ગ્રહ ઉપાય / લીલી વસ્તુઓનું દાન કરવાથી બુધનો ખરાબ પ્રભાવ દૂર થાય છે, આ ગ્રહને શુભ બનાવવાના 10 ઉપાય

How to make Buth grah happy
X
How to make Buth grah happy

Divyabhaskar.com

Jun 19, 2019, 01:14 PM IST

ધર્મ ડેસ્ક:  20 જૂનથી બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેની 12 રાશિ ઉપર શુભ-અશુભ અસર પડશે. બુધ ગ્રહ શુભ સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિને ખૂબ બુદ્ધિશાળી બનાવે છે. વ્યક્તિ ઓછી મહેનતમાં વધુ કમાય છે. બિઝનેસમાં સફળતા મળે છે.  અભ્યાસના ક્ષેત્રમાં વ્યક્તિને સારું પરિણામ મળે છે. વ્યક્તિની વાણીને મધુર બનાવે છે. પરંતુ બુધ ગ્રહ નબળો હોય ત્યારે વ્યક્તિ માટે મુશ્કેલી સર્જાય છે. કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને બળવાન માટે જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ અહીં ઉપાયો જણાવી રહ્યા છે.
 

બુધ ગ્રહને શુભ અને મજબુત બનાવવાના ઉપાય

જો કુંડળીમાં બુધ અશુભ હોય તો લીલી વસ્તુઓ જેવીકે લીલા શાકભાજી, મગ  અને લીલા કપડાંઓનું બ્રાહ્મણોને દાન કરો. 
 

પુત્રી, બહેન અને ફઈને સન્માન આપો. તેને ઘરમાંથી કોઈ વસ્તુ ભેટ આપીને જ વિદાય કરો.

નિયમિત શાલિગ્રામનું પૂજન કરવું અને પ્રસાદમાં તુલસીના પાંદ ગ્રહણ કરવા.

માતા દુર્ગાની પૂજા-અર્ચના કરવી. 

ઘરની છત ઉપર જામેલા કચરાને દૂર કરો.

બુધવારે ગાયોને લીલું ઘાસ આપવું જોઈએ.

ખોટું બોલવાથી બુધ પોતાની ખરાબ અસર છોડતો નથી, માટે સત્ય બોલો.

બુધવારના દિવસે વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો.

વ્યક્તિએ નિયમિત ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનો જાપ કરવો.

લીલા કપડાં પહેરવાથી પણ બુધ ખુશ થાય છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી