• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • guru rashi parivartan, guru rashifal, guru in dhanu rashi, jupiter in Sagittarius, rashifal in Guru Transist in Saguttarius

રાશિ પરિવર્તન / 13 મહિનામાં એકવાર ગુરુ રાશિ બદલે છે, ધન રાશિમાં પ્રવેશ કરતાંની સાથે જ બધી રાશિઓ ઉપર અસર થશે

guru rashi parivartan, guru rashifal, guru in dhanu rashi, jupiter in Sagittarius, rashifal in  Guru Transist in Saguttarius

  • મેષ રાશિના લોકો માટે ગુરુને લીધે આર્થિક સ્થિતિ સારી રહેશે તો વૃષભ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે

Divyabhaskar.com

Nov 02, 2019, 06:16 PM IST

ધર્મ ડેસ્ક- સોમવાર, 4 નવેમ્બરે ગુરુ રાશિ બદલીને વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન ગુરુની સ્વામિત્વવાળી રાશિ છે. ગુરુ લગભગ 13 મહિનામાં રાશિ બદલે છે. તેના પહેલાં ધન રાશિમાં ગુરુ ,સન્ 2007-2008 રહ્યો હતો. હવે 13 મહિના સુધી ગુરુ ધન રાશિમાં જ રહેશે. આ કાળમાં દરમિયાન ગુરુ થોડો સમય વક્રી પણ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણ જાણો 12 રાશિઓ ઉપર ગુરુની કેવી અસર રહેશે જાણો-

--------

મેષ રાશિ-

ગુરુની નવમી સ્થિતિ પાછળનું બધુ નુકસાન સરભર કરી દેશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે. દુશ્મનોનો નાશ થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે અને સરકારનો સહયોગ મળી રહેશે.

--------

વૃષભ રાશિ-

આઠમો ગુરુ આર્થિક આઝાદી ઉપર નિયંત્રણ લગાવી શકે છે. આ વર્ષે બચતને મહત્વ આપવું પડશે અને સંભાળીને રહેવું પડશે. વધુ દેખાડો કરવાથી બચવું પડશે. ધનના સદઉપયોગ અને જરૂરી કાર્યોમાં વાપરવું હિતાવહ રહેશે.

--------

મિથુન રાશિ-

સાતમા ગુરુની સ્થિતિ સમાન્ય ફળ આપતી રહેશે. જરૂરી કામો થતાં રહેશે તથા ધનની આવક સામાન્ય રહેશે. પરિવારની સ્થિતિ સંતોષજનક રહેશે. લગ્ન વગેરે કામની બાધાઓ દૂર થશે.

--------

કર્ક રાશિ-

છઠા સ્થાને ગુરુ સારો લાભ આપશે અને બેરોજગારોને રોજગાર પ્રાપ્ત થશે. નવા વસ્ત્ર અને આભૂષણો પ્રાપ્ત થશે અને બીજા ભૌતિક સુખોમાં વધારો થશે. ડિસેમ્બરમાં કોઈ મોટું કામ થવાની શક્યતા છે.

--------

સિંહ રાશિ-

પાંચમો ગુરુ લાભ વધારશે અને વેપારમાં પ્રગતિની સાથે નોકરી કરનારા લોકોને પણ પ્રમોશનની સાથે ધનનો લાભ થશે. હોદ્દામાં વધારો થશે અને સન્માન પણ પ્રાપ્ત થશે. આ સમયે દરેક દ્રષ્ટિએ ફાયદો થતો રહેશે.

--------

કન્યા રાશિ-

ચોથો ગુરુ ધનની આવકને નબળી બનાવી શકે છે. વેપાર માટે વધુ પ્રયાગો કરવા પડશે. બચત ઘટશે અને જમાપુંજીમાંથી ખર્ચ કરવો પડી શકે છે.

--------

તુલા રાશિ-

ત્રીજો ગુરુ તમારી પોઝિશનને સુધારશે. સમયમાં સુધારો થશે અને પ્રમોશનની તકો મળશે અને અનેક અટવાયેલાં કામોમાં ગતિ આવશે. સમયસર લક્ષ્ય પૂરું કરવામાં સફળ થશો.

--------

વૃશ્ચિક રાશિ-

બીજો ગુરુ પહેલાં કરતાં સ્થિતિને વધુ સારી બનાવશે. કામ કરવાની સ્થિતિ અનુકૂળ રહેશે અને વેપાર-નોકરીમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે. જાન્યુઆરી 2020ના અંતે સમય સર્વશ્રેષ્ઠ થઈ જશે.

--------

ધન રાશિ-

પ્રથમ ગુરુ સ્વરાશિનો હોવાથી લાભ પ્રદાન કરશે. ધનની આવકમાં વધારો થસે અને દેવાની પરિસ્થિતિઓમાં સુધારો થશે. ધર્મના કામમાં રસ જાગશે. મનમાફક કામ થઈ શકશે.

--------

મકર રાશિ-

બારમો ગુરુ આવકને અસર કરી શકે છે. સંભાળીને રહેવું પડશે અને વિવાદો નજીક આવવા ન દો. કામને સમજી-વિચારીને કરો. આવકને સુરક્ષિત રાખો. સરકારી લોકો સાથે સામે પડવાનો પ્રયાસ ન કરો અને બધા ડોક્યુમેન્ટ અપડેટ કરો.

--------

કુંભ રાશિ-

અગિયારમો ગુરુ વિશેષ આર્થિક લાભની સ્થિતિઓ પેદા કરશે. સફળતાઓ પ્રાપ્ત થવાનો સમય રહેશે અને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. મનગમતી ઈચ્છાઓને પણ પૂરી કરી શકો. પારિવારિક મામલાઓમાં સુધારો થશે.

--------

મીન રાશિ-

દશમો ગુરુ આવકમાં ખોટ નહીં પડવા દે અને હવે સમયમાં સુધારો થશે. પાછલા દિવસોમાં ચાલતી પરેશાનીઓનો અંત આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે.

X
guru rashi parivartan, guru rashifal, guru in dhanu rashi, jupiter in Sagittarius, rashifal in  Guru Transist in Saguttarius
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી