ગ્રહ પરિવર્તન / મંગળ ગ્રહ 47 દિવસ સુધી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે, 12 રાશિ ઉપર અસર

Mangal rashi parivartan June 2019​​​​​​​

Divyabhaskar.com

Jun 22, 2019, 11:53 AM IST

ધર્મ ડેસ્ક : આજથી ગ્રહ ગોચર પરિભ્રમણના સેનાપતિ મંગળ ગ્રહ ઉચ્ચ રાશિમાં સતત 47 દિવસ માટે પરિભ્રમણ કરશે. સામાન્ય રીતે મંગળ એક રાશિમાં 40 દિવસ પરિભ્રમણ કરતો હોય છે. આ વખતે એક અઠવાડિયું વધારે ભ્રમણ કરશે. કર્ક રાશિ--જળ રાશિ હોવાથી શાંત, સૌમ્ય, સ્નેહ, લાગણી માટે ગણાય છે. જ્યારે મંગળ અગ્નિની રાશિ ગણાય છે .જોમ, જુસ્સો, તાકાત, આક્રમકતા વગેરેનો કારક ગણાય છે. આ રાશિમાં જન્મેલા બાળકો લગભગ આર્થિક રીતે ખૂબ જ ધનવાન જોવા મળે છે. નવી-નવી ટેકનોલોજીનો લાભ સમાજમાં મળશે .

ખાસ કરીને ઘણા લાંબા સમયથી બંધ કરેલ જમીન-મકાનના સોદાઓ વધશે. તેજીના ચક્ર સતત ગતિમાન રહશે. અદ્યતન લોહીની લેબોરેટરીની સેવા પ્રાપ્ત થાય, તેમજ તેની વિશેષ જાગૃતિ અભિયાન યોજાય. વરસાદ એકંદરે સારો રહે. છતાં અમુક જગ્યા ઉપર વિનાશક વરસાદને કારણે આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વરસાદમા રોગચાળો તથા ચામડીના દર્દ વધી શકે છે. મંગળ-શનિથી છઠ્ઠે હોવાથી રાજકીય મહાનુભવોમાં આંતરિક વાદવિવાદ જોવા મળશે. તેમજ શોર્ટસર્કિટના અશુભ બનાવો વધી શકે છે.


ચંદ્ર રાશિથી દરેક રાશિના જાતકોને કેવું ફળ આપશે તે જોઈએ.

(1) મેષ રાશિ (અ,લ,ઈ) : માતાની તબિયત માટે વિશેષ કાળજી રાખવી. નોકરી-ધંધામાં વાદ-વિવાદ કે ઝઘડા થાય. ગણપતિની ઉપાસના વધારે ફળદાયી નીવડે.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ): ટૂંકી મુસાફરી થાય, લાંબા સમયના બાકી દસ્તાવેજો થાય. નાના ભાઈથી લાભ. ગાયત્રી કે કુળદેવી ઉપાસના લાભપ્રદ બને.

(3) મિથુન રાશિ( ક,છ,ઘ) : કુટુંબ કબીલામાં ઝઘડા થાય. ધનપ્રાપ્તિના વિશેષ યોગ બને. વાહન ચલાવવા માટે વિશેષ કાળજી રાખવી. મહાદેવના દર્શન નિયમિત કરવાથી વધુ સમય સારો બની રહેશે.

(4) કર્ક રાશિ (હ,ડ): અકલ્પનિય બાકી કામો પૂર્ણ થાય. પ્રેમ-પ્રસંગો બનશે. સ્વભાવમાં ઉગ્રતા રહે. ઓમ રીમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી વધારે ફાયદો થાય.

(5) સિંહ રાશિ (મ,ટ): તબિયત તંદુરસ્તી માટે કાળજી રાખવી. નોકરીમાં વધારે તક મળે. શત્રુ પર વિજય, સૂર્યના યંત્રની પૂજા કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય.

(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) : મિત્રો વડીલોથી સારા સમાચાર આવે. અધુરો અભ્યાસ પૂર્ણ થાય. સંતાન સંબંધી બાબતે ચિંતા જનક સમય. વૃક્ષને નિયમિત પાણી પીવડાવવાથી માનસિક શાંતિ બની રહે.

(7) તુલા રાશિ (ર,ત) : નોકરી-ધંધામાં શુભ પરિવર્તન. માતાની માંદગી આવી શકે. જૂની મિલકતો વેચવાથી ફાયદો થાય. નવગ્રહ મંત્ર-જાપ રોજ કરવા.

(8)વૃશ્ચિક રાશિ (ન,ય) : ભાગ્ય પરિવર્તન, ધાર્મિક યાત્રાઓ થાય. ગુપ્તધન મળવાની સંભાવના. ચંદીપાઠ કે દેવી કવચના પાઠ કરવાથી વધારે ધન પ્રાપ્તિ થાય.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : ઘાત જનક માંગી કદાચ આવી શકે, પરંતુ એની ચિંતા કરવી નહીં. લગ્નજીવનમાં વાદ-વિવાદ થયા કરે. ગરીબોને તેલ વેચવાથી ઉન્નતી થાય.

(10)મકર રાશિ (ખ,જ) : જમીન મકાન મિલકતના સોદા પડે.લાંબા સમયની બાકી રકમ મળી શકે, પહેલા ની બાકી મનોતી પરિપૂર્ણ અવશ્ય કરવી. ખિસ્સામાં લાલ પેન અવશ્ય રાખવી. અનેકવિધ લાભો થઈ શકે.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) : ટાઈફોડ, ઝાડા ઉલટીની બીમારી થવાની શક્યતા રહેલી છે. નોકરિયાત વર્ગે નોકરીમાં કાળજી રાખવી. પરદેશથી લાભ, હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું.

(12)મીન રાશિ (દ,ચ,ઝ,થ): વડીલો પાર્જીત મિલકતની ફાળવણી થવાની સંભાવના. શેરબજારમાં આવકમાં વધારો થાય એના જૂના-જૂના પાડોશીથી સારા સમાચાર મળે. ચણાની દાળનું દાન કરવાથી વધારે સમય ગોલ્ડન બની રહેશે.


(માહિતી- જ્યોતિષાચાર્ય આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ)

X
Mangal rashi parivartan June 2019​​​​​​​
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી