યોગ-સંયોગ / ડિસેમ્બરમાં 5 રવિવાર, 5 સોમવાર અને 5 મંગળવાર હોવાથી દેશની રાજનીતિમાં મોટા પરિવર્તન આવી શકે છે

Due to 5 Sundays, Mondays and Tuesdays in December, there can be major changes in the country's politics

  • સૂર્ય, ચંદ્ર અને મંગળની વિશેષ સ્થિતિઓને લીધે દેશમાં અસંતુષ્ટી અને તણાવ પણ રહેશે

Divyabhaskar.com

Nov 28, 2019, 06:19 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- આ વર્ષે ડિસેમ્બર મહિનામાં 5-5 રવિવાર, સોમવાર અને મંગળવાર હોવાથી સૂર્ય, ચંદ્ર અને મંગળનો વિશેષ પ્રભાવ રહેશે. આ 3 ગ્રહોની સ્થિતિથી દેશમાં મોટા ફેરફાર અને ઘટનાઓ સર્જાવાની સંભાવનાઓ બની રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત 1 ડિસેમ્બરથી જ થશે. આ મહિનામાં 8, 15, 22, 29 ના રોજ પણ રવિવાર રહેશે. આ ક્રમમાં 2 ડિસેમ્બરે સોમવાર આવે જે 9, 16, 23, 30 તારીખે ફરી આવશે. એ જ રીતે 3 ડિસેમ્બરે મંગળવાર રહેશે જે 10, 17, 24 અને 31 તારીખે પણ રહેશે.

5 રવિવારો હોવાના પ્રભાવ-

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે સૂર્યને રાજનીતીથી જોડીને જોવામાં આવે છે. પાંચ રવિવાર એક મહિનામાં આવવા તે એ વાતનો સૂચક છે કે રાજનીતીના ક્ષેત્રમાં કેટલીક વિશેષ ઘટનાઓ સર્જાઈ શકે છે જે સામાન્ય લોકોની આશાથી વિપરીત હોઈ શકે છે. આ મામલાઓ પર એવું કહી શકાય કે સરકાર અને પ્રશાસન સાથે જોડાયેલા નિર્ણયો આ મહિને થવાની શક્યતાઓ છે. આ મહિને દેશના રાજ્યોની સરકારો અને રાજનીતિક દળોમાં મોટા ફેરફાર આવી શકે છે.


5 મંગળવારોનો પ્રભાવ


મંગળવાર આમ તો ઉગ્રતાનું પ્રતીક છે. આ સંયોગને લીધે એવી આશંકા છે કે પડોશી દેશોની સાથે કેટલીક ખટ-પટ થઈ શકે છે. આતંકીઓની ઘુસપેટની સાજિશ કે કોઈ મોટી દુર્ઘટના જેવી ઘટનાઓની આશંકા બની રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે પાંચ સોમવાર પડવાથી આ નકારાત્મકતા થોડી ઓછી થઈ શકે છે. જો કે સોમવારને શુભ માનવામાં આવે છે અને ચંદ્ર મનનો કારક હોય છે, એવી વખતે વખતે બધી અનિશ્ચિતતાઓ દૂર થવાના પણ પ્રબળ યોગ બની શકે છે.


5 સોમવારોની અસર-


જ્યોતિષમાં સોમવાર ચંદ્રનો દિવસ માનવામાં આવે છે. આ મહિને 5 સોમવાર હોવાથી ધાન્ય અને ટ્રવ્ય અર્થાત્ દૂધ, પાણી અને અન્ય ખાદ્ય લિક્વિડના ભાવ વધી શકે છે. ચંદ્રના પ્રભાવથી આ મહિને દેશ અને દુનિયામાં મોસમને લગતાં ન ધારેલાં પરિવર્તન આવી શકે છે. બરફવર્ષાને લીધે બીમારીઓ વધી શકે છે. આ મહિને 5 સોમવાર હોવાથી ચંદ્રનો પ્રભાવ રહેશે. ગોચર સ્થિતિમાં ચંદ્રના પીડિત થવાથી અનેક લોકો માનસિક તણાવથી પરેશાન પણ રહેશે.

X
Due to 5 Sundays, Mondays and Tuesdays in December, there can be major changes in the country's politics

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી