ચંદ્રગ્રહણ / ગ્રહણની શુભાશુભ અસર બારેય રાશિઓ ઉપર થશે, આ સમયગાળા દરમિયાન ગાયત્રી મંત્ર કે ઓમકારનો જાપ કરો

Lunar Eclipse on 10th January 2020: know the effects of lunar eclipes on all zodiacs sign

Divyabhaskar.com

Jan 08, 2020, 09:33 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ અગામી તારીખ 10 જાન્યુઆરીના રોજ મંદ ચંદ્રગ્રહણ થશે. જે મિથુન રાશિ અને (પુનર્વસુ નક્ષત્ર, સ્વામી ગુરૂ) સામે ધન રાશિમાં પંચગ્રહી (સૂર્ય, બુધ, ગુરુ, શનિ, કેતુ) યુતિ બની રહી છે. આ ગ્રહણ ભારત, એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં દેખાશે પરંતુ આ ગ્રહણને ધાર્મિક રીતે પાળવાનું નથી. ત્યારબાદ તા.5/૦6/2020 અગામી છાયા ચંદ્રગ્રહણ બે અશુભ ગ્રહણ થવાનો યોગ બનશે. આ સમયગાળાને શ્રાપિત યોગ, ચાંડાલ યોગ કે ગ્રહણ યોગ સર્જાતા ખૂબ મોટી દુર્ઘટનાઓ થવાની શક્યતા નકારી શકાતી નથી.

આ ચંદ્રગ્રહણ વિશે જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ ખાસ બાબતો જણાવી રહ્યા છે-

તારીખઃ- 10 પોષ સુદ પૂનમ શુક્રવાર

ગ્રહણનો સ્પર્શ:- 10.37 રાત્રે

ગ્રહણનો મધ્ય સમય:- 00:40

ગ્રહણનો મોક્ષનો સમય:- 02:42 મિનિટ

ગ્રહણનો ભોગ્ય સમય:- 04:05 મિનિટ રહેશે.

આ ગ્રહણ ભારતમાં દેખાશે પરંતુ તેનો દોષ લાગશે નહીં માટે ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી.

ગ્રહણ દરમિયાન શું ન કરવુંઃ-
ઊંઘ, આહાર, મૈથુન, મુસાફરી, મહત્ત્વની મીટિંગ, નવી મુલાકાત, ઔષધી ગ્રહણ ન કરવી, દીવો પ્રગટાવવો નહીં, સગર્ભા સ્ત્રી તેમ જ નાના બાળકોએ ઘરની બહાર જવું નહીં, સોનું પહેરવું નહીં, તુલસી પાન તોડવા નહીં.

ગ્રહણ દરમિયાન શું કરવું જોઇએઃ-
શક્ય હોય તો સૌપ્રથમ મૌન રહો, ગાયત્રી મંત્ર, ઇષ્ટદેવનું સ્મરણ, ઓમકારનો જાપ, નવગ્રહ મંત્રજાપ, ગુરૂ-ચંદ્રના જાપ, મહામૃત્યુંજયના જાપ, નવકાર મંત્રનો જાપ, મહાદેવની ઉપાસના, શનિ મંત્રનો જાપ પણ કરી શકાય છે.

ગ્રહણ પૂર્ણ થયા પછી શું કરવુંઃ-
સૌપ્રથમ સ્નાન, ઘર કે ઓફિસમાં ગૌ-મૂત્ર છાંટવું, દીવો પ્રગટાવવો, માટલામાં નવું પાણી ભરવું, તાજા દૂધની ચા પીવો અને નવેસરથી રસોઈ બનાવો.

ગ્રહણના મોક્ષ પછી કઈ-કઈ વસ્તુનું દાન ઉત્તમ ગણાય છેઃ-
સામાન્ય રીતે ચપ્પલ, નવા વસ્ત્ર, કોઈપણ પ્રકારનો લોટ, રૂતુ ફળ, દહીં, છાશ કે જૂના સિક્કા દાન કરી શકાય છે.

આ ગ્રહણ વખતે સિહલગ્નઃ-
લગ્નનેશ સૂર્ય પંચમભાવમાં પાંચ ગ્રહો સૂર્ય-બુધ-શનિ ગુરુ-કેતુની યુતી ઉપર રાહુની દ્રષ્ટિ હોવાથી વિદ્યાર્થીગણ માટે, ધર્માચાર્યો, સંત મહંત, શિષ્ય તેમજ વડીલ વર્ગ માટે વધારે અશુભ કારક નીવડશે. તેમજ શેરબજારમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળે અને લોકોને માનસિક સ્થિતિ દ્વિધા ભરી સતત રહ્યા કરે.

ગ્રહણ કઈ-કઈ રાશિઓ માટે શુભા-શુભ રહેશેઃ-

1- મિથુન, કર્ક, ધન, મીન રાશિના જાતકો માટે અશુભ રહેશે.
2- મેષ, વૃષભ, વૃશ્ચિક, મકર રાશિના જાતકો માટે મધ્યમ રહેશે.
3- સિંહ અને કુંભ રાશિના જાતકો માટે શુભ રહેશે.

જન્મકુંડળીના ગ્રહોના યોગને આધારે આ ગ્રહણની અસર વધારે ખરાબ થશે. આ ગ્રહણ જે વ્યક્તિની કુંડળીમાં કેન્દ્ર યોગ, ચાંડાલ યોગ, સાપ્રિત યોગ, વિશયોગ જેવા અશુભ યોગમાં જન્મનારો જાતકો માટે વધારે ખરાબ ગણી શકાય.

X
Lunar Eclipse on 10th January 2020: know the effects of lunar eclipes on all zodiacs sign

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી