ઉપાય / મંગળ ગ્રહના દોષને દૂર કરવાના 14 ઉપાયો : ઘઉં, ગોળ અને લાલ કપડાંનું દાન કરવાથી મંગળ ખુશ થાય છે 

how to make Mangal grah happy and strong
X
how to make Mangal grah happy and strong

Divyabhaskar.com

Jun 21, 2019, 05:47 PM IST

ધર્મ ડેસ્ક : મંગળ 22 જૂનના રોજ પોતાની વર્તમાન મિથુન રાશિને છોડીને રાશિ કર્કમાં પ્રવેશ કરશે. જો કોઈ કુંડળીમાં મંગળ શુભ સ્થાન ઉપર બેસેલો હોય તો તે ખૂબ પરાક્રમી હોય છે. આ લોકોમાં ધીરજ રાખવાની ક્ષમતા હોય છે. જો મંગળ શુભ હોય તો એવો વ્યક્તિ કુશળ મેનેજર બને છે. જો મંગળ કમજોર હોય તો તે જાતક ખૂબ જ ડરપોક અને કમજોર હોય છે. મંગળ ગ્રહના ખરાબ પ્રભાવને કેવી રીતે દૂર કરી શકાય તેના વિશે અહીં જણાવીશું. મંગળ ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરવા માટે મંગળવારનો દિવસ અને બપોર પછીનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

મંગળ ગ્રહને રાજી કરવાના ઉપોયો

હનુમાનજીની પૂજા કરવી અને મીઠાઈનો પ્રસાદ વહેંચવો.

ભાઈ અને મિત્રોને સન્માન આપવું.

ઘઉં, ગોળ અને લાલ કપડાંનું દાન કરો.

મંદિરમાં લાલ મસૂરની દાળ ચડાવો.

ભગવાન શિવનો દાડમના રસથી અભિષેક કરવો. 

હનુમાનજીની આરાધના કરો. હનુમાન ચાલીસા બોલો, હનુમાનજીના મંદિરમાં ધજાનું દાન કરો.

મંગળના બીજ મંત્ર "ॐ हूं श्री भौमाय नम:" નો 108 વાર જાપ કરવો.

મંગળવારનું વ્રત કરી ગરીબોને ભરપેટ જમાડવા.

મંગળવારની સાંજે હનુમાનજી સામે સરસવના તેલનો દીવો કરવો. હનુમાન ચાલીસાના પાઠ કરવા. 

મંગળને મજબુત કરવા માટે પાણીમાં ચંદન કે કુમકુમ નાંખી સ્નાન કરવું જોઈએ.

લાલ ફૂલોને વહેતી નદીમાં પધરાવવા જોઈએ.

ગુસ્સો ન કરવો જોઈએ.

જેમની કુંડળીમાં મંગળનો દોષ હોય તેઓએ શિવલિંગ પર કુમકુમ ચડાવવું જોઈએ. સાથે શિવલિંગ પર લાલ મસૂરની દાળ અને ગુલાબ અર્પિત કરવા.
 

રોટલીમાં ગોળ નાંખી કુતરાને ખવડાવવી.

મંગળના ખરાબ પ્રભાવથી શું થાય?

લોહી સંબંધી બીમારીઓ થઈ શકે છે.

શરીરમાં દુખાવા થાય.

મકાન બનાવવામાં મુશ્કેલી આવી શકે છે.

ભૂમિ સંબંધી કાર્યોમાં નુકસાન થઈ શકે છે.

અશુભ મંગળ દેવાદાર બનાવી શકે છે.

આંખો સંબંધીત રોગો થઈ શકે છે.

ક્રોઘમાં વધારો થાય છે.

લગ્નમાં અવરોધ આવી શકે છે.

સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ શકે છે.

મંગળ શુભ હોય તો કેવા ફળ આપે છે?

મિત્રો અને ભાઈ તરફથી ભરપૂર પ્રેમ અને સહકાર મળે છે.

વ્યક્તિની કાર્યક્ષમતા વધે છે.

નાની ઉંમરમાં સફળતા મળે છે.

ઘરમાં માંગલિક કાર્યો થાય છે.

જમીન સંબંધી કાર્યોમાં સફળતા મળે છે.

મકાનનું સુખ પ્રાપ્ત થાય છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી