ગ્રહણ / 16 જુલાઈએ ચંદ્ર ગ્રહણ : દોષ નિવારણ માટે રાશિ પ્રમાણે ઉપાય કરવા

chandra grahan 16 july 2019
X
chandra grahan 16 july 2019

Divyabhaskar.com

Jul 08, 2019, 05:30 PM IST

ધર્મ ડેસ્ક : વિક્રમ સંવત 2075ના 4 ગ્રહણમાં બે ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ આવે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ અગામી ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આગામી તા.16 જુલાઈને મંગળવારે અષાઢ સુદ પૂર્ણિમાના રોજ આવે છે. જે દિવસ સનાતન ધર્મ માટે ખૂબ જ મહત્વનો છે. કારણકે આ દિવસને ગુરુપૂર્ણિમા ઉજવવાશે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુનું વિધિવત પૂજન કરી, ભેટ-સોગાધ આપી, આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આગામી ગુરુપૂર્ણિમાએ ખગ્રાસ ચંદ્રગ્રહણ 16 જુલાઈની રાત્રે 01:31 વાગ્યે થવાથી સાંજે 4.00 વાગ્યા પછી કોઇપણ શુભ કાર્ય થશે નહીં. કારણકે તેનો  વેધ લાગતો હોવાથી આ ગ્રહણ યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ભારતમાં દેખાશે. 


નજીકના સમયમાં વારંવાર ગ્રહણ આવવાથી અશુભ એંધાણ નિશ્ચિત વર્તાઈ રહ્યા છે. તમામ ગ્રહણની કુંડળી પ્રમાણે ગ્રહોની સ્થિતિ પૃથ્વી તત્વની રાશિમાં વધુ બિરાજમાન થવાથી કુદરતી આફતો આવી શકે તેવી પ્રબળ સંભાવના છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ સ્પર્શ રાત્રે 4.30 સુધી રહેશે. જેથી આ સમયગાળા દરમિયાન ઇસ્ટ ઉપાસના, ગાયત્રી મંત્ર કે ઓમકાર જાપ કરવું વધારે ફળદાયી નીવડશે. ગ્રહણના પુણ્ય કાળ મધ્ય રાત્રે 3:01 વાગ્યે થાય છે. આ સમયે દાન આદી કરવાનો શુભ સંકલ્પ લેવાથી તેનું ભવિષ્યમાં શુભ પરિણામ મળે છે. આ દાન બુધવારે સૂર્યોદય થયા બાદ કરી શકાય. તેમાં પશુ-પંખીને ચણ, ગૌસેવા તેમજ ગરીબોને ભોજન, કપડાં આપવાનું હજારો ગણું ફળ મળે છે. આ ગ્રહના દોષ પ્રભાવથી બચવા માટે દાન કરવું વધારે હિતકારી બની રહેશે. 

ગ્રહણના દોષના નિવારણ માટે દરેક રાશિના જાતકોએ બુધવારે દાનમા શું શું આપવુ જોઈએ?

(1) મેષ રાશિ (અ,લ,ઈ) : ભિક્ષુકને જૂના વસ્ત્રો પરિધાન તેમજ બુટ-ચપ્પલ આપી શકાય.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ) : અનાથ લોકો તમામ પ્રકારની ગળી ચીજવસ્તુઓ ખવડાવવી.

 

(3) મિથુન રાશિ( ક,છ,ઘ) : પશુ-પંખીને ચણ નાખવી. શક્ય હોય તો પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી.

 

(4) કર્ક રાશિ (હ,ડ) : નદી કે સમુદ્રમાં રેવડી પધરાવી જીવજંતુ સેવા કરવી.

(5) સિંહ રાશિ (મ,ટ) : શિવમંદિરે જય દર્શન કરી બ્રાહ્મણને ભેટ આપવી.


 

(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) : અનાથ બાળકોને જરૂરિયાત પ્રમાણે મદદ કરવી.

(7)તુલા રાશિ (ર,ત): માતાજીના મંદિરની બહાર રહેલા ભિક્ષુકને કંઈક રોકડ રકમ આપવી.

(8) વૃશ્ચિક રાશિ (ન,ય) : દેવ મંદિરમાં જઈ દર્શન કરી ભેટસોગાદ આપવી.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) :  અનાથ બાળકોને ગરમ કપડાં આપવા.

 

(10) મકર રાશિ (ખ,જ) : વૃદ્ધ કે અશક્તિની સેવા કરવી.

(11) કુંભ રાશિ (ગ,સ,શ) : હોસ્પિટલમાં જઈ ફળફળાદી વેચવા.

(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ) : માછલી કે કૂતરાંને ખોરાક આપી તેમનો આત્મા તૃપ્ત કરવો.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી