જ્યોતિષ / ગુરુ ગ્રહ માર્ગી થવાથી માર્કેટમાં આવેલી આર્થિક મંદીમાંથી કંઈક અંશે રાહત મળશે

grah dasha, guru grah margi

  • ગુરુ ગ્રહ 123 દિવસ પછી વૃશ્ચિક રાશિમાં વક્રીમાંથી માર્ગી બનશે
  • તા.17 થી સૂર્ય પોતાની સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી સારું પરિણામ જોવા મળે

Divyabhaskar.com

Aug 09, 2019, 06:43 PM IST

ધર્મ ડેસ્ક. તારીખ 11 ઓગસ્ટની સાંજે 7.09 મિનિટથી ગ્રહમાં અતિશુભ સફળતા, જસકારક, ધર્મ, શિક્ષણ નવરચના, બોધ, સત્સંગ, શિબિર આચાર્યના કારક ગુરુ ગ્રહ 123 દિવસ પછી વૃશ્ચિક રાશિમાં વક્રીમાંથી માર્ગી બનશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર ગુરુ ગ્રહ માર્ગી થવાથી કાલપુરુષ કુંડળી પ્રમાણે આઠમે ગુરુ આવવાથી તેની સાતમી દૃષ્ટિ ધનસ્થાન ઉપર જવાથી માર્કેટમાં આર્થિક મંદીમાંથી કંઈક અંશે બહાર નીકળશે.

વેપાર-વ્યવસાયમાં તેજી બને. જમીન મકાન-મિલકતની અંદર કંઈક સોદાઓ થાય. ગુરુ પોતે જયેષ્ઠા નક્ષત્રમાં રાશિ સ્વામી બુધ હોવાથી આર્થિક રોકાણોમાં પણ તેજી બની રહે. તેમજ નોકરી-ધંધાની રોજગારીની તકો માટે વધુ સારા શુભ સંજોગ પેદા થાય. આગામી તા.17 થી સૂર્ય પોતાની સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી સરકારી બળ તેમજ સરકારી સહાય રહીશોને મળવાથી વધુ સારું પરિણામ જોવા મળે.

આ ઉપરાંત ગુરુ ગ્રહ પોતે ધર્મ, બોધ, શિક્ષા સાથે ડાયરેક્ટ સંકળાયેલો હોવાથી હાલમાં ચાલતા શ્રાવણ માસ તેમજ ચાતુર્માસમાં ધાર્મિક કાર્યો તેમજ સત્સંગ પ્રવચનના કાર્યક્રમો સવિશેષ યોજાય.

નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીગણ માટે શુભ બની રહે તેમજ ન્યાય- નીતિ ક્ષેત્રે નવા-નવા સુધારા-વધારા જોવા મળે જે પ્રજાલક્ષી હિતકારી બની રહે. ઘણા બધા પૂર્વા આચાર્યો માને છે કે, જ્યારે કોઈ પણ લાંબાગાળાનો ગ્રહ વક્રીમાં થઈને માર્ગી થતો હોય ત્યારે તે દિવસ અને તેના આગળ પાછળના દિવસોમા કુદરતી કે અકુદરતી અશુભ ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં ! માટે આપણે સૌ રહીશોએ ઇસ્ટ ઉપાસના નિત્ય કરવી જ રહી.

X
grah dasha, guru grah margi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી