ઉપાય / પત્નીનું સન્માન અને ગાયની સેવા કરવાથી શુક્ર ખુશ થાય છે, શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવાના 10 ઉપાય 

How to make happy Shukra grah
X
How to make happy Shukra grah

Divyabhaskar.com

Jun 28, 2019, 12:15 PM IST

ધર્મ ડેસ્ક : શુક્ર ગ્રહ આજે (28 જૂન) રાત્રે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ સુંદરતાનો કારક છે. શુક્ર શુભ હોવાથી જાતક સુંદરતા તરફ આકર્ષિત થાય છે. સાથે તેને દરેક પ્રકારનું સુખ મળે છે. શુક્રની અશુભ સ્થિતિ જીવનમાં અંધકાર લાવે છે. શુક્ર શુભ સ્થિતિમાં હોય તો શ્રેષ્ઠ ફળ આપે છે, જ્યાર અશુભ સ્થિતિમાં તે જાતકની મુશ્કેલી વધારે છે. તો આવો જોઈએ શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે શું કરવું જોઈએ.
 

શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવાના ઉપાયો

પત્નીનું સન્માન કરો અને તેને સૌંદર્યપ્રસાદનોની ભેટ આપો.

માતા લક્ષ્મીની પૂજા કરો અને ગાયની સેવા કરો.

સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરાવથી શુક્ર ખુશ થાય છે. ઘરની સાફ-સફાઈ રાખવી.
 

કાળા અને લીલા રંગના કપડા ન પહેરવા.

શુક્રવારનું વ્રત રાખવું.

ઘરના બેડરૂમ અને કિચનને સ્વચ્છ રાખો.

ઘરેલુ ઝઘડાના કારણ પણ શુક્ર પોતાની અસર ઓછી કરી દે છે, માટે તે ટાળો.

એક એલાયચીને પાણીમાં ઊકાળી તેને ઠંડું કરી સ્નાન કરવાના પાણીમાં ઉમેરી પછી ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम મંત્રનો જાપ કરી સ્નાન કરવું.
 

 ખાવામાં સફેદ વસ્તુઓ વધુ લેવી. શુક્રવારના દિવસે મીઠું ખાવાનું ટાળવું જોઈએ.
 

શુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરવા.

શુક્ર ગ્રહ અશુભ હોય તો તેની કેવી અસર થાય?

આર્થિક તંગી સર્જાય છે. સ્ત્રી સુખમાં ઉણપ રહે છે.

ડાયાબિટીસ, મૂત્રાશય અને ગર્ભાશય સંબંધી રોગો અને ગુપ્તરોગો થવાની સંભાવના વધી જાય છે.

શરીરમાં ચામડીના રોગ થઈ શકે છે.

શુક્ર ગ્રહ સારી સ્થિતિમાં હોય ત્યારે કેવું ફળ મળે?

વ્યક્તિની સુંદરતા અને જોશમાં વધારો કરે છે.

પ્રવાસના પ્રબળ યોગો બને છે.

 જાતક સુંદર ઘરનો સ્વામી બને છે.

લગ્નજીવન મધુર બને છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી