• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • Lunar eclipse on 16th July: The mental anxiety of the people of the Kanya Zodiac will increase; Other zodiac signs will be good and bad

ચંદ્રગ્રહણ / 16 જુલાઈએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : કન્યા રાશિનાં લોકોની માનસિક ચિંતા વધશે, અન્ય રાશિ શુભ-અશુભ અસર થશે

Lunar eclipse on 16th July: The mental anxiety of the people of the Kanya Zodiac will increase; Other zodiac signs will be good and bad

Divyabhaskar.com

Jul 15, 2019, 07:14 PM IST

ધર્મદર્શન ડેસ્ક.વર્ષ 2019 માં બીજું ચંદ્રગ્રહણ 16 -17 જુલાઇ મંગળવારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રાત્રે 1.32 કલાકથી શરૂ થઈ 4 વાગ્યે પૂર્ણ થશે, જેથી કોઈપણ શુભકાર્ય નહિ થાય, આ ગ્રહણ ભારતમાં દેખાશે. જ્યોતિષી આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યાનુસાર, ચંદ્રગ્રહણની દરેક રાશિ પર શુભ-અશુભ અસર થતી હોય છે. ચંદ્રગ્રહણની દરેક રાશિ પર શુભ-અશુભ અસર પડશે.

  • મેષ રાશિના જાતકો માનસિક,ઉદ્વેગ,અશાંતિ અજંપો રહ્યા કરશે. આવક કરતા જાવક વધશે. આ રાશિના લોકોએ આરોગ્ય સંભાળવું.
  • વૃષભ રાશિના લોકોએ કુટુંબ કબીલામાં સંબંધોમાં મત-મતાંતર રહે.આંખને લગતી બીમારી થઈ શકે છે. આ રાશિ માટે ચંદ્રગ્રહણની અસર ખરાબ રહેશે.
  • મિથુન રાશિના જાતકોના લગ્નજીવનમાં તનાવ વધશે તેમજ માનસિક ચિંતા સતાવશે.
  • કર્ક રાશિના લોકોને નોકરીમાં વ્યવસાયમાં સાવધાની રાખવી તેમજ નોકરીમાં ઝઘડા થાય. નવા-નવા મિત્ર મંડળમાં અવશ્ય સાવધાની રાખવી.
  • સિંહ રાશિના જાતકોને સંતાનને લગતી સમસ્યા વધી શકે. આકસ્મિક શેરબજારમાં નુકસાન આવી શકે.
  • કન્યા રાશિનાં લોકોની માનસિક ચિંતા વધશે.
  • તુલા રાશિનાં જાતકોએ આ સમય દરમિયાન મહત્વના દસ્તાવેજો કરવા નહીં. તે ઉપરાંત પાડોશી સાથે સંબંધો બગડી શકે.
  • વૃશ્ચિક રાશિના લોકોને નુકસાન સહન કરવું પડશે તેમજ મહત્વની તકો હાથમાંથી જતી રહેશે. દેવ મંદિરમાં જઈ દર્શન કરવા.
  • ધન રાશિનાં લોકોએ નોકરી-ધંધામાં સાવધાની રાખવી.અનાથ બાળકોને ગરમ કપડાં આપવાં.
  • મકર રાશિના લોકોએ કોર્ટ-કચેરીના કામમાં વિધ્ન નડે. તેમજ પરિવારમાં સભ્યને ગંભીર બીમારી થઈ શકે છે.
  • કુંભ રાશિના જાતકોએ પ્રવાસ-પર્યટન ટાળવો. કોઈની વાતમાં ન આવવું. હોસ્પિટલમાં જઈ ફળફળાદિ વેચવા.
  • મીન રાશિના લોકોએ પોતાની તંદુરસ્તીની અવશ્ય કાળજી રાખવી.
X
Lunar eclipse on 16th July: The mental anxiety of the people of the Kanya Zodiac will increase; Other zodiac signs will be good and bad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી