ગ્રહ પરિભ્રમણ / વૃષભ રાશિના જાતકોને ધારેલી સફળતા મળશે, કુંભ રાશિના લોકોને નોકરી પ્રાપ્તિનો યોગ છે

Grah Dasha, the sun enters in the zodiac

The people of Taurus will get success in achieving success, people of Kumbh people have a yoga practice

Divyabhaskar.com

Jul 19, 2019, 10:17 AM IST

ધર્મ ડેસ્ક. સૂર્યનું કર્ક રાશિમાં ભ્રમણ વિવિધ રાશિ ઉપર કેવી અસર કરશે તે અહીં જાણો. સામાન્ય રીતે ચંદ્રમાની રાશિ કર્કમાં સૂર્ય મહારાજ ગમન કરશે. જેના કારણે વિવિધ રાશિઓ માટે અલગ અલગ પરિણામ મળશે. સફળતા અને નિષ્ફળતા બંને જોવા મળશે. તમામ રાશિ ઉપર થનારી અસર અને લાભ-ઊપાય અંગે અહીં જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપેલી માહિતી પ્રસ્તુત છે....

મેષ રાશિ

આ પ્રમાણ ચોથા ભાવમાં થતું હોવાથી સુખ-શાંતિમાં વધારો થાય પરંતુ, કામકાજમા થોડી તકલીફનો સામનો કરવો પડે. નાણાકીય વ્યવહારો અને યાત્રા-પ્રવાસ થી દૂર રહેવું. ખોટા માણસો તમને ભટકાઈ શકે છે, તેની કાળજી લેવી. ભાગીદારીના ધંધામાં યેનકેન પ્રકારે તમને નુકસાન થશે. ખાસ ધ્યાન રાખવું કે કોઈને કહી શું ની વાતોમાં આવી જઈ ખોટું કામ કરવું નહીં. ઉપાય તરીકે સૂર્ય ભગવાનને જળ અને શિવાલયમાં મસૂરની દાળનું દાન આપવું.


વૃષભ રાશિ

આ પરિણામ તમારા ત્રીજા ભાવ એટલે પરાક્રમ ઉપર થઈ રહ્યું છે જેના કારણે ધારેલી સફળતા મળશે. ભાગ્યનો સાથ સહકાર ઓછો મળે પરંતુ, તમારી કરેલી મહેનતનું ફળ ઉચિત રીતે મળશે. એક બાબતે બચવું કે ઉતાવળીયો નિર્ણય લેવો નહીં. ધંધામાં ભાગીદારીથી દૂર રહેવું. નવો વ્યાપાર કે નવી નોકરી શોધી શકો છો. પરિવર્તનનો સમય ચાલુ છે. સંતાન અંગે તકલીફમાં રાહત થશે. ઉપાય તરીકે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ. સૂર્ય ભગવાનને જળ અને નિયમિત મંદિરમાં દર્શન કરવું.

મિથુન રાશિ

આ પરિવર્તન તમારા બીજા ભાવ પર થતું હોવાથી ધનની અછત સર્જાશે. લેવળ - દેવળથી દૂર રહેવું. કુટુંબમાં વાદ વિવાદથી દૂર રહેવું. નાની-મોટી યાત્રાનો યોગ બને છે. કદાચ વિદેશયાત્રા પણ હોઈ શકે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. તમે તમારા અભ્યાસ માટે પોતાના વતનથી દૂર જઈ શકો છો. લગ્ન વાંછુકોની ઇચ્છા પણ પૂર્ણ થશે. વ્યાપારીઓએ ધ્યાન રાખવું. નોકરિયાત વર્ગોનો પ્રમોશન થશે. ઉપાય તરીકે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા. સૂર્યનારાયણને જળ આપવું. ગરીબને ભોજન આપો.

કર્ક રાશિ

આ પરિવર્તન લગ્ન સ્થાન પર થતું હોવાથી ખાસ કરીને ક્રોધથી દૂર રહેવું. જીવનસાથી સાથે પણ મતભેદો થઈ શકે છે. ભાગીદારીના વીસમા પણ નુકશાન આવી શકે. ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. લેવડ-દેવડથી દૂર રહેવું. લગ્ન વાંચ્છુકોની ઈચ્છા પૂર્ણ થશે. ચર્મ રોગથી સાવધાન રહેવું. કોઈ નવું કામ વિચારી રહ્યા છો તેના ગુણદોષનો વિચાર કરી અવશ્ય કરી શકો છો. વાહન ખરીદીનો યોગ પણ બને છે. અભ્યાસસાર્થી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. ઉપાય તરીકે એક ગરીબને ભોજન આપો. શિવમંદિરમાં ચોખાનું દાન કરવું.

સિંહ રાશિ

આ પરિવર્તન તમારા બારમા ભાવ પર થતો હોય છે. સામાન્ય રીતે નોકરીમાં અથવા મોસાળ પક્ષમાં તકલીફ પડી શકે છે. તેવું બને ત્યાં સુધી કરવું નહીં. નાના-મોટા કામથી દૂર ભાગવું નહીં. સમય થોડો અઘરો છે. ધ્યાન રાખીને કામ કરવું. કોઈની વાતમાં આવી જાય. ખોટા નિર્ણય અને ખોટું કામ કરવું નહીં. ઉપાય તરીકે સૂર્ય મહારાજ ઝાડ આપો. હનુમાન ચાલીસાના પાઠ કરવા ગરીબને ભોજન આપો.

કન્યા રાશિ

આ પરિવર્તન આવક ઉપર થતો હોય છે. નવી નોકરીની પ્રાપ્તિ થાય. નવા કામ ધંધાની શરૂઆત થાય. સામાન્ય રીતે જે ધારેલી હોય તે સફળતા મળી શકે. વિદેશયાત્રા વગેરેના યોગ સારા છે. કામ ધંધો બદલવાનો વિચાર હાલ સારો દેખાતો નથી. જુના કામમાં લાગ્યા રહો તે જરૂરી છે. લગ્ન જીવનમાં નો કંકાસ દૂર થઈ જશે. પ્રેમસંબંધોમાં વાદ-વિવાદથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉપાય તરીકે ગાયને ઘાસ ખવડાવો અને સૂર્ય ભગવાનને જળ ચડાવવું.

તુલા રાશિ

આ પરિવર્તન તમારા કર્મ સ્થાન પર એટલે દસમા ભાવ પર થઈ રહ્યો છે. જેના કારણે કામકાજમાં થોડી અડચણો ઊભી થશે. સરકારી કચેરીઓ તરફથી ધ્યાન રાખવાની જરૂર છે. ખોટા માણસોથી સાવધાન રહેવું. નાણાકીય લેવડદેવડ કરવી નહીં. કોઈ બીજાની વાતમાં આવી જઈ પોતાના અંગત માણસ પર વિશ્વાસ કરવો નહીં. સંતાન વગેરેની પ્રાપ્તિ થશે. માતાના સ્વાસ્થ્યમાં થોડી ગડબડ થશે. ધ્યાન રાખો ઉપાય તરીકે મહામૃત્યુંજયના જાપ કરવા અને ગરીબને ભોજન આપો.

વૃશ્ચિક રાશિ

આ પરિવર્તન તમારા ભાગ પર થઇ રહ્યો હોવાથી તમને વિદેશ ગમન વગેરેના ચાન્સ મળશે. ખોટા પરાક્રમો કરવા નહીં. નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું. કોર્ટ-કચેરીના ચક્કર થઈ શકે છે. જોકે વિજય તમને મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. અભ્યાસ માટે સારા ચાન્સ છે. નોકરી ધંધામાં સફળતા મળશે. ઉપાય તરીકે ગરીબને ભોજન આપો અને હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું.

ધન રાશિ

આ પરિવર્તન તમારા આઠમા ભાવ પર થઈ રહ્યું છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહેશે. કુટુંબો વચ્ચે વાદવિવાદની સંભાવના રહેશે. સ્થાન પ્રાપ્તિના સંકેતો મળે છે. પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળશે. લગ્ન વગેરેની વાતોમાં સફળતા મળશે. સંતાન અંગેની ચિંતામાં રાહત થાય. સંતાન પ્રાપ્તિના યોગ પણ સારા બને છે. ઉપાય તરીકે સૂર્ય ભગવાનને જળ ચઢાવો. કાળા તલ અને હળદર અવશ્ય નાખો. ગરીબોને વસ્ત્ર આપો.

મકર રાશિ

આ પરિવર્તન સાતમા ભાવ પર થતું હોવાથી તમારા જીવનસાથી સાથે મતમતાંતર હોઈ શકે. નવા કામકાજની શરૂઆત કરી શકો. ઉતાવળ કરવી નહીં. અને ખોટા નિર્ણયથી દૂર રહેવું. સાથીદારોનો સાથ સહકાર મળશે નહીં. આર્થિક રીતે સંક્રમણ સહન કરવી. ઉપાય તરીકે ગોપાલ સહસ્ત્રનામનો પાઠ કરો અને કુળદેવી માતાના મંત્રનો જાપ કરો.

કુંભ રાશિ

આ પરિવર્તન છઠ્ઠા ભાવમાં થતું હોય છે. નોકરી પ્રાપ્તિના સારા યોગ છે. લેવડ-દેવડથી દૂર રહેવું. આવક કરતાં ખર્ચમાં વધારો થાય તેમજ વિદેશ યાત્રા વગેરે ના કાર્યોમાં સફળતા મળે. ધંધાદારી વ્યક્તિઓ માટે સમય અનુકૂળ છે. કોઈ નવું કામ કરવું હોય સલાહ લીધા વગર કરવું નહીં. ઉપાય તરીકે હનુમાન ચાલીસાના પાઠ કરો અને ગરીબોને ભોજન આપો.

મીન રાશિ

આ પરિવર્તન તમારા પાંચમાં ભાવ પર થાય છે. જેના કારણે સંતાન અંગેની ચિંતામાં વધારો થાય. આવકના સોર્સ ઘટે. ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. ખર્ચનો યોગ પણ વધી રહ્યો છે. નવું કામ વિચારતા હો તો હાલ મુલતવી રાખો. યાત્રા-પ્રવાસનો યોગ બનશે. કામકાજમાં સફળતા મેળવવા આયોજનબધ્ધ કામ કરવું પડશે. ખોટા માણસોથી દૂર રહેવું. ઉપાય તરીકે શિવ આરાધના કરવી અને ગરીબોને દાન આપો.

(માહિતી- જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ)

X
Grah Dasha, the sun enters in the zodiac
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી