ગ્રહણયોગ / 5થી વધુ ગ્રહો 1 રાશિમાં ભેગા થતાં 15 દિવસમાં 2 અશુભ ગ્રહણ, ચાંડાલયોગ, ગ્રહણયોગ અને શ્રાપિતયોગ સર્જાતા અશુભ ઘટનાઓ સર્જાઈ શકે છે

Solar and Lunar Eclipses Worldwide  2019 Time and Date, Solar eclipse day December 26, 2019

  • 5થી વધુ ગ્રહોની યુતિ હંમેશાં અશુભ ઘટનાઓ પેદા કરે છે, 26મીએ સૂર્યગ્રહણ વખતે 6 ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ, કેતુ યુતિમાં રહેશે તો સામે છેડે મિથુન રાશિમાં રાહુની દ્રષ્ટિ રહેશે

Divyabhaskar.com

Nov 02, 2019, 04:54 PM IST

ધર્મ ડેસ્ક- તા.૨૬/૧૨/૨૦૧૯ ગુરુવારના રોજ ધન રાશિ અને મૂળ નક્ષત્રમા (કેતુનું નક્ષત્ર) સૂર્યગ્રહણ થશે જે દેશ-દુનિયામાં કોઈ અનિચ્છનીય ઘટનાઓનો સંકેત કરે છે. અમદાવાદના મેદનિય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા આ 6 ગ્રહી સંયોગનું અવલોકન કરતાં જણાવે છે કે જ્યારે-જ્યારે 5થી વધુ ગ્રહો કોઈ 1 રાશિમાં ભેગા થયા છે ત્યારે-ત્યારે ભારત સહિત બીજા દેશોમાં અનિચ્છનીય ઘટનાઓ બની છે. આ વખતે ધન રાશિમાં 6 ગ્રહો અને સામે છેડે મિથુન રાશિમાં રાહુ ગ્રહની દ્રષ્ટિ બધા શુભ ગ્રહો ઉપર રહેશે જેની ખરાબ અસર દેશ-દુનિયામાં જોવા મળી શકે છે.

26 નવેમ્બરે ધન રાશિમા 6 ગ્રહો જેવા કે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ, કેતુ યુતિ બનાવીને ભ્રમણ કરશે તો સામે મિથુન રાશિમા રહેલ ગ્રહ રાહુની દ્રષ્ટિ પણ પડે છે. આ 6 ગ્રહ કેતુ સાથેની યુતિમાં સૂર્ય અને ચંદ્ર જોડે ગ્રહણયોગ, ગુરુ સાથે ચાંડાલયોગ અને શનિ સાથે શ્રાપિતયોગ જેવા દુષિતયોગ બનાવે છે. તેવી જ રીતે 15 દિવસ બાદ તા.૧૦/૦૧/૨૦૨૦ શુક્રવારે આદ્રા નક્ષત્ર (જે રાહુનું નક્ષત્ર છે)માં ચંદ્રગ્રહણ થનાર છે. આ દિવસે મિથુન રાશિમાં રાહુ સાથે ચંદ્રની યુતિ થાય છે અને તેની દ્રષ્ટિ ધન રાશિમાં રહેલ સૂર્ય, બુધ, ગુરુ, શનિ, કેતુ એમ 5 ગ્રહની યુતિ પર પડે છે (જે ભારતમાં દેખાશે નહીં)

આ ગ્રહણની અસર પર વિચાર કરીએ તો તે જનમાનસ, અર્થવ્યવસ્થા, રાજકીય બાબત, નેતાગીરી કે મોટા પરિવર્તન કે અનિચ્છીત ઘટના બને તેવા યોગનું નિર્માણ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કરે છે,

➤➤ ભૂતકાળમાં 5થી વધુ ગ્રહો 1 રાશિમાં ભેગા થયાં હતાં ત્યારે જે અસરો થઈ હતી તેનો ઈતિહાસ જોઈએ તો....

➤ નવેમ્બર ૧૯૪૬માં 5 ગ્રહની યુતિ વડે ગ્રહણ થયેલ અને અંગ્રેજ સરકાર ૧૯૪૭માં ગઈ, કોમી રમખાણ થયેલાં, દેશ આઝાદ થયો, પાકિસ્તાન અલગ થયું અને કાશ્મીર પર દબાણ કર્યું.

➤ ફેબ્રુઆરી ૧૯૬૨, 8 ગ્રહની યુતિ થયેલી, ઓક્ટોબરમાં ચીન સાથે યુદ્ધ, નહેરુ સરકાર તકલીફમાં અને થોડા સમય/વર્ષ બાદ શાસ્ત્રી સરકાર આવેલી.

➤ સપ્ટેમ્બર ૧૯૭૯, 6 ગ્રહની યુતિ થયેલી, ઓગષ્ટમાં મોરબી હોનારત થયેલી. મોરારજી દેસાઈ સરકાર તકલીફમાં આવી, થોડા સમય/વર્ષ બાદ ચરણસિંહ સરકાર આવી.

➤ મે ૨૦૦૨, 6 ગ્રહની યુતિ થયેલી તો સપ્ટેમ્બર ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ડિસેમ્બર ૨૦૦૧માં ભારતીય સંસદ પર હુમલો થયેલો. ભા.જ.પ.ની બાજપાઈ સરકાર લોકચાહનામાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા પરંતુ ૨૦૦૪માં કૉંગ્રેસની મનમોહન સિંહની સરકાર આવેલી.

➤ તા. ૨૬/૧૨/૨૦૧૯, 6 ગ્રહોની યુતિ થાય છે તો તા.૫/૮/૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરની કલમ રદ થઈ.


ટૂંકમાં આવા મોટા ગ્રહોની યુતિવાળા ગ્રહણના ૬-૮ માસની આગળ કે પાછળ કોઈ મોટી ઘટના બનતી માલુમ પડે છે. ગ્રહણ ખગોળીય ઘટના છે પણ મેદનીય જ્યોતિષમાં તેનું મહત્વ પણ ઘણું છે, સામાન્ય ગ્રહણ દેશ-દુનિયા ઉપર જેટલી ખરાબ અસર નથી કરતાં એટલા 5થી વધુ ગ્રહો 1 રાશિમાં ભેગા થઈ જાય ત્યારે અને ગ્રહણ થાય ત્યારે અસર થતી હોય છે.

X
Solar and Lunar Eclipses Worldwide  2019 Time and Date, Solar eclipse day December 26, 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી