• Home
  • Dharm Darshan
  • Jyotish
  • The description of solar eclipse is in Rigveda, Maharishi Atri is the first teacher to give knowledge of eclipse

જ્ઞાન / અનેક સદીઓ પહેલાં ઋગ્વેદમાં સૂર્યગ્રહણનું વર્ણન આપવામાં આવ્યું છે, મહર્ષિ અત્રિ ગ્રહણનું જ્ઞાન આપનારા પહેલાં આચાર્ય હતાં

The description of solar eclipse is in Rigveda, Maharishi Atri is the first teacher to give knowledge of eclipse

Divyabhaskar.com

Dec 25, 2019, 07:27 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે થઈ રહ્યું છે. આ પહેલાં 2 જુલાઈએ અને 6 જાન્યુઆરીએ સૂર્યગ્રહણ થયું હતું. આ બંને ગ્રહણ ભારતમાં દેખાયા ન હતાં, પરંતુ 26 ડિસેમ્બરે પડનારા સૂર્યગ્રહણ ભારતમાં જોઈ શકાશે. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, જેનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બંને રીતે ઘણું મહત્વ હોય છે. શાસ્ત્રોમાં સૂર્યગ્રહણના દિવસે બનતી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ધાર્મિક પહેલૂને પણ સમજાવ્યો છે.


વેદોમાં સૂર્યગ્રહણનો ઉલ્લેખ છે-


ઋષિ-મુનિઓએ ગ્રહ નક્ષત્રોની આ ઘટનાનું જ્ઞાન અગાઉથી જ થયેલું હતું. મહર્ષિ અત્રિ ગ્રહણના જ્ઞાનને રજૂ કરનારા પ્રથમ આચાર્ય માનવામાં આવે છે. ઋગ્વેદના એક મંત્રમાં આ ચમત્કારી ઘટનાનું વર્ણન આપવામાં આવ્યું છે "હે સૂર્ય ! અસુર રાહુએ તમારી ઉપર આક્રમણ કરી અંધકારથી વિદ્ધ(ઢાંકી) દીધા, તેને લીધે મનુષ્ય તમારા રૂપને પૂર્ણ રીતે જોઈ ન શક્યા અને હતપ્રભ થઈ ગયાં. ત્યારે મહર્ષિ અત્રિએ પોતાના અર્જિત જ્ઞાનના સામર્થ્યથી છાયા દૂર કરીને સૂર્યનો ઉદ્ધાર કર્યો"


પુરાણોમાં સૂર્યગ્રહણનો ઉલ્લેખ છે-


મત્સ્ય પુરાણ પ્રમાણે સૂર્યગ્રહણનો સંબંધ રાહુ-કેતૂ અને તેના દ્વારા પીવામાં આવેલા અમૃતપાનની કથા સાથે છે. એકવાર સ્વરભાનુ નામનો રાક્ષસ અમૃત પીવાની લાલસાથી રૂપ બદલીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઓળખી લીધો, પરંતુ ત્યારે સ્વરભાનુ અમૃતપાન કરી ચૂક્યો હતો અને અમૃત તેના ગળા સુધી આવી ગયું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી રાક્ષસનું ધડ અલગ કરી દીધું, પરંતુ આ રાક્ષસ અમૃત પી ચૂક્યો હતો એટલા માટે મરી ગયો હોવા છતાં પણ તે જીવિત રહ્યો. તેનું માથુ રાહુ કહેવાયું અને ધડ કેતૂ. કથા પ્રમાણે એ દિવસથી જ જ્યારે સૂર્ય અને ચંદ્ર પાસે આવે છે ત્યારે રાહુ-કેતૂના પ્રભાવથી ગ્રહણ લાગી જાય છે.


મહાભારતમાં સૂર્યગ્રહણનો ઉલ્લેખ છે-


મહાભારત યુદ્ધની શરૂઆત ગ્રહણ વખતે જ થઈ હતી. એ જ રીતે યુદ્ધના છેલ્લા દિવસે પણ ગ્રહણ હતું. તેની સાથે જ યુદ્ધની વચ્ચે એક બીજું સૂર્યગ્રહણ પણ થયું હતું. આ પ્રકારે 3 ગ્રહણ થવાથી મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. મહાભારતમાં અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે તે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારી નાખશે નહીં તો પોતે અગ્નિસમાધિ લઈ લેશે. કૌરવોએ જયદ્રથને બચાવવા માટે સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો, પરંતુ આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી બધી જગ્યાએ અંધારું થઈ ગયું હતું. ત્યારે જયદ્રથ અર્જુનની સામે આવીને એવું કહેવા લાગ્યો કે સૂર્યાસ્ત થઈ ગયો હવે અગ્નિસમાધિ લઈ લે. આ દરમિયાન ગ્રહણ સમાપ્ત થઈ ગયું અને સૂર્ય ચમકવા લાગ્યો. ત્યારે અર્જુને જયદ્રથનો વધ કરી નાખ્યો હતો.


સૂર્યગ્રહણનું જ્યોતિષીય મહત્વ-


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એક વર્ષમાં ત્રણ કે તેનાથી વધુ ગ્રહણ થાય તો તે શુભ નથી ગણવામાં આવતાં. જો એવું થઈ જાય તો પ્રાકૃતિક આપત્તિઓ અને સત્તા પરિવર્તન થતું જોવા મળે છે. ગ્રહણથી દેશમાં રહેનાર લોકોને નુકસાન થઈ શકે છે. બીમારીઓ વધે છે. દેશની આર્થિક સ્થિતિમાં મોટો ઊતાર-ચઢાવ જોવા મળે છે.


સૂર્યગ્રહણનો વૈજ્ઞાનિક પહેલૂ-


વિજ્ઞાન પ્રમાણે સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર ફરતાં-ફરતાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, ત્યારે સૂર્યની ચમકતી રોશની ચંદ્રને લીધે જોવા નથી મળતી. ચંદ્રને લીધે સૂર્ય પૂર્ણ રીતે કે આઁશિક રીતે ઢંકાઈ જાય છે અને આ ઘટનાને જ સૂર્યગ્રહણ કહે છે.

X
The description of solar eclipse is in Rigveda, Maharishi Atri is the first teacher to give knowledge of eclipse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી