રાશિફળ / તુલા રાશિમાં સૂર્ય, બુધ અને મંગળ ગ્રહના હોવાથી થોડાં લોકોની મુશ્કેલી વધી શકે છે

Mars In Libra Zodiac, Sun and Mercury also with Mars in Same Zodiac

  • ગ્રહોની વિશેષ સ્થિતિથી થોડાં લોકો માટે જોબ અને બિઝનેસમાં સારો બદલાવ આવી શકે છે

Divyabhaskar.com

Nov 13, 2019, 08:50 AM IST

ધર્મ ડેસ્કઃ 10 નવેમ્બરે મંગળ ગ્રહે રાશિ બદલીને તુલા રાશિમાં સૂર્ય, બુધ અને મંગળની યુતિ બનાવી છે. આ 3 ગ્રહોના કારણે થોડાં લોકો પરેશાન રહેશે ત્યાં જ થોડાં લોકો માટે સારો સમય પણ શરૂ થઇ ગયો છે. સૂર્ય અને મંગળનું એક જ રાશિમાં હોવું શુભ માનવામાં આવતું નથી, પરંતુ 16 નવેમ્બર બાદ સૂર્યના રાશિ પરિવર્તન થવાથી અનેક લોકોને પરેશાનીઓથી રાહત મળી શકે છે. જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે મંગળનો તુલા રાશિમાં પ્રવેશ તથા સૂર્ય અને બુધ સાથે યુતિ બનવાથી 12 રાશિઓ તેનાથી પ્રભાવિત થશે.

બારેય રાશિ ઉપર આવી અસર થશેઃ-

મેષઃ-
સાતમા ભાવમાં સૂર્ય, બુધ અને મંગળ ગ્રહના હોવાથી વેપારની દ્રષ્ટિએ આ રાશિના લોકો માટે ઉથલ-પુથલવાળો સમય રહેશે. આ દિવસે તમારે દરેક પ્રકારના લેણ-દેણ અને રોકાણમાં સાવધાન રહેવું પડશે. તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગો છો તો બજારની સ્થિતિ જોઇને સાવધાનીથી રોકાણ કરો. લગ્ન સંબંધી મામલાઓમાં મોડું થવાના યોગ બની રહ્યા છે. મકાન અને વાહન ખરીદીનો યોગ પણ બની રહ્યો છે.

વૃષભઃ-
આ રાશિ માટે ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં આ 3 ગ્રહોના પ્રવેશથી વિવાદોથી મુક્તિ મળી શકે છે. દુશ્મન-ભાવમાં આ ગ્રહોના હોવાથી કોર્ટ-કચેરીના મામલાઓ પૂર્ણ થઇ શકે છે અને નિર્ણય તમારા પક્ષમાં રહેશે. તમારે દરેક મામલાઓને સમજી-વિચારીને જ ઉકેલવા. આ દિવસોમાં મોસાળ પક્ષથી કોઇ અશુભ સમાચાર આવે તેવી સંભાવના છે. વધારે ખર્ચ હોવાથી આર્થિક તંગી પણ રહેશે.

મિથુનઃ-
3 ગ્રહોની યુતિ તમારી માટે શુભ છે. તેના પ્રભાવથી નવી યોજના બનશે અને તેના ઉપર કામ પણ થશે. શિક્ષા અને પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તેના પ્રભાવથી સંતાન સંબંધી ચિંતા દૂર થઇ શકે છે. સફળતા મળવાના યોગ બની રહ્યા છે. સૂર્ય, બુધ અને મંગળના પ્રભાવતી લાભના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોની ઉન્નતિ થવાની સંભાવના છે. બિઝનેસમાં પણ સારો સમય રહેશે. ત્યાં જ અટકાયેલાં રૂપિયા પણ મળી શકે છે.

કર્કઃ-
તમારી માટે સમય મિશ્રિત રહેશે. ગોચર કુંડળીના ચોથા ભાવમાં આ 3 ગ્રહોના હોવાથી તમને માનસિક કષ્ટ તો થશે પરંતુ તમને અનેક મામલે સફળતા પણ મળી શકે છે. જેના માટે તમારે તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર નિયંત્રણ રાખવું પડશે. વાત કરવાની રીતમાં બદલાવ કરવાની જરૂર છે. આવું કરવાથી તમારા મોટાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. રોજગારમાં ઉન્નતિ મળી શકે છે. નવી જોબ અથવા બિઝનેસ માટે વિચારી રહેલાં લોકોને સફળતા મળવાની સંભાવના વધારે છે.

સિંહઃ-
તમારી માટે પણ સમય સામાન્ય રહેશે. આ 3 ગ્રહોના કારણે તમારું પરાક્રમ વધશે. તમારા નિર્ણયો મજબૂત થશે. સાહસ અને શોર્ય વધશે પરંતુ તમારે લેણ-દેણ અને રોકાણના મામલે સાવધાની રાખવી પડશે. સૂર્ય, બુધ અને મંગળના કારણે તમે કોઇપણ નવું કામ શરૂ કરવા માંગો છો તો તેમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. આ દિવસોમાં તમને આગળ વધવાના અવસર પણ મળશે.

કન્યાઃ-
ગોચર કુંડળીના ધન ભાવમાં 3 ગ્રહોના હોવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઇ શકે છે. તમારે સમજી-વિચારીને બોલવું જોઇએ. લોકો તમારી વાતનો ખોટો અર્થ પણ કાઢી શકે છે. ગુસ્સામાં કંઇપણ બોલતાં પહેલાં વિચાર કરી લેવો જોઇએ. કોઇપણ પ્રકારનું વચન આપવું નહીં. આ ગ્રહોના કારણે તમારી જમણી આંખમાં સમસ્યા થઇ શકે છે. સંભાળીને રહેવું. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે. વાહન સાવધાનીથી ચલાવવાં. તમે કોઇ ષડયંત્રના શિકાર પણ થઇ શકો છો.

તુલાઃ-
3 ગ્રહોના કારણે તમને ઉન્નતિના અવસર મળી શકે છે. એકથી વધારે આવક સોર્સ તમને મળી શકે છે. અનેક મામલે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. તમારા પ્રભાવમાં પણ વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. તમારી યોજનાઓ સાર્વજનિક ન હોય તેનું ધ્યાન રાખવું. લોકો સાથે તમારા મનની વાત વ્યક્ત કરતાં સાવધાન રહેવું.

વૃશ્ચિકઃ-
ગોચર કુંડળીના બારમાં ભાવમાં આ ગ્રહો હોવાથી તમારી દોડ-ભાગ વધી શકે છે. ખર્ચ પણ વધવાની સંભાવના છે. દૂર સ્થાનની યાત્રા થવાના યોગ છે. દૂર સ્થાનના લોકો પાસેથી સહયોગ મળી શકે છે. કોર્ટ અથવા કોઇ વિવાદના મામલાઓ તમારી ફેવરમાં આવી શકે છે. અધિકારીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવાની કોશિશ કરતાં રહો. તમારી માટે કોઇના મનમાં ગેરસમજ પણ ઊભી થઇ શકે છે. સાવધાન રહેવું.

ધનઃ-
3 ગ્રહોના કારણે તમારો ફાયદો વધી શકે છે. આ ગ્રહોના કારણે તમને અનેક મામલે કિસ્મતનો સાથ મળી શકે છે. નોકરિયાત લોકોને પદોન્નતિ પણ મળી શકે છે. પ્રતિષ્ઠા વધવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં તમારો પ્રભાવ વધી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. યાત્રાઓના યોગ બની રહ્યા છે. શિક્ષા અને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. આ ગ્રહોના કારણે સંતાન સંબંધી ચિંતા દૂર થઇ શકે છે.

મકરઃ-
ગોચર કુંડળીના કર્મ ભાવમાં આ 3 ગ્રહોના હોવાથી નોકરી અને બિઝનેસ માટે સમય ઠીક રહેશે. નવી નોકરીની શોધ કરી રહેલાં લોકોને સારો ઓપ્શન પણ મળી શકે છે. મોટાં લોકો સાથે મુલાકાત થઇ શકે છે. મકાન અથવા વાહનની ખરીદીના મામલાઓ સામે આવશે. આ મામલાઓમાં કોઇ નિર્ણય સમજી-વિચારીને જ લેવો. પારિવારિક ક્લેશ ઊભો થવાની સંભાવના છે. મન અશાંત રહેશે.

કુંભઃ-
ગોચર કુંડળીના ભાગ્ય ભાવમાં આ 3 ગ્રહો હોવાથી તમારા થોડાં કાર્યોમાં મોડું થઇ શકે છે. કાર્યક્ષેત્ર અને અન્ય મામલે ઉતાર-ચડાવ આવી શકે છે. આ સ્થિતિ થોડાં સમય માટે જ રહેશે. સૂર્યના રાશિ પરિવર્તન બાદ તમને કિસ્મતનો સાથ મળી શકે છે. યાત્રાઓના યોગ પણ બનશે.

મીનઃ-
3 ગ્રહોના કારણે તમારી માટે સમય ઠીક નથી. તમારે સંભાળીને રહેવું પડશે. વાહન સાવધાનીથી ચલાવો. વિવાદોમાં પડવાથી બચવું. ન્યાયાલયથી દૂર રહેશો તો સારું છે. સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં પણ તમારે સંભાળીને રહેવું પડશે. પેટ સંબંધી સમસ્યા થવાની સંભાવના છે. કામકાજ સાવધાનીથી કરો. નવેમ્બરના અંતિમ દિવસો બાદ સમયમાં બદલાવ આવી શકે છે.

X
Mars In Libra Zodiac, Sun and Mercury also with Mars in Same Zodiac

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી