળશે. આ દિવસોમાં કોઇ એવું કામ કરી શકો છો જે નિયમો વિરૂદ્ધ હોય. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું પડશે. સમજી-વિચારીને બોલવું. મંગળના કારણે કોઇ ગુપ્ત વાત ઉજાગર થવાની સંભાવના છે. ગુસ્સામાં કોઇ એવી વાત તમે બોલી શકો છો જેનાથી સંબંધ ખરાબ થઇ શકે છે.
 

8. વૃશ્ચિક

તમારી જ રાશિમાં મંગળ આવી જવાથી સ્વભાવમાં બદલાવ આવી શકે છે. તમે આક્રમક બની શકો છો. સમજી-વિચારીને બોલવું પડશે. નહીંતર સંબંધ ખરાબ થઇ શકે છે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોએ વધારે મહેતન કરવી પડી શકે છે. આ સમયગાળામાં ઉન્નતિના યોગ છે. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેવું પડશે. બિઝનેસમાં લેવડ-દેવડ અને રોકાણને લઇને સાવધાન રહેવું. આ દિવસોમાં વિવાદ થઇ શકે છે. પરંતુ તમે વિવાદોથી બચવાની કોશિશમાં સફળ થશો.
 

9. ધન

મંગળના રાશિ બદલવાથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. તેના પ્રભાવથી તમારા કામકાજમાં મુશ્કેલીઓ વધી શકે છે. પારિવારિક મામલાઓને લઇને વિવાદ થઇ શકે છે. થોડાં લોકો તમારી મદદ કરી શકશે નહીં. જેના કારણે તમે દુઃખી થઇ શકો છો. યાત્રાઓના યોગ બનશે. સ્વાસ્થ્યના મામલે પણ સાવધાન રહેવું. મંગળના કારણે યાત્રાઓથી ફાયદો મળી શકશે નહીં. ખર્ચો વધવાની સંભાવના છે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોએ સંભાળીને રહેવું પડશે. રોકાણ અને લેવડ-દેવડમાં પણ સાવધાન રહેવું.
 

10. મકર

મંગળના પ્રભાવથી તમારા માટે સમય સારો છે. પ્રોપર્ટી સંબંધી કામકાજમાં સફળતા મળી શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો. મંગળના કારણે મહેનતનું ફળ પણ મળશે. તમે જોખમ લઇ શકો છો અને તેનાથી ફાયદો પણ મળી શકે છે. સાથે કામ કરતાં લોકો અને નીચલા સ્તરના લોકો પાસેથી તમને મદદ મળી શકે છે. આ દિવસોમાં તમે પોઝિટિવ રહેશો. લગ્નજીવન માટે સમય ઠીક છે, પરંતુ સ્વાસ્થ્યના મામલે તમારે સાવધાન રહેવું પડશે. 
 

11. કુંભ

મંગળના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. મહેનત વધારે કરશો. પારિવારિક મામલાઓ માટે સમય શુભ છે. મંગળના પ્રભાવથી તમને ફાયદો થશે. તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જઇ શકો છો. સંબંધીઓ પાસેથી મદદ મળી શકે છે. બિઝનેસ કરતાં લોકોને ફાયદો થઇ શકે છે. નોકરિયાત લોકો માટે સમય ઠીક છે. ભૂતકાળમાં કરેલાં કાર્યોનું ફળ તમને મળી શકે છે. મંગળના પ્રભાવથી પોઝિટિવ શારીરિક બદલાવ આવી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે છે. દેવું ઉતરી શકે છે.
 

12. મીન

ગોચર કુંડળીના નવમાં ભાવમાં મંગળ હોવાથી મહેનત વધશે અને કિસ્મતનો સાથ પણ મળશે. સાથે કામ કરતાં અને આસપાસના લોકો પાસેથી મદદ મળી શકે છે. આ સમયગાળામાં તમે એવા કામ કરશો જેનો ફાયદો આવનાર દિવસોમાં મળશે. ખાન-પાન અને સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. તમારે સારી આદતો અપનાવી પડશે. આ દિવસોમાં માતા-પિતા પાસેથી મદદ મળશે. લગ્નજીવન માટે સમય ઠીક રહેશે. મંગળના પ્રભાવથી કોઇ ધાર્મિક યાત્રા પણ થઇ શકે છે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી