• Home
  • Dharm Darshan
  • Jyotish
  • 2020 Astrology Prediction, Astrology Bhavishya for 2020, Grah Nakshatra 2020, Guru, Shani, Rahu Ketu Grah in 2020, Jyotish Bhavishya for 2020

નવા વર્ષનું ભવિષ્ય / 2020માં ગુરુ-શનિની ફરી મકર રાશિમાં યુતિ રહેશે, વર્ષમાં 6 ગ્રહણોને લીધે પ્રાકૃતિક આપત્તિઓ અને રાજકીય ક્ષેત્ર ડામાડોળ રહેશે

2020 Astrology Prediction, Astrology Bhavishya for 2020, Grah Nakshatra 2020, Guru, Shani, Rahu Ketu Grah in 2020, Jyotish Bhavishya for 2020

Divyabhaskar.com

Dec 28, 2019, 04:49 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- ૨૦૨૦ શરૂ થવાની તૈયારીમાં જ છે ત્યારે આવનારું વર્ષ કેવું રહેશે તે વિશે બધા લોકો જાણવા માંગતા હોય છે. જ્યોતિષ પ્રમાણે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિના આધારે વર્ષનું ભવિષ્ય નક્કી થતું હોય છે. અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા વર્ષ 2020ની ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અને તેનાથી જનજીવન પર પડનારી અસર વિશે જણાવે છે કે વર્ષ ૨૦૨૦ દરમિયાન વિક્રમ સંવત ૨૦૭૬ વિરોધકૃત સંવત્સર છે અને શક સંવત (ચૈત્ર માસ તા.૨૫/૩/૨૦) ૧૯૪૨ શર્વરી સંવત્સર છે.

હેમીલ લાઠીયા આગળ જણાવે છે કે વર્ષ દરમિયાન કુલ ૬ ગ્રહણો છે જેમાં ૪ ચંદ્રગ્રહણ અને ૨ સૂર્યગ્રહણ છે, વર્ષની શરૂઆતમાં ૧ ચંદ્રગ્રહણ તા.૧૦/૦૧/૨૦ ના રોજ છે, વર્ષની મધ્યમા ૩ ગ્રહણ છે જેમાં બે ચંદ્રગ્રહણ ૧. તા.૫/૬/૨૦, ૨. તા.૫/૭/૨૦ અને એક સૂર્યગ્રહણ તા.૨૧/૬/૨૦ ના રોજ છે.


વર્ષના અંતમાં બે ગ્રહણ છે જેમાં એક તા.૩૦/૧૧/૨૦ ચંદ્રગ્રહણ અને બીજું તા.૧૪/૧૨/૨૦ સૂર્યગ્રહણ છે.


વર્ષની મધ્યમાં ત્રણ સળંગ અને વર્ષની અંતમાં સળંગ બે ગ્રહણ આવ્યા છે.


લાંબા ગાળાની ભ્રમણ કરતા ગ્રહ એક શનિ તા. ૨૪/૦૧/૨૦ થી મકર રાશિમાં આવે છે અને તે દરમ્યાન ગુરુ પણ તા. ૨૯/૩/૨૦ થી તા.૨૯/૬/૨૦ સુધી મકર રાશિમાં ભ્રમણ કરી યુતિ કરે છે તે દરમિયાન ઉત્તરાષાઢા નક્ષત્રમાં પણ યુતિ થાય છે
.

તા.૨૩/૯/૨૦૨૦ થી રાહુ વૃષભ રાશિમાં અને કેતુ મકર રાશિમાં ભ્રમણ કરે છે.

ભારત દેશની વૃષભ લગ્નની કુંડળી છે અને તેમાં મકર રાશિ ભાગ્ય સ્થાનમાં આવે છે.

દેશ-દુનિયા પર શું અસર થશે-


. દેશની સ્થિતિમાં આંતરિક અને બાહ્ય અશાંતિ રહશે, અર્થ વ્યવસ્થા, બઝાર ધીમું પડે અને વર્ષના મધ્ય પછી મંડી તરફી જવાની વધુ શક્યતા વાળું કહી શકાય, દેશમાં નવા પ્રશ્ન ઉભા થાય, નેતાગીરીમાં અવિશ્વાસ ઊભો થાય, ઘણા રાજ્યમાં મુખ્ય મંત્રી બદલાય, રાજકીય પક્ષોમાં અસંતોષ બદલાય, મોટા નેતાઓ જેવા કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ,, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી, મામતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, વગેરેને મુશ્કેલી વધે, નિર્ણય લેવામાં મુશ્કેલી આવે, અણધાર્યા પ્રશ્નની આવી શકે છે.

દેશના બજેટમાં ઉત્સાહનો અભાવ અને અસંતોષ જેવા મળે, બેન્કિંગ, પોલીસ, સેના, ગુપ્તચર બાબત, યુવા, મીડિયા, જેવામાં નવા પરિવર્તન આવે, કોઈ નવા કૌભાંડ બહાર આવે, રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ વધુ રહે, આગ, અકસ્માત, કુદરતી હોનારત, વધે તેવી સંભાવના છે. વર્ષ દરમિયાન યથા શક્તિથી પૂજા ભક્તિ કરવી શ્રેષ્ઠ કહી શકાય.

X
2020 Astrology Prediction, Astrology Bhavishya for 2020, Grah Nakshatra 2020, Guru, Shani, Rahu Ketu Grah in 2020, Jyotish Bhavishya for 2020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી