વર્ષ 2020 / 296 વર્ષ બાદ 5 ગ્રહો સાથે નવા વર્ષની શરૂઆત થઇ, હવે 500 વર્ષ સુધી આવો સંયોગ બનશે નહીં

Grah Nakshatra 2020: after 296 years 5 planets the New Year began

 • 1723માં દેશમાં મોટી રાજનૈતિક ઉથલપાથલ થઇ હતી, 2020ના નક્ષત્રો આવી જ પરિસ્થિતિ તરફ સંકેત કરી રહ્યા છે
 • ગ્રહ-નક્ષત્રોનો સંકેત, ભારત માટે વર્ષ 2020 શુભ રહેશે

Divyabhaskar.com

Jan 01, 2020, 10:55 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ નવું વર્ષ 2020 ગ્રહ-નક્ષત્રોની વિશેષ સ્થિતિ અને શુભ સંયોગમાં શરૂ થઇ રહ્યું છે. વર્ષનો પહેલો સૂર્યોદય 2 શુભ યોગમાં થશે. 1 જાન્યુઆરી 2020માં સૂર્યોદય સમયે ધન લગ્ન રહેશે ત્યાં જ પદ્મ અને રવિયોગ પણ બની રહ્યા છે. ધન રાશિમાં સૂર્ય, બુધ, બૃહસ્પતિ, શનિ અને કેતુ પણ રહેશે. કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં ગણેશ મિશ્રા પ્રમાણે ગ્રહોની આવી સ્થિતિ 296 વર્ષ પહેલાં 1 જાન્યુઆરી 1723ના રોજ બની હતી. હવે 500 વર્ષ સુધી ગ્રહોની આવી સ્થિતિ બનશે નહીં. નક્ષત્રોની આ સ્થિતિ દેશમાં મોટાં બદલાવ થવાનો સંકેત આપી રહી છે. નક્ષત્રોની આ સ્થિતિ દેશની રાજનૈતિક અને આર્થિક સ્થિતિ માટે મહત્ત્વૂપર્ણ સાબિત થઇ શકે છે. જ્યોતિષીય દ્રષ્ટિએ નવું વર્ષ દેશની ઉન્નતિ અને મજબૂતીવાળું રહેશે.

ગ્રહોની આવી સ્થિતિ અનેક વર્ષો પછી બને છેઃ-
નવા વર્ષની શરૂઆતમાં બુધ, શનિ અને બૃહસ્પતિ ધન રાશિમાં સૂર્ય સાથે હોવાથી અસ્ત રહેશે. જેનાથી આ 3 ગ્રહોની શુભ અને અશુભ અસર ઓછી થઇ જશે. સાથે જ, સૂર્ય અને કેતુ પૂર્વાષાઢ નક્ષત્રમાં રહેશે. ત્યાં જ, બુધ અને ગુરૂ મૂળ નક્ષત્રમાં એકસાથે છે. આ રીતે એક જ નક્ષત્રમાં ગ્રહોની યુતિ ખૂબ જ ઓછી બને છે. રાહુને છોડીને બધા જ ગ્રહ વૃશ્ચિકથી કુંભ રાશિ સુધી રહેશે.

નવું વર્ષ ધન લગ્નમાં શરૂ થશેઃ-
ધન રાશિમાં પાંચ ગ્રહો હોવાથી શિક્ષાના ક્ષેત્રમાં વિકાસ થશે. દેશ હિત માટે મોટાં કાનૂન અને નિર્ણયો લેવાશે, જેનાથી જનતાની પરેશાનીઓ વધી શકે છે. દેશમાં ઉચ્ચ પદ પર સ્થિત અધિકારીઓ પ્રત્યે અસંતોષ તથા આક્રોશની સ્થિતિ બની શકે છે. પરંતુ વિદ્રોહ થશે નહીં. રાષ્ટ્રીય રાજનૈતિક દળમાં આરોપ-પ્રત્યારોપ વધશે. પશ્ચિમી પ્રદેશમાં ઉત્પાત થવાની સંભાવના બનશે. પાંચ ગ્રહોનો યોગ પાડોશી દેશમાં ઉત્પાત વધારનાર રહેશે.

બુધવારે તિથિ અને નક્ષત્રોનો શુભ સંયોગઃ-
નવું વર્ષ છઠ્ઠ તિથિએ શરૂ થઇ રહ્યું છે. છઠ્ઠ તિથિની સામાન્ય સંજ્ઞા નંદા છે, તેનું વિશેષ નામ કીર્તિ છે. જેને વિશ્વ સ્તરે રાષ્ટ્રનો પ્રભાવ વધશે અને પાડોશી દેશમાં વ્યાકુળતા વધશે. તથા તે દેશ નિરાશ થઇને તણાવપૂર્ણ સ્થિતિ બનાવવાની કોશિશ કરશે. બુધવાર હોવાથી ખેતીની ઊપજ સારી થશે. નિકાસમાં વધારો થશે. ફળ તથા શાકભાજીની કિંમત વર્ષભર અનુકૂળ રહેશે. બુધ વાણિજ્ય અને વેપારનો કારક ગ્રહ છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોવાથી દેશમાં જળ, સિંચાઈ અને નદી સાથે જોડાયેલી યોજનાઓ ઉપર નિર્ણય થઇ શકે છે. ત્યાં જ, તૈતિલ કરણ હોવાથી આ વર્ષ પ્રશાસન અને સૈનિકો માટે શ્રેષ્ઠ રહેશે.

જ્યારે 1723માં આ ગ્રહયોગ બન્યો હતો ત્યારે ભારતમાં મોટી ઘટનાઓ બની હતીઃ-

 • 5 ગ્રહોની યુતિ બનવાથી વર્ષ 1723માં દેશના અનેક રાજ્યો અને સીમાઓ ઉપર ઉથલપાથલ થઇ હતી. 296 વર્ષ બાદ ફરી આવી ગ્રહ-સ્થિતિ બનવાથી વર્ષ 2020માં પણ દેશના વર્તમાન રાજ્યો અને પાડોશી દેશ સાથે જોડાયેલી મોટી ઘટના થવાના સંકેત છે.
 • 1723 મુઘલ, નિજામ અને મરાઠા શાસન (વર્તમાનના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હૈદરાબાદ અને પંજાબ) માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયો. શીખના દસમાં ગુરૂ ગોવિંદ સિંહજીનો જન્મ 1723માં થયો હતો.
 • 1723માં ઔરંગઝેબની સેનાના યોદ્ધા મિત્ર મોહમ્મદ ખાને મધ્યપ્રદેશના સિહોર, આષ્ટા, ખિલચીપુર અને ગિન્નોરને જીત્યાં હતાં અને ભોપાલમાં નવાબી શાસન શરૂ કર્યું હતું.
 • આ વર્ષે 1723માં હૈદરાબાદના નિજામે ભોપાલ ઉપર હુમલો કરી દીધો અને ઔરંગઝેબના મિત્ર મુહમ્મદ ખાનને નિજામનું આધિપત્ય સ્વીકાર કરવું પડ્યું. તે વર્ષે 12 એપ્રિલ 1723માં મુગલવંશના 12માં બાદશાહ નેકસિયરનું નિધન થયું હતું.
 • પેશવા બાજીરાવે માલવા ઉપર આક્રમણ કર્યું હતું. ત્યાં જ, શિવાજીના ગુરૂ સમર્થ રામદાસજીનું મૃત્યુ પણ આ વર્ષે થયું હતું. 1723માં પેશવા બાજીરાવે તના સેનાપતિઓ હોલ્કર, પંવાર અને સિંધિયાને માલવાના આક્રમણ પર મોકલ્યાં હતાં. જેમાં તેઓ સફળ થયાં હતાં.

વર્ષ 2020માં 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે

આ વર્ષે 6 ગ્રહણ થશે. પહેલું 10 જાન્યુઆરીએ થશે. અંતિમ ગ્રહણ 14 ડિસેમ્બરે થશે. આ વર્ષમાં 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે. જે દેશ અને જગ્યાએ આ ગ્રહણ જોવા મળશે ત્યાં જ તેની અસર થશે. ગ્રહણના પ્રભાવથી રાજનૈતિક અને ભૌગોલિક બદલાવ થશે. સાથે જ, સામાન્ય લોકોની શારીરિક અને માનસિક સ્થિતિ ઉપર પણ તેની અસર થશે.

અધિકમાસ દેશ માટે શુભ રહેશેઃ-

 • જે વર્ષે અધિકમાસ થાય છે તે વર્ષ દેશ અને જનતા માટે શુભફળ આપનાર હોય છે. અધિક એટલે પુરૂષોત્તમ મહિનો હોવાથી ધર્મ અને કર્મ અને અર્થ એટલે આર્થિક મામલે ઉન્નતિ થશે. હિંદુ કેલેન્જર અને પંચાંગ ગણના પ્રમાણે 3 વર્ષમાં એકવાર અધિકમાસ હોય છે. આ મહિનાના પ્રભાવથી દેશમાં શાંતિ થાય છે તથા દેશ પ્રગતિ કરે છે. દેશની જનતા પ્રમાણિકતાથી ધર્મ અને તેમના કર્તવ્યોનું પાલન કરે છે.
 • સૌરમાસ 365 દિવસનો હોય છે જ્યારે ચંદ્રમાસ 354 દિવસનો હોય છે. તેનાથી દર વર્ષે 11 દિવસનું અંતર આવે છે, જે ત્રણ વર્ષમાં વધીને એક મહિનાથી થોડું વધારે હોય છે. તે 32 મહિના 16 દિવસના અંતરાલથી દર ત્રણ વર્ષે થાય છે. આ અંતરને યોગ્ય કરવા માટે અધિકમાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
 • પૌરાણિક માન્યતા પ્રમાણે આ અધિકમાસના કોઇ સ્વામી ન હોવાથી દેવતાઓ તેને અશુદ્ધ માને છે અને તેમાં કોઇપણ માંગલિક કાર્ય કેવી રીતે કરવું, તે વિચારમાં પડી ગયાં. ત્યારે તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયાં. ભગવાન વિષ્ણુએ અધિકમાસને પોતાનું નામ આપ્યું. તેમણે તેને પુરૂષોત્તમ મહિનો કહ્યો. ત્યારથી જ આ મહિનામાં ભાગવત કથા અને અન્ય માંગલિક કાર્યોની શરૂઆત થઇ.
X
Grah Nakshatra 2020: after 296 years 5 planets the New Year began

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી