ગ્રહ ભ્રમણ / સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું સિંહમાં ભ્રમણ; નવા કાર્યો શરૂ કરવા માટે સારો કહી શકાય

Lunar orbit of the Sun, Venus, Mars and Mercury; It can be good to start new work

  • મહિને ગુરુ અને શનિ બંને વક્રીમાંથી માર્ગી ભ્રમણ શરૂ કર્યું
  • સાથે સાથે મંગળ પોતાની નીચ રાશિ છોડીને સિંહ રાશિમાં જશે અને સૂર્ય પણ પોતાની સ્વગૃહી રાશિમાં જતાં બળવાન બનશે

Divyabhaskar.com

Aug 16, 2019, 04:52 PM IST

ધર્મ ડેસ્ક. કાલ અમૃતયોગ (23 જુલાઈથી 15 ડિસેમ્બર) જ્યારે બધા જ ગ્રહો રાહુ-કેતુ વચ્ચે ગોઠવાઈ જાય ત્યારે કાલ સર્પ યોગ કે કાલ અમૃત યોગનું સર્જન થાય છે. જો કે ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલાતો હોવાથી અને શનિ કેતુથી દૂર જવાથી આંશિક કાલસર્પ યોગ બને. જ્યારે રાહુ તરફથી બધા ગ્રહો કેતુ તરફ ભ્રમણ કરી રહ્યા હોય તેને કાલ અમૃત યોગ કહે છે.

આ યોગ શરૂ થાય ત્યારે રાહુ સાથે શુક્ર ગ્રહ આવી જતાં તે આ યોગની શરૂઆત કરે છે અને જ્યારે પૂર્ણ થશે ત્યારે પણ શુક્ર કેતુ સાથે જોડાયેલો હોવાથી જ્યારે શુક્ર રાશિ બદલશે ત્યારે તે પૂર્ણ પણ શુક્ર દ્વારા જ થશે. સામાન્ય રીતે કાલસર્પ યોગ જેની કુંડળીમાં હોય તેઓ કર્મોના બંધન અનુભવે. અમુક પરિસ્થિતિ તેમને ગમે કે ના ગમે, તેનો સામનો કે અનુભવ તેમને કરવો જ રહ્યો; તેવું લાગે.

રાહુ-કેતુ વચ્ચે જ્યારે બધા ગ્રહો આવી જાય ત્યારે વ્યક્તિને કોઈ દિશામાં જવા કે કોઈ કાર્ય કરવા માટેનું દબાણ અનુભવાય. અત્યારે પણ આ પ્રકારની ગ્રહસ્થિતિ છે. પરંતુ વ્યક્તિગત કુંડળીમાં ગ્રહો જુદી જુદી રીતે ગોઠવાયેલા હોય, આથી દરેકને જીવનનાં અલગ અલગ ક્ષેત્રમાં, એક બળજબરી અગર તો નાછૂટકે ભોગવવી જ પડે/ સામનો કરવો પડે તેવી સ્થિતિ આવે. પરંતુ વ્યક્તિગત કુંડળી પ્રમાણે તે અલગ અલગ બાબતને લઈને હોય અને આ સ્થિતિ ડિસેમ્બર સુધી રહેશે. એટલે જરૂરી નથી કે સતત આવી સ્થિતિનો અનુભવ થાય, કેમ કે અન્ય ગ્રહોના ભ્રમણ અને તેની અસરો પણ કામ કરે.

સૂર્ય (17 ઓગસ્ટ 16 સપ્ટેમ્બર), શુક્ર (16 ઓગસ્ટ 9 સપ્ટેમ્બર), મંગળ (8 ઓગસ્ટ 24 સપ્ટેમ્બર) અને બુધ (26 ઓગસ્ટ 10 સપ્ટેમ્બર) નું સિંહ રાશિમાં ભ્રમણ : ગ્રહોનો રાજા સૂર્ય જ્યારે પોતાની જ રાશિમાં હોય તે સ્થિતિ જ બળવાન કહેવાય. જોકે, સાથે શુક્ર અને મંગળ પણ આ રાશિમાં રહેશે. અન્ય ગ્રહોની સ્થિતિમાં ઉતાર ચઢાવ આવ્યા કરે પરંતુ સૂર્યની બળવાન સ્થિતિ પોતાના માટે, પોતાની પ્રગતિનાં કાર્યો માટે સારી કહી શકાય. સૂર્યને લગતાં કાર્યક્ષેત્ર જેમ કે સત્તા, રાજકારણ, ઉત્પાદન વગેરેમાં સારો પ્રગતિકારક સમય કહી શકાય.

સૂર્ય સાથે બુધ અને શુક્ર અને મંગળ જોડાતા તેમનું પણ બળ મળે. મંગળ પોતાનું નીચત્વ છોડીને આ રાશિમાં આવતા તેની સ્થિતિ પણ બળવાન બને છે કેમ કે મંગળ અને સૂર્ય નૈસર્ગિક મિત્રો છે. આથી આ બધા ગ્રહો એકસાથે એક રાશિમાં હોતા, દરેક ગ્રહોને લગતાં કાર્યક્ષેત્રમાં આગળ વધવા સારો સમય કહી શકાય. વ્યક્તિગત કુંડળીમાં જ્યાં સિંહ રાશિ આવેલી હોય તેની પર ખાસ ધ્યાન આપવું અને તેને લગતી બાબતોમાં આગળ વધવું. તે સ્થાનને લગતી બાબતોના અટકી ગયેલાં કાર્યો કે અધૂરાં રહેલાં કાર્યો પૂરા કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, કેમ કે ચાર ગ્રહોનું બળ એ સ્થાનને મળે છે.

ગત જુલાઈ મહિનો ડામાડોળ સ્થિતિ ધરાવતો હતો. આ મહિને ગુરુ અને શનિ બંને વક્રીમાંથી માર્ગી ભ્રમણ શરૂ કર્યું, સાથે સાથે મંગળ પોતાની નીચ રાશિ છોડીને સિંહ રાશિમાં જશે અને સૂર્ય પણ પોતાની સ્વગૃહી રાશિમાં જતાં બળવાન બનશે. મંગળની દૃષ્ટિ પોતાની વૃશ્ચિક રાશિ પર પણ રહેશે જેથી વૃશ્ચિકમાં રહેલા ગુરુને પણ મંગળનું બળ મળે. આમ, ગ્રહોની સ્થિતિ પહેલાં કરતા સારી બનતી જાય અને આથી વ્યક્તિગત કુંડળીમાં પણ પહેલાં કરતાં સારા સમય અને પરિસ્થિતિનો અનુભવ થાય. અધૂરા કાર્યો પૂરા કરવા અને નવી શરૂઆત કરવા માટે આવનાર સમય ખૂબ જ સારો કહી શકાય.

X
Lunar orbit of the Sun, Venus, Mars and Mercury; It can be good to start new work

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી