3 જૂને શનિ જયંતી / શનિના દોષથી બચવા માટે માતા અને અન્ય મહિલાનું સન્માન કરો, બીજાનું ધન લઈ લેવાની કોશિશ ન કરવી

how to make happy shani grah 
X
how to make happy shani grah 

divyabhaskar.com

Jun 01, 2019, 03:23 PM IST

ધર્મ ડેસ્ક: 3 જૂનને સોમવારના રોજ ગ્રહોના ન્યાયાધીશ અને સૂર્ય પુત્ર શનિની જયંતી છે. આ દિવસે શનિની વિશેષ પૂજા-પાઠ કરવાની પરંપરા છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે જ્યોતિષમાં ઘણા શુભ કામ જણાવવામાં આવ્યા છે. રોજિંદા જીવનમાં આ શુભ કામથી શનિની પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકાય છે. 

શનિના ખરાબ સમયથી બચવા માટે આ વાતનું ધ્યાન રાખો

પોતાની માતા જ નહીં પણ બધી સ્ત્રીઓનું સન્માન કરવું. કોઈપણ સ્થિતિમાં મહિલાનું અપમાન ન કરવું. નહીંતર કોઈપણ પૂજા-પાઠ સફળ થતો નથી. 
 

બીજાનું ધન છીનવી લેવાની કોશિશ ન કરવી. મહેનત અને ઈમાનદારીથી ધન કમાવવું.
 

સમયની સાથે બુટ-ચપ્પલનું દાન કરતા રહેવું જોઈએ. પગમાં શનિનો વાસ હોય છે. પગ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી શનિનો દોષ દૂર થાય છે.
 

સવાર-સાંજ જમવાનું બનાવતી વેળાએ અંતિમ રોટલી કુતરા માટે અલગ કાઢવી જોઈએ.
 

રોજ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સૂર્યને જળ ચઢાવવું જોઈએ.
 

કોઈ મંદિરમાં કાળ તલ અને તેલનું દાન કરવું જોઈએ. આ  દાન શનિવારે કરવું જોઈએ.
 

પોતાના સહકર્મચારીઓના હકને છીનવવો જોઈએ નહીં. બીજાના ભાગનું ધન તેને આપી દેવું જોઈએ.
 

રોજ પરસેવો વળે તેવી થોડી મહેનત કરવી જોઈએ. જેનાથી શનિ પ્રસન્ન થાય છે.
 

કોઈ મદિરમાં પીપળાનો રોપો વાવો અને તેની દેખભાળ કરો. જેમ જેમ વૃક્ષ મોટું થશે તેમ તેમ તમારા દોષ દૂર થશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી