તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ- મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં તૈયાર કરવામાં આવેલાં નવનિર્મિત સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ દુનિયાભરમાં ફેલાયેલાં કોરોનાવાયરસને લીધે ટાળવામાં આવ્યો છે.
દુનિયાભરમાં ફેલાઈ રહેલાં કોરોના વાયરસના લીધે દેશ-વિદેશ ખૌફ ફેલાયો છે અને હાલ દેશ-વિદેશમાં યાત્રાઓ ન કરવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ભારતમાં હાલ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસને લીધે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધીરે-ધીરે આ કેસોમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના બાપા અને સદગુરુ સંતોની ચર્ચા થઈ હતી કે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ કરવો જોઈએ કે નહીં. જેમાં એવું નક્કી થયું કે દેશમાં અને પરદેશમાં કોવીડ-19(કોરોનાવાયરસ) લીધે મુસાફરી કરવાની બંદી છે અને તેના લીધે સંતો અને ભક્તો હાલ ઓસ્ટ્રેલિયા જઈ શકે એમ નથી.
ઓસ્ટ્રેલિયામાં નવનિર્મિત સ્વામીનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હવે કોરોનાવાયરસનો ખતરો ટળી જાય ત્યાર પછી જ થઈ શકે એમ હોવાથી હવે સંસ્થા તરફથી એક જાણવાજોગ માહિતી રજૂ કરી છે જેમાં નવી તારીખ જાહેર થયા પછી મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.