ગ્રહપરિવર્તન / 8મીથી મંગળ 43 દિવસ માટે ધન રાશિમાં, મકર અને કુંભ સિવાયની રાશિઓને લાભ

grah parivartan

Divyabhaskar.com

Feb 06, 2020, 12:58 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: 8 ફેબ્રુઆરીથી મંગળ ગ્રહ 43 દિવસ માટે ધન રાશિમાં પરિભ્રમણ કરશે, જેનાથી મકર અને કુંભ રાશિ સિવાયની તમામ રાશિઓના લોકોને આર્થિક, પારિવારિક, કારકિર્દી સંબંધિત કોઈ ને કોઈ શુભ અસર થશે. હાલ ધન રાશિમાં ગુરુ પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું કે, મંંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કર્ક રાશિમાં મંગળ નીચલી કક્ષાનો બને છે જ્યારે મકર રાશિમાં તે ઉચ્ચ કક્ષાનો બને છે. મંગળ ગ્રહની મૂળભૂત ઓળખ પુરુષ ગ્રહ તરીકે છે. તે યુવાન, જોમ, જુસ્સો, સૈન્ય, શક્તિ, યુદ્ધ, ક્રોધ, આવેશ તથા પરાક્રમનો પણ કારક ગણાય છે. ગ્રહમંડળમાં ત્રીજા ગ્રહ તરીકે તેની ગણના થાય છે. જ્યારે ધન રાશિ ગુરુની રાશિ છે, જે મંગળની મિત્ર છે. હાલમાં ધન રાશિમાં ગુરુ પરિભ્રમણ કરી રહ્યો હોવાથી ગુરુ-મંગળની યુતિ શેરમાર્કેટમાં તેજી લાવી શકે છે.

જ્યોતિષી જણાવી રહ્યા છે, 43 દિવસ તમામ રાશિઓ માટે કેવા રહેશે

મેષ: ભાગ્યમાં શુભ પરિવર્તન. ટૂંકા પ્રવાસની શક્યતા.
વૃષભ: લાંબા સમયથી અટકેલાં નાણાં પરત મળે. સંતાન, વડીલોને આકસ્મિક સમસ્યાઓ આવી શકે.
મિથુન: કોઈ પણ મહત્ત્વનો નિર્ણય દ્વિધા ઊભી કરે. લગ્નજીવનમાં મતમતાંતર થવાથી ઝઘડા વધે. જાવક વધે.
કર્ક: નોકરિયાત વર્ગને શુભ તક પ્રાપ્ત થઈ શકે. ખર્ચ વધવાની સંભાવના. દૈનિક આવકમાં ધીમે-ધીમે વધારો થાય.
સિંહ: લાંબા સમયની ગુપ્ત સાધના ફળતી જણાય. સંતાન તરફથી ધનલાભની આશા રાખી શકો.
કન્યા: જમીન, મકાન, વાહન, માતાને લગતી સમસ્યા આવવાની સંભાવના. અટકેલાં નાણાં પરત મળી શકે.
તુલા: આંધળુકિયા સાહસ લાભદાયી નીવડી શકે. નવા કરારો, લખાણો થાય. નાનકડો પ્રવાસ યાદગાર બને.
વૃશ્ચિક: નવા કરારો માટે રોકાણ થઈ શકે. કુટુંબકબીલામાં માંગલિક કાર્યો થવાની સંભાવના.
ધન: સાડાસાતીનો ત્રીજો તબક્કો. સોના-ચાંદી ઝવેરાતની ખરીદી થઈ શકે. આકસ્મિક શુભ સમાચાર મળે.
મકર: સાડાસાતીનો બીજો તબક્કો. માનસિક ચિંતા, અશાંતિ રહ્યા કરે. સરકારી કામમાં અવરોધની સંભાવના.
કુંભ: સાડાસાતીનો પ્રથમ તબક્કો. આયોજનપૂર્વક નોકરી-ધંધો જ કરવો. સામાજિક સંબંધો બગડી શકે. જામીનગીરીમાં સહી ન કરવી.
મીન: શક્ય હોય તો નવું કામ ટાળવું. આર્થિક શુભ સમાચાર મળે. વતનની મુલાકાત લેવાની તક મળી શકે.

X
grah parivartan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી