શનિ પૂજા / શનિદેવને તેલ સાથે વાદળી ફૂલ અને કાળા તલ ચઢાવવા જોઈએ

how to worship shanidev
X
how to worship shanidev

divyabhaskar.com

Jun 03, 2019, 03:34 PM IST

ધર્મ ડેસ્ક: આજે શનિ જયંતી છે અને શનિ દેવને રાજી કરવા માટે આજે વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડો. દીક્ષા રાઠીના જણાવ્યા મુજબ 4 વસ્તુ શનિદેવને વિશેષ રૂપમાં ચઢાવવામાં આવે છે.
 

શનિદેવને કઈ કઈ વસ્તુઓ ચઢાવાય છે

શનિદેવને શમીના પાંદડાં વિશેષ પ્રિય છે. એટલા માટે શનિ જયંતીના દિવસે આ વૃક્ષના પાંદડાં શનિદેવને જરૂર ચઢાવવા જોઈએ.

વાદળી ફૂલ - શનિદેવ વાદળી રંગના વસ્ત્રો ધારણ કરે છે અને તેમને વાદળી રંગના ફૂલ પ્રિય છે. એટલા માટે શનિદેવને આ ફૂલ ચઢાવવામાં આવે છે.
 

સરસવનું તેલ- શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા જૂની છે. ઘણા લોકો શનિવારે તેલનું દાન પણ આપે છે.
 

કાળા તલ - કાળા તલનો કારક શનિ છે. શનિને કાળી વસ્તુઓ પ્રિય છે. એટલા માટે શનિદેવની પૂજામાં કાળા તલ ચઢાવવામાં આવે છે.
 

નારિયેળ- નારિયેળ વગર કોઈ પણ દેવી-દેવતાની પૂજા પૂરી માનવમાં આવતી નથી. જો કોઈ શનિ મંદિરમાં જાઓ તો નારિયેળ અવસ્ય ચઢાવવું. 
 

6. શનિના 10 નામવાળો મંત્ર જાપ કરો

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।


આ મંત્રનો જાપ કરવાથી શનિના દોષ દૂર થાય છે. શનિદેવની પૂજામાં આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ 108 વાર કરવો. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી