જ્યોતિષ / દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના ગ્રહયોગ પ્રબળ, શું BJP અને કોંગ્રેસની કુંડળીમાં જીત છે?

Delhi Assembly Election 2020 according to astrology and planetary situation

  • 2015માં આમ આદમી પાર્ટીએ 67 સીટ મેળવી હતી
  • 2015ની ચૂંટણીમાં બાજપના કિરણ બેદી અને કોંગ્રેસના અજય માકનની મહેનત રંગ લાવી શકી નહીં

Divyabhaskar.com

Feb 08, 2020, 03:03 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. તા. 11/૦2/2020 ના રોજ પરિણામ જાહેર થશે. તો આ અંગે અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે ગ્રહોની સ્થિતિ ભાજપ, આમ આદમી પાર્ટી(AAP), કોંગ્રેસ અને અન્યની ગણતરી દ્વારા હાલમાં સત્તા પર રહેલ અરવિંદ કેજરીવાલના ગ્રહયોગ પ્રબળ બની રહ્યા છે.

  • બહુમતી માટે 36 સીટના લક્ષ્યાંક આપ દ્વારા પૂર્ણ થઈ શકે છે. 2015માં 67 સીટ મેળવેલી હતી. જેની સરખામણીમાં આ વખતે તેટલી સીટ મેળવી શકશે નહીં. ખાસ વાત તે પણ ધ્યાનમાં આવી રહી છે કે, સપ્ટેમ્બર 2020 પછી આપ પાર્ટીમાં ખુબ જ મોટા ઉત્તર ચઢાવ અને અસંતોષ આવી શકે છે. આવી સ્થિતિ ડિસેમ્બર 2022 સુધી જોવા મળી શકે તેવું સંભવિત જણાય છે.
  • ગત ચૂંટણીમાં બીજેપીના કિરણ બેદી અને કોંગ્રેસમાં અજય માકનની મહેનત રંગ લાવી શકી નહીં. તેની સરખામણીએ આ વખતે ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક નેતાગીરીમાં સાથીદારોનો વધારો કરીને ગત પરિણામ કરતા સારું પરિણામ લાવી શકશે.
  • બીજેપીની કુંડળીમાં હાલ માર્ચ મહિના સુધી પરીક્ષાલક્ષી ગ્રહયોગ ચાલી રહ્યા છે. એપ્રિલથી જૂન દરમિયાન ગુરૂ અને શનિની રાશિ અને નક્ષત્ર યુતિ ખૂબ પરિવર્તન કરાવશે. આ બાબતની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં જોવા મળી શકશે. ઉપરાંત અન્ય રાજ્યમાં પણ અસર દેખાડી શકે તેવી શક્યતાઓ છે.
  • કોંગ્રેસની કુંડળી પરથી જણાઈ રહ્યું છે કે, દેશ અને રાજ્યમાં લાંબાગાળાના અસરકારક કાર્યો કરે પરંતુ પક્ષની આંતરિક બાબતથી પરેશાની રહે.
X
Delhi Assembly Election 2020 according to astrology and planetary situation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી