• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • Magashar Yoga is being made on Magashar Amavasya on Thursday 26 December, now such a coincidence will come after 12 years

પર્વ / ગુરુવાર 26 ડિસેમ્બરે માગશર મહિનાની અમાસે વૃદ્ધિયોગ બની રહ્યો છે, હવે 12 વર્ષ પછી આવો સંયોગ આવશે

Magashar Yoga is being made on Magashar Amavasya on Thursday 26 December, now such a coincidence will come after 12 years

  • માગશર મહિનાની અમાસે સ્નાન, દાન અને વ્રત કરવાથી પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે

Divyabhaskar.com

Dec 25, 2019, 06:46 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- માગશર મહિનાની અમાસને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આ મહિનામાં સૂર્યદેવની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ હોય છે. અમાસના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે. એટલા માટે પિતૃઓની શાંતિ માટે આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે, તો પિતૃદોષ અને કાળસર્પ દોષથી મુક્તિ માટે પણ આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. આ વખતે આ પર્વ વૃદ્ધિયોગમાં 26 ડિસેમ્બરે, ગુરુવારે આવી રહ્યું છે. આવો સંયોગ 3 વર્ષ પછી બન્યો છે. હવે આવો સંયોગ 2032માં સર્જાશે.


બૃહસ્પતિ અમાસનો સંયોગ-


જ્યોતિષના સંહિતા સ્કંધ પ્રમાણે, શુભ દિવસોમાં આવતી અમાસ શુભફળ આપે છે. 26 ડિસેમ્બર, ગુરુવારે માગસર મહિનાની અમાસનો સંયોગ પણ 3 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં 29 ડિસેમ્બર 2016એ ગુરુવાર અને અમાસ હતી. તો હવે પછી આવો સંયોગ 10 વર્ષ પછી 2031માં બનશે.

માગશર અમાસ પર સ્નાન, દાન અને વ્રત કરવું જોઈએ-

આ દિવસે વહેલાં ઊઠીને તીર્થમાં કે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. એ શક્ય ન હોય તો ન્હાવાના પાણીમાં ગંગાજળ મેળવીને પણ ઘરમાં સ્નાન કરી શકો છો. માગશર મહિનામાં પિતૃઓને તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. એટલા માટે નદી, જળાશય કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ પછી પિતૃઓને તર્પણ કરવું જોઈએ.

માગશર અમાસે સવારે વહેલાં તાંબાના વાસણાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ નાંખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. ત્યારબાદ પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ. આ દિવસે પિતૃઓની શાંતિ માટે ઉપવાસ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને દાન-દક્ષિણા આપવી જોઈએ.

માગશર અમાસનું મહત્વ-

હિન્દુ ગ્રંથોમાં માગશર મહિનાને ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. આ અમાસે કરવામાં આવેલ વ્રત અને દાનના પ્રભાવથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. માન્યતા છે કે માગશર અમાસનું વ્રત કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને મનુષ્ટની સમસ્ત મનોકામનાઓ પૂરી થાય છે. આ અમાસે પિતૃઓની શાંતિ માટે ઉપવાસ રાખવાથી પિતૃગણની સાથે જ બ્રહ્મા, ઈન્દ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ, ઋષિ, પશુ-પક્ષી સહિત ભૂત પ્રાણી પણ તૃત થઈને પ્રસન્ન થાય છે.

X
Magashar Yoga is being made on Magashar Amavasya on Thursday 26 December, now such a coincidence will come after 12 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી