પર્વ / ગુરુવારથી કુંભ સંક્રાંતિની શરૂઆત, રોગ અને પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે સૂર્યપૂજા અને દાન કરવામાં આવે છે

Kumbh Sankranti is done for liberation from today, diseases and troubles, Sun worship and donations

કુંભ સંક્રાતિમાં વસંતઋતુ આવવાથી પ્રકૃતિમાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે

Divyabhaskar.com

Feb 13, 2020, 05:23 PM IST

ધર્મ ડેસ્ક- સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાને સંક્રાંતિ કહે છે. દરેક સંક્રાંતિનું અલગ મહત્વ હોય છે. વારયુક્ત અને નક્ષત્રયુક્ત સંક્રાંતિનું અલગ-અલગ ફળ પણ હોય છે. સૂર્ય મકરથી નિકળીને કુંભમાં પ્રવેશ કરશે જેને કુંભ સંક્રાંતિ કહે છે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ બપોરે 3-18 મિનિટે જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.


બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્ય પૂજા કરી અર્ઘ્ય આપવા અને સૂર્યની પૂજા કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. સૂર્ય ભગવાનની પૂજાથી પરિવારમાં કોઈપણ વ્યક્તિ ઉપર મુસીબત નથી આવતી કે રોગ નથી થતો. સાથે જ ભગવાન આદિત્યના આશીર્વાદથી જીવનના અનેક દોષ પણ દૂર થઈ જાય છે. તેમાં પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થાય છે. આ દિવસે ખાદ્ય વસ્તુઓ, વસ્ત્રો અને ગરીબોને દાન આપવાથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે.


કુંભ સંક્રાંતિ મુહૂર્ત-


13 ફેબ્રુઆરી, ગુરુવાર

શુભ મુહૂર્ત- સવારે 9:26 થી 3:18 સુધી (5 કલાક 52 મિનિટ)


મહાપુણ્ય કાળ- સવારે 1:28 થી 3:18 સુધી (1 કલાક 50 મિનિટ)


કુંભ સંક્રાંતિ-


જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને બધા ગ્રહોનો પિતા માનવામાં આવ્યા છે. સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન સ્થિતિ દ્વારા જ જળવાયુ અને ઋતુઓમાં પરિવર્તન થાય છે. સૂર્યની સ્થિતિ અથવા રાશિ પરિવર્તન જ સંક્રાંતિ કહેવાય છે. હિન્દુ ધર્મંમાં સંક્રાંતિનું મોટું મહત્વ છે. સંક્રાંતિ પર્વ પર સૂર્યોદયથી પહેલાં સ્નાન અને ગંગા સ્નાનનું અત્યંત મહત્વ છે. ગ્રંથો પ્રમાણે સંક્રાંતિ પર્વ પર સ્નાન કરનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. દેવી પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સંક્રાંતિના દિવસે જે સ્નાન નથી કરતાં તેઓ અનેક જન્મો સુધી દરિદ્ર રહે છે. સંક્રાંતિના દિવસે દાન અને પુણ્યકર્મોની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે.


કુંભ સંક્રાંતિનો અર્થ-


જ્યોતિષ પ્રમાણે સૂર્ય ગતિમાન છે અને તે એક રૈખિક પથ પર ગતિ કરી રહ્યો છે. સૂર્યની આ ગતિને લીધે તે પોતાનું સ્નાન પરિવર્તન કરતો રહે છે. સાથે જ વિભિન્ન રાશિઓમાં ગોચર થાય છે. સૂર્ય કોઈપણ રાશિમાં લગભગ એક મહિનો સુધી રહે છે અને ત્યારબાદ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જે હિન્દુ પંચાંગ અને જ્યોતિષ શાસ્ત્રમાં સંક્રાંતિની સજ્ઞા આપવામાં આવી છે.

મકર સંક્રાંતિ પછી સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે જેને કુંભ સંક્રાતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કુંભ અને મીન સંક્રાંતિનું પણ અનોખું મહત્વ હોય છે. કારણ કે આ સમયમાં વસંતઋતુ અને ત્યારબાદ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. કુંભ સંક્રાંતિ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.


કુંભ સંક્રાંતિનું મહત્વ-


હિન્દુ ધર્મમાં પૂર્ણિમા, અમાસ અને એકાદશી તિથિનું જેટલું મહત્વ હોય છે એટલું જ મહત્વ સંક્રાંતિ તિથિનું પણ હોય છે. સંક્રાંતિના દિવસ સ્નાન ધ્યાન અને દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. કુંભ સંક્રાંતિના દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કરો અને સ્નાનમાં કરવાના પાણીમાં તલ જરૂર ભેળવવા જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્ય દેવને અર્ઘ્ય આપો. ત્યારબાદ મંદિરે જઈને શ્રદ્ધા પ્રમાણે દાન કરો. પોતાની ઈચ્છાથી બ્રાહ્મણોને ભોજન કરાવો. તલ અને ગોળથી બનેલ વસ્તુઓ ખાઓ.

X
Kumbh Sankranti is done for liberation from today, diseases and troubles, Sun worship and donations

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી